સાનિયા એ જાહેર કરી નિવૃત્તિ
મહિલા ટેનિસ ના ક્ષેત્ર માં ભારત નું નામ રોશન કરનારી સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા એ ૩૫ વર્ષ ની ઉંમરે ટેનિસ ને અલવિદા કહેતા પોતાની નિવૃત્તિ ની જાહેરત કરી હતી. તેણે ૨૦૨૨ ની સિઝન પોતાની છેલ્લી સિઝન ગણાવતા કહ્યું હતું કે હવે શરીર સાથ નથી આપતું.ભારતીય ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝા એ બુધવારે ઓસ્ટ્રેલિયન ઓપન ની ડબલ્સ માં હાર નો સામનો કર્યા બાદ વ્યથિત હૃદયે ટેનિસ કોર્ટને અલવિદા કહેવા નો નિર્ણય લીધો હતો. આ સમયે પોતાની ઉંમર નો તકાજો વર્ણવતા સાનિયા એ કહ્યું હતું કે મારું શરીર મને સાથ નથી આપતું. હવે તો પ્રેરણા અને ઉર્જા નો સ્ત્રોત પણ ઘટવા લાગ્યો છે. તેથી ૨૦૨૨ ની આ સિઝન મારી છેલ્લી સિઝન હશે. સાનિયા એ કહ્યું હતું કે હું મારું બેસ્ટ આપી રહી છું અને પ્રેક્ટિસ પણ કરી રહી છું. પરંતુ મને ખાતરી નથી કે હું આખી સિઝન રમી શકીશ કે નહીં. પોતાના પ્રથમ રાઉન્ડ માં હાર્યા બાદ સાનિયા એ કહ્યું હતું કે મને લાગે છે કે હું આના કરતા વધારે સારી રીતે રમી શકું છું પરંતુ હવે મારું શરીર મને સાથ નથી આપતું. મારા માટે આ સૌથી મોટુ દુઃખ છે.
સાનિયા એ પોતાની ટેનિસ માં પ્રોફેશ્નલ કારકિર્દી ૨૦૦૩ માં શરુ કરી હતી. તે સતત છેલ્લા ૧૯ વર્ષો થી ટેનિસ રમી રહી છે.
તેણે ઘણી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માં ભારત ની વિજયપતાકા લહેરાવી છે. સાનિયા મિર્ઝા અત્યાર સુધી માં ૬ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકી છે. મહિલા ડબલ્સ માં ૨૦૧૬ માં ઓસ્ટ્રેલિયન ઓપન, ૨૦૧૫ માં વિમ્બલ્ડન અને યુ.એસ. ઓપન જ્યારે મિક્સ ડબલ્સ માં ૨૦૦૯ માં ઓસ્ટ્રેલિયન ઓપન, ૨૦૧૨ માં ફેંચ ઓપન અને ૨૦૧૪ માં યુ.એસ. ઓપન 1 જીતી ચૂકી છે. સાનિયા પોતIની કારકિર્દી માં ડબલ્સ માં પણ નં.૧ રહી ચુકી છે. આ ઉપરાંત સાનિયા એ સિંગલ્સ ની મેચો માં પણ ખૂબ જ સુંદર દેખાવ કરતા પોતાના થી સારી રેન્ક ધરાવતી ઘણી ખેલાડીઓ ને પણ હાર આપી હતી જેમ કે પૂર્વ નં. ૧ માર્ટિના હિંગિસ, સ્વેતાના કુઝનેસૂવા, | વિક્ટોરિયા અઝારેન્સ તેમ જ મેરિયન બોર્ડેલી ને પણ હરાવી ચૂકી છે. અત્યાર સુધી માં માત્ર ૨ ભારતીય મહિલા ખેલાડીઓ એ ડબલ્યુટીએ ટાઈટલ પોતાના નામે કર્યું છે જે પૈકી સાનિયા મિર્ઝા એક છે.આ વખતે ૨૦૨૨ ની સિઝન માં કાંડા ની ઈજા ના કારણે સાનિયા એ સિંગલ્સ માં થી પોતાનું નામ પરત લેવું પડ્યું હતું. જો કે હવે ઓસ્ટ્રેલિયન ઓપન માં મિડલ-ડબલ્સ ની મેચ માં સાનિયા મિર્ઝા રાજીવ રામ સાથે જોડી બનાવી ને ટેનિસ રમતી જોવા મળશે. સાનિયા એ ૨૦૧૦ માં પાકિસ્તાની ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. જો કે શોએબ સાથે લગ્ન પછી પણ સાનિયા એ ભારત તરફ થી જ રમવા નું ચાલુ રાખ્યું હતું.