સારા મહાકાલ ના દર્શન

પટૌડી નવાબ સૈફ અલી ખાન અને બોલિવુડ એટ્રેસ અમૃતા સિંગ ની સુપુત્રી સારા અલી ખાન પોતાની માતા અમૃતા સિંગ સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિર માં દર્શનાર્થે પહોંચી હતી.સારા અલી ખાન હાલ માં તેની આગામી ફિલ્મ લુકાછૂપી-૨ ના શુટિંગ માટે મધ્યપ્રદેશ માં છે. આ દરમિયાન ૧૫ મી જાન્યુઆરી અને શનિવારે સવારે સારા પોતાની માતા અમૃતા સિંગ સાથે ઉજ્જૈન ના મહાકાલ મંદિરે ગઈ હતી. ઉજ્જૈન ના મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ ના દર્શન માટે સારા એક જ મહિના માં બીજી વાર આવી હતી. આ અગાઉ તે પોતની ફિલ્મ અતરંગી રે ના પ્રમોશન માટે આવી ત્યારે પણ દર્શનાર્થે આવી હતી. શનિવારે સવારે ૧૦.૨૦ વાગ્યે સારા માતા અમૃતા સાથે મંદિર પહોંચી હતી. અહીં થી તે સીધી નંદી હોલ ગઈ હતી. રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે યોજાતી ભોગ આરતી માં પણ તે સામેલ થઈ હતી. તેણે નંદી હોલ માં બેસી ને ઓમ નમઃ શિવાય ના જાપ પણ કર્યા હતા. તેનો વિડીયો બનાવી ને સોશ્યિલ મિડીયા માં પણ પોસ્ટ કર્યો હતો.

ત્યાર બાદ તે મહાકાલ મંદિર માં બનેલા કુંડ ના કિનારે માતા અમૃતા સાથે લગભગ ૨૦ મિનિટ બેઠી હતી. ત્યાર બાદ સારા મહાકાલેશ્વર ના મંદિર પરિસર માં આવેલા સિદ્ધિ વિનાયક ગણેશજી, સંકટમોચન હનુમાન દાદા સહિત વિવિધ દેવી-દેવત ઓ ના દર્શન નો પણ ભક્તિભાવ પૂર્વક લાભ લીધો હતો. આમ ૨૪ ડિસે. એ ફિલ્મ અતરંગી રે ના પ્રમોશન દરમ્યિાન મહાકાલેશ્વર ના દર્શન કર્યા બાદ ૧ | માસ થી પણ ઓછા સમય માં ૧૫ જાન્યુ. એ ફરી પોતાની માતા સાથે દર્શન નો લાભ લીધો હતો.સારા ની ફિલ્મ લુકાછૂપી-૨ માં સારા ની સાથે વિકી કૌશલ કામ કરવા નો છે. આ ફિલ્મ નું આ અગાઉ ઈન્દોર માં શુટિંગ થયું હતું. સારા અલી ખાન ની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ અતરંગી રે માં સારા ની સાથે બોલિવુડ ના ખિલાડીકુમાર અક્ષયકુમાર તેમ જ સાઉથ ના સુપર સ્ટાર ધનુષે કામ કર્યું હતું. આ ફિલ્મ માં સારા નું કામ દર્શકો તેમ જ વિવેચકો ને પણ ખૂબ પસંદ આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.