સ્ટાર્ટ અપ્સ મેળવ્યા ૪૨ અબજ ડોલર
ભારત માં પણ સ્ટાર્ટ અપ્સ એ કાઠું કાઢ્યું છે. મોદી સરકાર ના મેઈક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ માટે વિવિધ પ્રોત્સાહક નીતિઓ ના પરિણામે જ વર્ષ ૨૦૨૧ માં વિશ્વ આખુ કોરોના માહમારી ના કારણે લોકડાઉન ની પરિસ્થિતિ હોવા . છતા ભારતીય જ છ૨૦૨૧ માં ૪૨ અબજ ડોલર નું .ભંડોળ એકઠું કર્યું હતું જે ૨૦૨૦ માં ફક્ત ૧૧.૫ અબજ ડોલર જ હતું.ભારત માં ૨૦૨૧ માં ૪૬ કંપનીઓ નવી યુનિકોર્ન કંપનીઓ બની ગઈ છે અર્થાત કે ૪૬ કંપનીઓ નું મુલ્ય ૧ અબજ ડોલર થી પણ અધિક બન્યું છે જેના પગલે દેશ ની કુલ યુનિકોર્સ કંપનીઓ ની સંખ્યા ૯૦થઈ ગઈ છે. યુનિકોર્ન કંપનીઓ ના મામલે સર્વાધિક અમેરિકા ની ૪૮૭ જ્યારે ચીન ની ૩૦૧ કંપનીઓ કરતા ભારત પાછળ છે. જો કે યુનાઈટેડ કિંગ્ડમ ની ૩૬ કરતા આગળ છે. જો કે સ્ટાર્ટ અપ્સ ની સંખ્યા ની દૃષ્ટિએ પણ ભારત માં નોંધાયેલા ૬0,000 સ્ટાર્ટ અપ્સ ની રીતે સમગ્ર વિશ્વ માં ત્રીજા નંબર ઉપર આવી ગઈ છે. આ ઉપરાંત વિશ્વ માં સર્જાઈ રહેલી નવી યુનિકોર્ન કંપનીઓ પૈકી દર ૧૩ મી કંપની ભારતીય હોય છે. સ્ટાર્ટ અપ્સ અને યુનિકોર્ન કંપનીઓ ની વધતી સંખ્યા સાથોસાથ મોટાપાયે રોજગારી નું પણ સર્જન કરતી હોય છે.
ભારત માં સર્વાધિક યુનિકોર્ન બેંગ્લોર માં છે. ભારત ની સૌથી મોટી યુનિકોર્ન ફિલપકાર્ટ છે જેનું મુલ્ય ૩૭.૬ અબજ ડોલર થઈ ગયું છે. જ્યારે સૌથી ઝડપી યુનિકોર્ન બનેલી સ્ટાર્ટ અપ ” મેજિસા બ્રેન્ડઝ માસ માં યુનિજી કોર્ન કંપની બનવા છે કર્યું હતું. ભારતમાં સૌથી વધુ યુનિકોર્ન ઈ-કોમર્સ, સોફ્ટવેર એઝ અ સર્વિસ (એસએએએસ) અને ફિનટેક છે. જ્યારે ત્યાર બાદ ક્રિો,ગેમિંગ, ડીટુસી, હેલ્થ ટેક અને એડ ટેક કંપનીઓ છે. આ ઉપરાંત ભારત માં ચાર ડેકાકોર્ન અર્થાત કે જેમનું મુલ્ય ૧૦ અબજ ડોલર થી અધિક હોય તેવી કંપનીઓ છે જેમાં ફિલપકાર્ટ, બાયપુસ, પેટીએમ અને ઓયો રુમ્સ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત આનંદ ની વાત એ છે કે ભારત માં ૧૩ યુનિકોર્ન કંપનીઓ ની સ્થાપક મહિલાઓ છે. ૨૦૨૧ ના માત્ર એક વર્ષ માં અને તે પણ કોરોના મહામારી કાળ માં ભારત માં મહિલાઓ ની ૮ સ્ટાર્ટ અપ્સ કંપનીઓ યુનિકોર્ન કંપની બની હતી. આમ વાસ્તવ માં ભારત માં સ્ત્રીઓ ની સ્થિતિ બદલાઈ રહી છે અને હવે વ્યવસાય ક્ષેત્રે પણ સફળતા ના ઝંડા લહેરાવ્યા છે.