‘હરકસિંહ રાવત બરતરફ
ઉત્તરાખંડ ના કેબિનેટ મિનિસ્ટર હરકસિંહ રાવત ને પ્રથમ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એ મંત્રીમંડળ માં થી પડતા મુક્યા બાદ ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક સભ્યપદે થી પણ છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.શાં ડાં દિવસ પહેલા કેબિનેટ મિટીંગ માં મેડિકલ કોલેજ મંજુર કરવા ની દરખા સ્ત ના સ્વિકારતા ચાલુ મિટપિંગે જ રાજીનામુ આપી ને હરકસિંહે ચાલતી પકડી હતી. જો કે ઉત્તરાખંડ માં આવી રહેલી વિધાનસભા ની ચૂંટણી ના સંદર્ભે ત્યારે તો તેમને મનાવી લેવાયા હતા. જો કે તે વખતે પણ તેઓ કોંગ્રેસી નેતા હરીશ રાવત ના સંપર્કમાં હોવા નું અને કોંગ્રેસ જોઈન કરશે તેમ ચર્ચાતુ હતું. વાસ્તવ માં હરકસિંહ રાવત પાંચ વર્ષ પહેલા કોંગ્રેસ છોડી ને જ ભાજપા માં આવ્યા હતા. તેમને ભાજપા માં મંત્રીમંડળ માં પણ સમાવાયા હતા. જો કે હવે આખરે રવિવારે પાર્ટી માં થી પણ વ્હાર નો દરવાજો બતાવી દીધો છે. ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી કાર્યાલય એ મોડી રાત્રે એક નિવેદન જારી કરી ને જાહેર કર્યું હતું કે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એ તેમને પોતાની કેબિનેટ માં થી બરતરફ કરી દીધા છે અને તેની જાણ રાજ્યપાલ ને પણ કરી દેવા માં આવી છે.
હરકસિંહ રાવત ને છ વર્ષ માટે પાર્ટી ના પ્રાથમિક સભ્યપદે થી પણ બરતરફ કરાયા હતા. આધારભૂત સૂત્રો ના જણાવ્યા અનુસાર વિધાનસભા ની ચૂંટણી માં રાવત ત્રણ બેઠકો ની માંગણી કરી રહ્યાહતા. પોતની ટિકીટ ઉ ૫ ૨ – ત તેમની પુત્રવધુ માટે તેમ જ અન્ય એક સગા માટે એમ ત્રણ ટિકીટો ફાળવવા દબાણ કરી રહ્યા હતા. ભાજપા એ તેમને ૧ પરિવાર, ૧ વ્યક્તિ નો પાર્ટી નો નિયમ જણાવી બીજી બે ટિકીટો માટે ના પાડી હતી. આના પગલે હરકસિંહ એ રાજ્ય માં ટિકીટ વિતરણ માટે યોજાયેલી મિટીંગ માં પણ હાજરી આપી ન હતી અને પોતાની ત્રણ બેઠકો માટે દબાણ બનાવી રાખ્યું હતું. જો કે આખરે પાર્ટી એ તેમની આ ગેરશિસ્ત સામે કડક કાર્યવાહી કરી હતી.ઉત્તરાખંડ ના રાજકીય વર્તુળા માં ચર્ચાતી વાતો મુજબ હવે હરકસિંહ રાવત પાછા કોંગ્રેસ માં પ્રવેશ મેળવી શકે છે. એક સંભાવના મુજબ ભાજપા ના ર થી ૩ ધારાસભ્યો પણ હરકસિંહ રાવત સાથે કોંગ્રેસ માં જોડાઈ શકે છે.