અનુષ્કા એ નેટફ્લિક્સ અને – એમેઝોન પ્રાઈમ સાથે હાથ મિલાવ્યા
બોલિવુડ એક્ટ્રસ અન__ષ્કા શર્મા પોતાનું પ્રોડક્શન હાઉસ ક્લિન સ્લેટ ફિલ્મસે નેટલિક્સ અને એમેઝોન પ્રાઈમ સાથે હાથ મિલાવ્યા છે. જેના અંતર્ગત અનુષ્કા ને ૫૪ મિલિયન ડોલર અર્થાત કે ૪૦૫ કરોડ રૂ. ની ભાગીદારી કરી હતી.બોલિવુડ ના બાદશાહ શાહરુખ ખાને પોતાની પ્રોડક્શન કંપની બનાવી ગજબનાક સફળતા મેળવ્યા બાદ તો આમિર ખાન, સલમાન ખાન, અજય દેવગન, જ્હોન અબ્રાહમ સહિત નાના મોટા સ્ટાર્સ પ્રોડક્શન હાઉસ ખોલવા લાગ્યા. તે જ રીતે અનુષ્કા શર્મા એ પોતાના ભાઈ કણેશ ની મદદ થી ક્લિન સ્લેટ ફિમ્સ શરુ કરી હતી. જેની પ્રથમ ફિલ્મ એનએચ ૧૦ખૂબ સફળ અને દર્શકો તથા વિવેચકો ને પણ ખૂબ પસંદ આવી હતી. ૨૦૧૫ માં એનએચ-૧૦ બનાવ્યા બાદ ૨૦૧૭ માં ફિલ્લોરી, ૨૦૧૮ માં પરી બનાવી હતી. ત્યાર બાદ ૨૦૨૦ માં એમેઝોન પ્રાઈમ સાથે મળી ને પાતાલલોક વેબસિરીઝ બનાવી જે ખૂબ લોકપ્રિય રહી. ત્યાર બાદ ૨૦૨૦ માં બુલબુલ, ૨૦૨૨ માં માઈ અને કાલા વેબ સિરીઝ નેટફ્લિક્સ સાથે બનાવી જે પણ સફળ રહી. હવે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ સાથે ક્લિન સ્લેટ ફિક્સ એ મોટી ડીલ સાઈન કરી છે જે પ૪ મિલિયન ડોલર અર્થાત કે ૪૦૫ કરોડ રૂા.ની છે.
ક્લિન સ્લેટ ફિમ્સ ના ફાઉન્ડર અને અનુષ્કા ના ભાઈ કણેશ શર્મા ના જણાવ્યા પ્રમાણે આગમી ૧૮ મહિના માં તેઓ એમેઝોન પ્રાઈમ અને નેટલિક્સ ઉપર ૮ વેબસિરીઝ તથા ફિલ્મો રિલીઝ કરશે. આ ઉપરાંત પણ અન્ય ઘણા પ્રોજેટ્સ ઉપર તેઓ કામ કરી રહ્યા છે. આ બન્ને કંપનીઓ મનોરંજન ની દુનિયા માં પોતનો દબદબો બનાવી રાખવા તથા ફિલ્મ વેબ સિરીઝ ના નવા કન્ટેન્ટ માટે આ પાર્ટનરશીપ કરી છે. નેટફ્િલક્સે આ પાર્ટનરશીપ કન્ફર્મ કરી હતી જો કે એમેઝોન પ્રાઈમે કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો ન હતો.ભારતીય સ્ટ્રિમિંગ માર્કેટ માં પોતાનું સ્થાન જમાવનાર નેટલિક્સે ગત માસ માં જ પોતાના સબસ્કિશન માં જંગી ૬૦ ટકા નો ઘટાડો કર્યો હતો. આ માર્કેટ માં વોલ્ટ ડિઝની તથા એમેઝોન ના સમોવડીયા થવા માટે તથા માર્કેટ ઉપર પોતાની પકડ મજબૂત કરવા ના ધ્યેય થી જ નેટફ્િલક્સ ક્લિન સ્લેટ જેવી નાની કંપની ઉપર દાવ લગાવ્યો હોવાનું નિષ્ણાંતો નું માનવું છે. જો કે અનુષ્કા અને કણેશ શર્મા ની ક્લિન સ્લેટ ફિમ્સ માટે મોટી બે સ્ટ્રિમિંગ કંપની સાથે ૪૦૫ કરોડ રૂા.ની પાર્ટનરશીપ ખૂબ મોટી સફળતા અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે જોડાણ તેમના માટે આગામી સમય માટે પણ લાભદાયી રહેશે.