આરપીએન સિંહ, કિશોર ઉપાધ્યાય ભાજપા માં

યુપી વિધાનસભા ની ચૂંટણી અગાઉ કોંગ્રેસ ને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાહુલ ગાંધી ની નજીક ના મનાતા આરપીએન સિંહ મંગળવારે સવારે કોંગ્રેસ માં થી રાજીનામુ આપ્યું અને બપોરે ભાજપ માં જોડાઈ ગયા.જ્યારે ઉત્તરાખંડ માં કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાય પણ ભાજપા માં જોડાઈ ગયા હતા.આરપીએન સિંહ યુપી ની પડરના બેઠક ઉપર થી ત્રણ વખત વિધાયક અને કુશીનગર થી એક BHI, વખત સાંસદ પણ રહ્યા હતા. તેઓએ આ પૂર્વે યુપીએ ની ડૉ.મનમોહનરિગ ની સરકાર માં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. જ્યારે આ વખત ની જ યુ.પી. વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસ એ જાહેર કરેલા ૩૦ સ્ટાર પ્રચારકો ની યાદી માં પણ તેમનું નામ સામેલ હતું. આરપીએન સિંહ યુ.પી.માં કોંગ્રેસ ના મોટા નેતાઓ પૈકી ના એક મનાય છે. અને પૂર્વાચલ માં તેમનો ખાસ્સો પ્રભાવ છે. હાલ માં જ સ.પા. એ ભાજપા માં થી ઘણા ઓબીસી નેતાઓ ને લાલ ટોપી પહેરાવી હતી. યોગી મંત્રીમંડળ ના મંત્રી સ્વામિપ્રસાદ મૌર્યાને ચૂંટણી સમયે જ ભાજપા છોડી સ.પા.માં ગયા બાદ સ.પા.એ પૂર્વાચલ ના ઓબીસી વોટ મેળવવા મોટો જુગાર ખેલ્યો હતો.

જો કે ભાજપા એ કોંગ્રેસ ના પૂર્વાચલ ના દિગ્ગજ ઓબીસી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ ને ભાજપા નો કેસરીયો ખેસ પહેરાવતા સપા ના ફુગ્ગા માં થી હવા નીકળી ગઈ છે. પૂર્વાચલ ના આ નેતા છેલ્લા ૩૨ વર્ષો થી કોંગ્રેસ માં હતા. તેમનો તેમના વિસ્તાર ઉપર પ્રભાવ છે તે એ બાબત ઉપર થી સમજી શકાય છે કે તેમને ભાજપા માં સત્કારવા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી અનુરાગ કશ્યપ જેવા દિગ્ગજો હાજર હતા.આરપીએન સિંહ એ કોંગ્રેસ છોડ્યા બાદ પડરોના ના કોંગ્રેસી ઉમેદવાર મનિષ જયસ્વાલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજકુમાર સિંહ એ પણ કોંગ્રેસ માં થી રાજીનામુ આપ્યું હતું. આરપીએન સિંહ ભાજપા માં પ્રવેશ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપા ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. ના ની મુલાકાત પણ લીધી હતી.તાજેતર માં કોંગ્રેસ એ ઉત્તરાખંડ માં પૂર્વ પ્રદેશ પ્રમુખ કિશોર ઉપાધ્યાય ને પાર્ટી | વિરોધી ગતિવિધિઓ માટે પાર્ટી ના તમામ પદો ઉપર થી હટાવી દીધા હતા. કોંગ્રેસ ના જણાવ્યા પ્રમાણે ઉપાધ્યાય ને અંગત રીતે અનેકવાર ચેતવણી આપવા છતા પણ પક્ષવિરોધી પ્રવૃ ત્તિઓ જેવી કે કોંગ્રેસ ની લડાઈ ને નબળી પાડવા અને લોકો ના હિતો ને નુક્સાન પહોંચાડવા માટે ભાજપા અને અન્ય રાજકીય પક્ષો સાથે સાઠગાંઠ કરવા સંદર્ભે તેમને તમામ હોદ્દા ઉપર થી દૂર કરવા માં આવ્યા હતા. ગુરુવારે ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ ભાજપા માં જોડાઈ ને કેસરીયો ધારણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.