આર્સેલર મિત્તલ કરશે ૧ લાખ ૬૬ હજાર કરોડ નું રોકાણ

ગુજરાત ની પાટ-. નગરી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં આ લર મિત્તલ નિપ્પોન સ્ટિલ ઈન્ડિયા લિમિટેડ એ ગુજરાત માં વિવિધ છ પ્રોજેક્ટો માં કુલ ૧ લાખ ૬૬ હજાર કરોડ ના સૂચિત રોકાણો ના એમઓયુ સાઈન કર્યા હતા.આર્સેલર ના સીઈઓ દિલીપ ઓમેન અને ઉદ્યોગ વિભાગ ના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા એ એમઓયુ સાઈન કર્યા ત્યારે મુખ્યમંત્રી શ્રી, તેમના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનથન, ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તા તેમ જ આર્સેલર ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. આ એમઓયુ અન_સાર હજીરા ખાતે ની હયાત કેપ્ટિવ જેટી ના વિસ્તરણ અને આધુનિકરણ માટે ૪૨૦૦ કરોડ, હાલ ની સ્ટિલ મેન્યુ. પ્લાન્ટ ની ઉત્પાદન ક્ષમતા ૮.૬ થી વધારી ને ૧૮ મિલિયન મેટ્રિક ટન પર એનમ કરવા માટે ૪૫ હજાર કરોડ, સુરત ના સુવાલી ખાતે ના ગ્રીન સ્ટીલ પ્લાન્ટ ને પોર્ટ કેપેસિટી સાથે ના વિસ્તરણ માટે ૩૦ હજાર કરોડ તથા સુરત માં કિડીયાબેટ સ્ટીલ સિટી અને ઈન્ડ. કલસ્ટર માટે ૩૦ હજાર કરોડ રૂ.નું રોકાણ કરવા માં આવશે.

આ ઉપરાંત રાજ્ય માં વિવિધ સ્થળો એ ૧૦ ગીગાવોટ રિન્યુએબલ ગ્રીન પાવર જનરેશન પ્લાન્ટસ માટે ૪૦ હજાર કરોડ ના રોકાણ દ્વારા સોલાર વિન્ડ અને હાઈબ્રિડ એનર્જી ઉત્પન્ન કરાશે. જેના પ્રથમ તબક્કા માં ભાવનગર જીલ્લા ના કાના તળાવ પાસે ૨ ૨૦૦ મે.વો. ના પ્લાન્ટ માટે પણ એમઓયુ સાઈન કરાયા હતા. તદુપરાંત સુરત માં હજીરા ખાતે અન્ય એક ડાઉન સ્ટ્રીમ, ડોક ઓવન પ્રોજેક્ટસ માં પણ ૧૭ હજાર કરોડ રૂા.નું રોકાણ થનાર છે. આ સઘળા પ્લાન્ટ્સ ગુજરાત ની ઔદ્યોગિક આગેકૂચ અને આ ક્ષેત્રે ગુજરાત ને નેતૃ ત્વનિભાવવા માં ઉપયોગી થવા ઉપરાંત આ બધા ઉદ્યોગો થી બધા જ પ્લાન્ટ માં કુલ મળી ને અંદાજે ૧ લાખ ૮૦ હજાર થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ના અવસર નું સર્જન થશે. આ બધા જ પ્રોજેક્ટ સમયસર, નિયત સમય મર્યાદા માં શરુ થાય તે માટે ની લેવાની થતી જરુરી પરવાનગીઓ માટે વર્તમાન પોલિસીઝ ની સાથે સુસંગત રહી ને ગુજરાત સરકાર આરૂ Tલર મિત્તલ ને સહયોગ કરશે.આમ આર્સેલર મિત્તલ ના વિવિધ પ્રોડેક્ટો માં કુલ મળી ને ૧ લાખ ૬૬ હજાર કરોડ ના રોકાણ અને તેને થકી રાજ્ય માં નવી ૧ લાખ ૮૦ હજાર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર ઉભા થશે જે ગુજરાત માટે, તેના ઓદ્યોગિક વિકાસ અને પ્રગતિ માટે ખૂબ જ સારા અને શુભ સમાચાર છે.

Leave a Reply

Your email address will not be published.