ઈન્ડિયા ગેટ ઉપર નેતાજી
ભારત ની આઝાદી ના લડવૈયા, આઝાદ હિંદ ફોજ ના સ્થાપક અને દેશ ની કરોડો જનતા ના માનનીય નેતા સ્વ. સુભાષચંદ્ર બોઝ ની ૧૨૫ મી વર્ષગાંઠ ના ઉપલક્ષ્ય માં પાટનગરી નવી દિલ્હી ના ઐતિહાસિક સ્મારક ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી ની હોલોગ્રામ પ્રતિમા નું અનવરણ કર્યું હતું.આ પ્રસંગે ઈન્ડિયા ગેટ ખાતે ઉપસ્થિત દેશ ના ગૃહમંત્રી અમિત શાહ એ કાર્યક્રમ ની શરુઆત માં સંબોધન કરતા જણાવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા આવનારી પેઢીઓ ને પરાક્રમ. દેશભક્તિ અને બલિદાન ની પ્રેરણા આપતી રહેશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી એ પોતાના સંબોધન માં જણાવ્યું હતું કે આ સમય ઐતિહાસિક છે. આ સ્થળ કે જ્યાં આપણે ઉપસ્થિત છીએ તે પણ ઐતિહાસિક છે. આજે આપણે ઈન્ડિયા ગેટ ઉપર આપણી આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરી રહ્યા છીએ. નેતાજી ની ભવ્ય પ્રતિમા ડિજિટલ સ્વરૂપ માં ઈન્ડિયા ગેટ ઉપર સ્થાપિત થઈ રહી છે. ટૂંક સમય માં તેની જગ્યા એ ગ્રેનાઈટ ની વિશાળ પ્રતિમા લાગશે. આ પ્રતિમાં આઝાદી ના મહાનાયક ને કૃતજ્ઞ શ્રધ્ધાંજલી હશે. અમારી સરકાર ને નેતાજી ને લગતી ફાઈલ્સ ને જાહેર કરવા ની તક મળી.
નેતાજી જ્યારે કોઈ બાબતે નિર્ધાર કરતા ત્યાર બાદ કોઈ શક્તિ તેમને અટકાવી શકતી ન હતી. આપણે તેમની પાસે થી પ્રેરણા લઈ ને આગળ વધવા નું છે. આઝાદી ના અમૃ ત મહોત્સવ નો સંકલ્પ છે કે ભારત પોતાની ઓળખ અને પ્રેરણાઓ ને પુનઃજીવિત કરશે. એ કમનસીબ બાબત છે કે સ્વતંત્રતા બાદ દેશ ની સંસ્કૃતિ અને સંસ્કારો સાથે અનેક મહાન વ્યક્તિઓ ના યોગદાન ને ભુંસવા નું કામ થયું હતું. આજે આઝાદી મળ્યા ના દાયકાઓ બાદ દેશ આ ભૂલો ને મજબૂતપણે સુધારી રહ્યો છે. ગત વર્ષ થી દેશ માં નેતાજી ની જયંતી ને પરાક્રમ દિવસ તરીકે ઉજવવા ની શરુઆત કરવા માં આવી હતી. આજે આ પરાક્રમ દિવસ નિમિત્તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પુરસ્કાર આપવા માં આવ્યા હતા.નેતાજી સુભાષચંદ્ર બોઝ ની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે નેતાજી ની પ્રતિમા તૈયાર થાય ત્યાં સુધી તેની જગ્યા એ હોલોગ્રામ મૂર્તિ સ્થાપિત રહેશે. નેતાજીની ૨૮ ફૂટ ઊંચી પ્રતિમા ગ્રેનાઈટ માં થી ઓડિસા ના પ્રસિધ્ધ શિલ્પકાર અદ્વૈત ગડનાયક બનાવી રહ્યા છે. નેતાજી ની આ પ્રતિમા ઈંડિયા ગેટ ઉપર બનેલી છત્રી માં લગાવવા માં આવશે. હાલ માં જ ઈન્ડિયા ગેટ ઉપર થી અમર જવાન જ્યોતિ ને ખસેડી ને નેશનલ વોર મેમોરિયલ પુનઃસ્થાપિત કરવા માં આવી હતી. ભારત સરકારે કરેલી અન્ય એક જાહેરાત મુજબ હવે પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી જે પરંપરાગત રીતે ૨૪ મી જાન્યુ. થી થતી હતી તે પણ હવે નેતાજી ની જયંતી ૨૩ મી જાન્યુ.ના પરાક્રમ દિવસ થી શરુ થશે.