એર ઈન્ડિયા બની ટાટા ની

આખરે ૬૯ વર્ષ ના લાંબા સમયગાળા બાદ એર ઈન્ડિયા ની ઘરવાપસી થઈ ગઈ છે. ર૭ મી ડિસે. ૨૦૨૨ થી હવે એર ઈન્ડિયા ભારત સરકાર નું સાહસ (કે દુરૂ હસ) ના રહેતા ટાટા સન્સ ના આધિપત્ય હેઠળ ખાનગી કંપની બની ગઈ છે.ભારત ના જાણિતા ઉદ્યોગપતિ જેઆરડી તાતા એ એપ્રિલ૧૯૩૨ માં તેની સ્થાપના કરી હતી. ત્યારે તેનું નામ ટાટા એરલાઈન્સ – એરલાઈન્સ ની પ્રથમ કોમર્શિયલ લાઈટ એ ૧૫ ઓક્ટો. ૧૯૩૨ માં ઉડાન ભરી હતી. જ્યારે ૧૯૩૩ માં પેસેજરો સાથે ની પહેલી ફ્લાઈટે ઉડાન ભરી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ ભારત માં થી સામાન્ય ફ્લાઈટ્સ શરુ થઈ અને તેનું નામ એર ઈન્ડિયા રખાયું. તેને જાહેર ક્ષેત્ર ની કંપની બનાવાઈ. ૧૯૪૭માં આઝાદી પછી રાષ્ટ્રિય એરલાઈન્સ ની જરુર હોવા થી સરકારે તેનો ૪૯ ટકા હિસ્સો ખરીદ્યો હતો. ત્યાર બાદ ૧૯૫૩ માં ભારત સરકારે કોર્પોરેશન એક્ટ પસાર કરયો અને ટાટા જૂથ પાસે થી બહુમત હિસ્સો પણ ખરીદી લીધો અને ત્યાર થી એર ઈન્ડિયા સંપૂર્ણ સરકારી કંપની બની ગઈ હતી. ૧૯૫૪માં તેનું રાષ્ટ્રીય કરણ કર્યા બાદ બે કંપનીઓ માં વિભાજીત કરી દેવાઈ. જેમાં ઈન્ડિયન એરલાઈન્સ ડોમેસ્ટીક ઉડાનો માટે અને એર ઈન્ડિયા વિદેશી સટ માટે રખાઈ.

૨૦૦૦ ની સાલ સુધી નફાકારક રહેલી કંપની એ ૨૦૦૧ માં પ્રથમવાર ગુરૂની નોંધાવી જે આજપર્યંત ચાલુ રહી તેમ જ સતત વધતી રહી. આખરે સરકારે ૨૦૧૭ માં એર ઈન્ડિયા માં ખાનગીકરણ માટે મંજુરી આપી હતી. ત્યાર બાદ સૌ ki njપ્રથમ માર્ચ ૨૦૧૮ માં PIJDI કંપની નો ૭૬ ટકા હિસ્સો વેચવા રસ ધરાવતી પાટTઓ પાસે અરજીઓ મંગાવાઈ. પરંતુ ૨૪ ટકા ભારત સરકાર ના હિસ્સા સાથે ૭૬ ટકા નો હિસ્સો ખરીદવા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય એક પણ કંપની આગળ ના આવી. આખરે બધી ફેરવિચારણા બાદ ૨૦૨૦ માં ભારત સરકારે એર ઇન્ડિયા નો ૧૦૦ ટકા હિસ્સો વેચવા નો નિર્ણય કર્યો. આ ઉપરાંત એર ઈન્ડિયા ના કુલ ૬૦ હજાર કરોડ ના દેવા ને પણ અડધુ કરી દેતા ૩૦ હજાર કરોડ નુ દેવુ સરકારે માથે લીધું. આ વખતે સપ્ટે. ૨૦૨૧ માં સરકાર ને વેચાણ માટે બે બોલીઓ મળી હતી. જે પૈકી એક બોલી સ્પઈસજેટ ના એમ.ડી. અજય સિંહ એ લગાવી હતી. જ્યારે બીજી બોલી ટાટા જૂથ તરફ થી હતી. આખરે નિર્ણય ટાટા જૂથ ની તરફેણ માં થયો. આમ ૧૯૫૩ માં ટાટા જૂથ પાસે થી કેન્દ્ર સરકારે તમામ હિસ્સો લઈ એર ઈન્ડિયા નું રાષ્ટ્રીયકરણ કર્યા બાદ આખરે ૬૯ વર્ષે એર ઈન્ડિયા ની ટાટા જૂથ માં ઘરવાપસી થઈ ગઈ

Leave a Reply

Your email address will not be published.