કેનેડા-યુએસ ની બોર્ડર પાસે ‘૪ ગુજરાતીઓ ના મોત
મેનિટોબા રોયલ કેનેડીયન માઉન્ટેડ પોલિસ (આરસીએમપી) ના ગુરુવારે જણાવ્યા પ્રમાણે એમર્સન નજીક ની કેનેડા-યુ.એસ. બોર્ડર નજીક, કેનેડા ની હદ માં બુધવારે ચાર શબ મળ્યા હતા. જે પૈકી બે વયસ્કો અને એક ૧૨ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષ ના પુત્ર ના હતા. જ્યારે આ શબ ખુલ્લા માં મળ્યા ત્યારે તાપમાન -૩પ ડિગ્રી સેલ્સિયસ હતું.રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલિસ ના જણાવ્યા પ્રમાણે અધિકારી ને સૌ પ્રથમ ત્રણ મૃતદેહો મળ્યા હતા. આ જગ્યા અમેરિકા ની બોર્ડર થી માત્ર ૧૦ મિટર ના જ અંતરે હતી. ત્યાર બાદ આ સ્થળે વધારે શોધખોળ કરતા એક વધુ મૃતદેહ મળી આવ્યો હતો. આ ગમખ્વાર ઘટના માનવ તસ્કરી નો હોવા નું પ્રાથમિક તપાસ માં જણાયું હતું. આ મૃ તકો ઉત્તર ગુજરાત ના કલોલ તાલુકા ના પટેલ પરિવાર ના હોવા નું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું હતું. અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ ના અહેવાલ પ્રમાણે લો એ– ફોર્સમેન્ટ એ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે બે મુસાફરો વાન માં હતા.
એજન્ટ પી શાંદ કોઈ પણ જાત ના દસ્તાવેજો વગર મુસફરી કરનારા ભારતીય નાગરિકો ને વાન માં લઈ ને આગળ વધી રહ્યા હતા. નોર્થ ગકોટા બોર્ડર પોલિસ સ્ટેશન પાસે પહોંચી ને ફલોરિડા નો એજન્ટ સ્ટિવ સેન્ડ અન્ય ૫ મુસાફરો ને વાન માં બેસાડવા પ્રયત્ન કરી રહ્યો હતો. આ દરમ્યિાન સ્ટિવ સેન્ડ ની ધરપકડ કરી લેવાઈ હતી. આરસીએમપી ના નિવેદન માં જણાવ્યા મુજબ તપાસ ના પ્રારંભિક તબક્કા માં એમ લાગે છે કે આ ચારેય જણા ના બરફ ના તોફાન માં થીજી જવા ના કારણે મોત થયા હતા. આ ચારેય મૃ તકો એ ગૃપ નો હિસ્સો હતા જેમને બોર્ડર ની નજીક અમેરિકન ક્ષેત્ર માં થી ઝડપી લેવાયા હતા. મરનાર ચારેય ના મૃતદેહો બોર્ડર થી માત્ર ૯ થી ૧૨ મીટર ના અંતરે થી જ મળી આવ્યા હતા. આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે. સ્ટિવ સેન્ડ ખૂબ મોટી રકમ લઈ ને ગેરકાયદેસર ટુડન્ટ વિઝા અપાવી ઘુસણખોરી કરાવતો હતો. આ ગમખ્વાર ઘટના ની તપસ કરી રહેલી આરસીએમપી ની ઝીણવટભરી, તલસ્પર્શી તપાસ માં માનવ તસ્કરી નું મોટુ રેકેટ ઝડપાવા ની શક્યતા છે. ભારત સરકાર ના વિદેશમંત્રી એસ. જયશંકરે પણ અમેરિકા સાથે ની કેનેડા ની સરહદ માં ચાર કુટુંબીજનો નો આખો પરિવાર -૩૫ ડિગ્રી સેલ્સિયસ ની કાતિલ ઠંડી માં થીજી જઈ ને મૃત્યુ પામ્યા ના સમાચાર થી ખૂબ દુઃખ અનુભવ્યું હતુ.