ગૌતમ અદાણી ભારત ના સૌથી શ્રીમંત
ભારત ના અને એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ નો ખિતાબ વર્ષો સુધી ધારણ કરનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના વડા મુકેશ અંબાણી પાસે થી હવે આ તાજ છિનવાઈ ચૂક્યો છે. ગૌતમ અદાણી દેશ ના અને એશિયા ના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે.આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા-યુક્રેન ના સંભવિત યુધ્ધ ના પગલે વિશ્વભર ના શેરબજારો મંદી ની ચાલ માં છે. ભારતીય શેરબજારો માં પણ પાછલા બે-ત્રણ દિવસ થી મંદી નો માહોલ છવાયો છે. જેના પગલે ઘણી કંપનીઓ ના શેરો માં પતન નોંધાયું છે. રિલાયન્સ ના શેરો માં પણ સતત ઘટાડો નોંધાતા મુકેશ અંબાણી ની સંપત્તિ માં મોટાપાયે ધોવાણ થયુ હતું. જેના પગલે ૨૫મી જાન્યુઆરી એ મુકેશ અંબાણી ની નેટવર્થ ૮૯.૮ અબજ ડોલર અર્થાત કે ૬.૭૧ લાખ કરોડ રૂા. થઈ ગઈ હતી. જ્યારે ૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૨ નો સૂરજ ગૌતમ અદાણી ની કિસ્મત માં સોનેરી ઉદય લાવ્યો હતો. ગૌતમ અદાણી ની નેટવર્થ ૯૦ અબજ ડોલર એટલે કે ૬.૭૨ લાખ કરોડ રૂા. નોંધાતા અંબાણી ને પાછળ છોડી ને ગૌતમ અદાણી પ્રથમવાર ભારત ના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા હતા.
જો કે ગૌતમ અદાણી ની સંપત્તિ માં પણ ધોવાણ નોંધાયું છે કારણ કે માત્ર એક સપ્તાહ પહેલા તેમની ૧૮ મી જાન્યુ.૨૦૨૨ ના રોજ નેટવર્થ ૯૩ અબજ ડોલર ની હતી જે ૨૫ મી જાન્યુ.એ ઘટી ને ૯૦ અબજ ડોલર નોંધાઈ હતી. જો કે આ એક જ અઠવાડીયા દરમ્યિાન મુકેશ અંબાણી ની સંપત્તિ માં અદાણીકરતા પણ વધારે ઘટાડો નોંધાયો હતો. આ બન્ને ગુજરાતીઓ ની સંપત્તિ માં છેલ્લા પાંચ વર્ષો માં થયેલો ઉત્તરોત્તર વધારો ઘણો રસપ્રદ ‘છે. ૨૦૧૮ માં અંબપણી ની નેટવર્થ ૩.૭૧ લાખ કરોડ રૂા. હતી જ્યારે અદાણી ની માત્ર ૦.૭૧ લાખ કરોડ રૂા., ૨૦૧૯ માં અંબાણી ની ૩.૮ લાખ કરોડ જ્યારે અદાણી ની ૦.૯૪ લાખ કરોડ, ૨૦૨૦ માં અંબાણી ની ૬.૫૮ લાખ કરોડ જ્યારે અદાણી ની ૧.૪ લાખ કરોડ, ૨૦૨૧ માં અંબાણી ની ૭.૧૪ લાખ કરોડ જ્યારે અદાણી ની ૪.૧૮ લાખ કરોડ અને આખરે ૨૫ મી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ અંબાણી ની નેટવર્થ ૬.૭૧ લાખ કરોડ રૂા. થી અધિક અદાણી ની નેટવર્થ ૬.૭૨ લાખ કરોડ રૂા.ની થઈ ગઈ છે.જો કે હજુ ૨૫ મી જાન્યુ.૨૦૨૨ એ પણ અંબાણી ની રિલાયન્સ જૂથ ની માર્કેટ કેપ ૧૫.૭૧ લાખ કરોડ રૂા.ની છે જેની સામે અદાણી ગૃપ ની માર્કેટ કેપ ૧૧ લાખ કરોડ રૂા.ની છે. આમ કંપની માર્કેટ કેપ ની બાબતે હજુ અંબાણી જૂથ અદાણી ગૃપ ઉપર સરસાઈ ભોગવે છે.