ત્રીજી વન-ડે અને સિરીઝ હાર્યા

ટીમ ઈન્ડિયા એ ટી-૨૦ વર્લ્ડકપ માં શરમજનક દેખાવ કરી હાર મેળવ્યા બાદ દ.આફ્રિકા ના પ્રવાસે પણ હારવા નો સિલસિલો ચાલુ જ રહ્યો હતો. દ.આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ વન-ડે સિરીઝ માં પણ દ.આફ્રિકા એ ટીમ ઈન્ડિયા નો વ્હાઈટ વોશ કરતા ૩-૦ થી સિરીઝ જીતી લીધી હતી.૨૩ મી જાન્યુ. રવિવારે દ.આફ્રિકા ના ન્યૂલેન્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ત્રણ વન-ડે ની સિરીઝ પૈકી ની પ્રથમ બન્ને વન-ડે હાર્યા બાદ ત્રીજી વન-ડે માં ભારતે ટોસ જીતી ને બોલિંગ પસંદ કરતા દ.આફ્રિકા ના ઓપનર વિકેટકીપર ક્વિન્ટન ડિકોક અને મલાન એ ઓપનીંગ કર્યું હતું. જો કે મલાન અંગત ૧ રને આઉટ થતા દ.આફ્રિકા ની ૮ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર બાદ કેપ્ટન બધુમા પણ ૮ રને અને માર્કમ ૧૫ રને આઉટ થતા ૭૦ રને ૩ વિકેટ સ્કોર થયો હતો. ત્યાર બાદ રાસ્સી ના પર, મિલર ના ૩૯ અને ક્વિન્ટન ડિકોક ના શાનદાર ૧૨૪ રન ની મદદ થી દ.આફ્રિકા એ ૪૮.૫ ઓવરો માં ૨૮૭ રન કરી ને ઓલ આઉટ થઈ ગયા હતા. ટીમ ઈન્ડિયા તરફ થી પ્રસિધ્ધ ક્રિષ્ણા ને ૩ વિકેટો દિપક ચાહર અને બુમરાહ ને ર-૨ અને યજુવેન્દ્ર ચહલ ને ૧ વિકેટ મળી હતી.ટીમ ઈન્ડિયા એ જીતવા માટે ૨૮૮ રન નો પડકાર ઝીલતા કેપ્ટન લોકેશ રાહુલ અને શિખર ધવને ઓપનીંગ કર્યું હતું.

જો કે લોકેશ રાહુલ અંગત ૮ રને આઉટ થતા ટીમ ઈન્ડિયા ની ૧૮ રને પ્રથમ વિકેટ પડી હતી. જો કે ત્યાર બાદ શિખર ધવન અને પૂર્વ કપ્તાન વિરાટ કોહલી એ સુંદર રમત નું પ્રદર્શન કરતા બન્ને બેટ્સમેનો એ પોતાની અડધી સદી પુરી કહી હતી. જો કે ત્યાર બાદ ધવન અંગત ૬૧ રને આઉટ થતા આ જોડી ની ૯૮ રન ની ભાગીદારી તૂટતા ૧૧૬ રને બીજી વિકેટ પડી હતી. આ મેચ દરમ્યિાન ઘણા કેચ અને સ્ટમ્પિગ છોડનાર | વિકેટ કિપર ઋષભ પંત પ્રથમ બોલે જ શૂન્ય રન માં આઉટ થતા ૧૧૮ રને ત્રીજી વિકેટ પડી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી ના ૬૫, સૂર્યક_માર યાદવ ના ૩૯, દિપક ચહર ના ૫૪ અને શ્રેયસ ઐય્યર ના ર૬ રન ની મદદ થી ટીમ ઈન્ડિયા ૪૯.૨ ઓવરો માં ૨૮૩ રન બનાવી ઓલઆઉટ થતા આ રસાકસીભરી મેચ માં આખરે ૪ રને ટીમ ઈન્ડિયા નો પરાજય થયો હતો. દ.આફ્રિકા તરફ થી એન્ગિડી અને ફેટલુકવાયો એ ૩-૩ પ્રિટોરિયસ ને ર જ્યારે કેશવ મહારાજ અને મગાલા ને ૧-૧ વિકેટો મળી હતી. દ.આફ્રિકા એ મેચ જીતતા જ તેના સ્પિનર કેશવ મહારાજે મેદાન ઉપર થી જયશ્રી રામ નો જયઘોષ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.