દાદીમા ના નુસખા
-ધાણા તથા સાકરનો કાઢો દિવસમાં ચારવાર પીવાથી અપચો મટી જાય છે.
– કુલથીના પાંદડાનો રસ પીવાથી અપચો મટી જાય છે. – જાંબુની છાલ સૂકવી લો, પછી તેને વાટી ચૂરણ બનાવો. એક ચમચી ચૂરણ દરરોજ ખાવાથી ખાટા ઓડકાર તથા અપચાની વ્યાધિ મટી જાય છે.
– એક ચમચી રાઈ માં અડધી ચમચી મેથી દાણાને મેળવી એમને એમ આખું જ છાશ કે ગરમ પાણીથી ફાંકો.
– અડધો કપ ટામેટાનો રસ લઈ તેમાં બે ચપટી સિંધવ મીઠું અને ચાર પાંચ મરી વાટીને મેળવો. આને પીવાથી અજીરણ મટી જાય છે.
– નારંગીની ચીરી પર (કળીપર) સિંધવ મીઠું અને વાટેલી સુંઠ નાંખી ખાવાથી અપચો દૂર થાય છે.
– નાની હરડે, લવિંગ તથા મીઠું – આનો કાઢો બનાવી પીવાથી પણ અપચો મટી જાય છે.
– તુલસીના ચાર પાંચ પાન, ચાર દાણા મરી, એક ચમચી સૂંઠ, એક ચમચી અજમો તથા જરાક સિંધવ મીઠું – આ બધાંનો કાઢો બનાવી પીઓ.
પથ્ય-અપથ્ય – લીલાં શાક જેમ કે મૂળા, પાલક, મેથી, દૂધી, તુરિયા, પરવળ વગેરે ખાવા જોઈએ. રેશાવાળી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવી. લોટની રોટલી સાથે ચોકર (ભૂસી)ની રોટલી પણ ખાવી. બપોરના ભોજન પછી આરામ અને રાત્રે જમ્યા પછી – બે કિ.મી. જેટલું ટહેલવું જોઈએ. મરચાં, મસાલા, ગરિષ્ઠ ભોજન, માછલી, દારૂ, ઈંડા વગેરે ખાવા જોઈએ નહીં.
જો અજીરણ જૂનો હોય તો ઘઉંની ભૂલી, મગની દાળ, છાશ જરૂર પીઓ. ઉનાળાની ઋતુમાં હુંફાળું ગરમ પાણી પી શકો. ફ્રિઝમાં પડેલું ખાવાનું, શાક દાળ વગેરે ખાવા જોઈએ નહીં. હંમેશા તાજુ અને પૌષ્ટિક ભોજન જ કરવું જોઈએ.
મનમાં ક્રોધ, ઈર્ષ્યા, તણાવ વધુ પૈસા કમાવવાની લાલચ બિલકુલ રાખવી નહીં. દરેક કાર્યો સમજી વિચારીને ધીરજપૂર્વક કરો. મનના વિચારોનો પ્રભાવ પેટ પર પડે છે. ક્યારેય ફાસ્ટફૂડ ખાવું જોઈએ નહીં. દરરોજ શરીર પર તેલની માલિશ કરી સ્નાન કરો. મંદાગ્નિ જઠરાગ્નિ મંદ પડી જાય તેને મંદાગ્નિ કહેવાય છે. આ રોગમાં જઠર તેમજ આંતરડાની પચાવવાની શક્તિ ઓછી થઈ જાય છે જેને કારણે ખાધેલું ભોજન જેમનું તેમ પેટમાં પડ્યું રહે છે. આમાં ભૂખ લાગતી નથી તથા પાણી પીવાની ઈચ્છા પણ થતી નથી. જેને લીધે શરીરમાં વિષ ઉત્પન્ન થવા લાગે છે. ગેસ પણ વધી જાય છે. ઘણીવાર તો મળમૂત્ર નસીમા સુધ્ધાં અટકી જાય છે.
કોઈ કોઈ વાર પેટમાં વાયુનો ગોળો ફરવા લાગે છે. વાયુ ન નિકળે તો તે સ્થિતિમાં હૃદય પર દબાણ પડે છે તેથી હૃદયના ધબ કારા વધી જાય છે. તે વખતે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી નડે છે. ગભરામણને કારણે રોગી વ્યાકુળ થઈ છટપટાય છે અને કઈ રીતે આરામ મળે તે વસ્તુ શોધે છે. રોગીને તો એવું લાગે છે કે જાણે હૃદય રોગનો હુમલો થયો હોય. હકીકતમાં અડધું પચેલું ભોજન આંતરડ| માં સડવા લાગે છે જેની શુષ્કતા અને વાયુ વ્યક્તિને પરેશાન કરે છે.
કારણો – આપણે જે કંઈ ખાઈએ છીએ તે જઠરમાં જાય છે પરંતુ શોક, ક્રોધ, ચિંતા, ભય, ઈર્ષ્યા, મળમૂત્ર રોકવા, દિવસમાં વધુ સૂવું, રાત્રે મોડે સુધી જાગવું, વાસી અને ગરિષ્ઠ ભોજન કરવાથી, શરાબ, સિગરેટ વગેરે પીવાને કારણે આ રોગ થઈ જાય છે. અને આ વિકારો ભોજનને ઝેરીલો બનાવે છે. તેથી ભોજનની પ્રાકૃતિક પાચનક્રિયા મંદ પડી જાય છે.
લક્ષણો – મંદાગ્નિમાં પેટ ભારે થઈ જાય છે. વારંવાર વાયુ ઉપરની તરફ ચઢે છે. તેથી ઓડકાર આવે છે. મળમૂત્ર બરાબર થતો નથી વારંવાર સંડાસ જેવું