નાદારી ના આરે પાકિસ્તાન, ‘ક્ટોર ખાન નો ડીમ પ્રોજેક્ટ
પાકિસ્તાન ની આર્થિક હાલત નાદારી ના આરે ઉભેલા રાષ્ટ્ર ની છે. વૈશ્વિક મંચ ઉપર પાક. વડાપ્રધાન ઈમરાન ખાન ને કટાક્ષ માં કટોરા ખાન કહેવાય છે ત્યારે તેઓ તેમના ડ્રીમ પ્રોજેક્ટ રાવી સિટી પ્રોજેક્ટ કે જે પર હજાર કરોડ નો છે તેને આગળ વધારવા માં વ્યસ્ત છે.ભા૨તા– કિસ્તાન ની પંજાબ સ્થિત આંતરરાષ્ટ્રીય વાઘા બોર્ડર થી માત્ર ૩૮ કિ.મી. દૂર પાકિસ્તાન ના મહત્વકા“ક્ષી રાવી મેગા સિટી પ્રોજેક્ટ સામે સ્થાનિક કિસાનો એ જ વિરોધ નું રણશિંગુ ફૂંક્યું છે. એક તરફ પાકિસ્તન સાઉદી અરેબિયા લોન નો હપ્તો પાછો માંગે ત્યારે લોન ચૂકવવા નવી લોન લેવા ચીન દોડે છે. આઈએમએફ નું ફંડ મેળવવા તેમણે લાદેલી આકરી શરતો ના પરિણામે દેશ માં પેટ્રોલ, વિજળી ના ભાવો આસમાન ને આંબે છે અને પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે અને પાકિસ્તાની રૂ.નું ઐતિહાસિક અવમુલ્યન થઈ ચુક્યુ છે ત્યારે કટોરા ખાન ૪૬ ચોરસ કિ.મી. વિસ્તાર માં પર હજાર કરોડ રૂા.ના ખર્ચે રાવી મેગા સિટી બનાવવા ના મુંગેરીલાલ ના હસીન સ્વપ્ના જેવી યોજના સાકાર કરવા પ્રયત્નશીલ છે. રાવી સિટી પાકિસ્તાન ના મહત્વ ના એક કરોડ ની આબાદીવાળ લાહોર નાં સિસ્ટમ સિટી તરીકે વિકસાવવા ની યોજના છે. જો કે આ માટે જે સ્થળ ની પસંદગી કરાઈ છે તેની સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.
આ નદી કિનારા ની ખેડૂતો ની ફળદ્રુપ જમીન માત્ર નામ ના વળતર સાથે હસ્તગત કરી રહી છે. જો કે આની સામે સ્થાનિક ખેડૂતો સંગઠીત થઈ ને લાહોર હાઈકોર્ટમાં કે અરજી કરી હતી. ત્યાર બાદ લાહોર હાઈકોર્ટ | એ ગત વર્ષે રાવી મેગા સિટી પ્રોજેક્ટ ઉપર પ્રતિબંધ નો આદેશ લગાવ્યો હતો. ત્યાર થી આ પ્રોજેક્ટ કે જેનો શિલાન્યાસ કટોરા ખાન એ કર્યો હતો તે બંધ પડ્યો છે. ખેડૂતો નું કહેવું છે કે સરકાર નામ નું જ વળતર આપી રહી છે જે અમને મંજૂરી નથી. આ વર્ષો થી અમારી જમીન છે જે અમે ક્યારેય નહીં વેચીએ. જ્યારે અર્બન ટાઉન પ્લાનર ફૌજિયા કુરેશી નું કહેવું છે કે આ સરકાર લાહોર માં તો સુવિધા આપી નથી શકતી અને રાવી સિટી યોજના લઈ ને આવી છે. લાહોર થી નજીક હોવા ના કારણે આગમી સમય માં લાહોર નો આડેધડ વસવાટ રાવી સિટી માં પણ ફેલાશે. આ યોજના જ અયોગ્ય છે. આમ પેલી વિશ્વપ્રસિધ્ધ ઉક્તિ જ્યારે રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો” ની માફક નાદારી ના આરે ઉભેલા પાકિસ્તાન ના વડાપ્રધાન રાવી મેગા સિટી પ્રોજેક્ટ ના સપના જુવે છે.