પંજાબ માં ભાજપા ને ગઠબંધન ની સમજૂતિ
પંજાબ વિધાનસભા ની ૨૦ મી ફેબ્રુઆરી ના રોજ યોજાનારી ચૂંટણી ને અનુસરી ને ભાજપા અને તેના સાથી પક્ષો દ્વારા સીટ બેંચણી ની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. જે અંગે ની જાહેરાત સોમવારે ભાજપા ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા એ પાટનગરી નવી દિલ્હી ખાતે કરી હતી.ભાજપા ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ દિલ્હી માં જ્યારે બેઠકો ની વહેંચણી ની જાહેરાત કરી ત્યારે ગઠબધન ના સાથી પક્ષો પંજાબ લોક કોંગ્રેસ ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિગ અને શિરોમણી અકાલી દળ (સંયુક્ત) ના નેતા સુખદેવ સિંગ ઢીંગરા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની વચ્ચે બેઠકો ની વહેંચણી અંગે સમજૂતિ સધાઈ છે તે અનુસાર ભાજપા – ૬૫, પંજાબ લોક કોંગ્રેસ-૩૭ અને એસએડી સંયુક્ત ૧૫ બેઠકો ઉપર થી ચૂંટણી લડશે. જો કે બેઠકો ની સમજૂતી જાહેર કર્યા અગાઉ જ આ ગઠબંધન પંજાબ વિધાનસભા ની ૧૧૭ બેઠકો ઉપર થી ૭૧ ઉમેદવારો સહમતિ થી જાહેર કરી ચૂકી હતી. મંગળવાર થી પંજાબ માં ઉમેદવારી ની પ્રક્રિયા શરુ થઈ રહી છે જેને અનુલક્ષી ને ગઠબધન ચૂંટણી રણનીતિ ને ઝડપભેર આખરી ઓપ આપી રહી છે.
કેપ્ટન અમરિન્દર સિંગ આ પૂર્વે જ પોતાની પંજાબલોક કોંગ્રેસના ૨૨ ઉમેદવારો ની યાદી જાહેર કરી ચૂક્યા છે જે અનુસાર તેઓ પોતે પોતાની પરંપરાગત પટિયાલા શહેર વિધાનસભા સીટ ઉપર થી ચૂંટણી લડશે. જો કે સોમવારે પત્રકાર પરિષદમાં પંજાબ લોક કોંગ્રેસ ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંગ એ પંજાબ કોગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મંત્રી નવજોત સિંગ સિધ્ધ ઉપર ચોકાવન રિા આક્ષેપો કરતા કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પાકિસ્તમન ના વડાપ્રધાન ઈમરાન ખાન એ સિધુ ને મંત્રીમંડળ માં સામેલ કરવા વિનંતી પત્ર મોકલ્યો હતો. જો કે સિધ્ધ એ બિલકુલ અયોગ્ય વ્યક્તિ છે. તેના મંત્રીમંડળ ના ૭૦ દિવસો માં એક પણ ફાઈલ ઉપર સાઈન નથી કરી. હું પંજાબ નો મુખ્યમંત્રી હતો ત્યારે એક હજાર થી વધુ રાયફલ, પિસ્ટલ, આરડીએક્સ જેવો દારુગોળો જે ડ્રોન દ્વારા સરહદ પાર થી મોકલાયો હતો તે પકડાયો હતો. ૧૦ જુલાઈ સુધી માં સરહદ થી ૩૧ કિ.મી. સુધી ડ્રોન્સ હથિયારો અને ડ્રગ્સ પહોંચાડતા હતા. આથી જ બીએસએફ ની રેન્જ ૧૫ કિ.મી. થી વધારી ને ૫૦ કિ.મી. કરાઈ હતી. જેઓ શરુઆત માં આનો વિરોધ કરતા હતા તેઓ ને આ બાબત થી વાકેફ કરવા માં આવ્યા હતા. આમ પંજાબ વિધાનસભા ની ચૂંટણી અગાઉ બેઠકો ની ફાળવણી ની જાહેરાત અને સિધ્ધ ઉપર પ્રહારો શરુ થઈ ગયા છે.