પુતિન ની પ્રશંસા કરવી ભારે પડી

અત્યારે એક તરફ જ્યારે રશિયા ની સામે અને યુક્રેન ની તરફેણ માં અમેરિકા સહિત નાટો ના દેશો રશિયા ને યુક્રેન ઉપર હુમલો કરતા અટકાવવા હર સંભવ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જર્મની ના નેવી ચીફ ને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ની પ્રશંસા કરવી ભારે પડી ગઈ હતી અને તેમને નૌતેના પ્રમુખપદે થી રાજીનમુ આપવું પડ્યું હતું.નવી દિલ્હી માં યોજાયેલા એક થિંક ટેંક કાર્યક્રમ માં જર્મની ના નેવી ચીફ અશિમ શૌનબેક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ કાર્યક્રમ માં રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ની પ્રશંસા કરતા કહ્યું હતું કે રશિયા સન્માન નું હક્કદાર છે. કીવ ક્યારેય પણ મોસ્કો થી ક્રિમીયા ને પરત લેવા માં આવશે નહીં. જો કે થોડા સમય બાદ તેમને પોતાની ભૂલ સમજાતા તેમણે તત્કાલ માફી માંગવા ઉપરાંત પોતાની ટિપ્પણી ને પરત ખેંચી લીધી હતી. પરંતુ ત્યાં સુધી માં ઘણુ મોડુ થઈ ચુક્યુ હતું. તેમનો આ પુતિન ની પ્રશંસાવાળો વિડીયો સોશ્યિલ મિડીયા ઉપર વાયરલ થઈ ગયો હતો.

આ વિડીયો માં તેમણે રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન સાથે સૌ ને સારા સંબંધો બનાવવા ની વિનંતી પણ કરી હતી. હવે હાલ માં જ યુક્રેન ને નાટો ના સભ્ય દેશો બ્રિટને પોતાના એન્ટિ ટેન્ક શસ્ત્રો આપવા ઉપરાંત કેનેડા એ તો પોતાની સ્પે. બટાલિયન કીવ પહોંચી પણ ગઈ છે. આવા સમય માં રશિયા ના રાષ્ટ્રપતિ ની પ્રશંસા નો વિડીયો વાયરલ થતા પશ્ચિમી દેશો માં હોબાળો મચવો સ્વાભાવિક હતો. એક તરફ નાટો ના દેશો એટલે કે નોર્થ અમેરિકા અને યુરોપ ના ૩૦ દેશો ના સંગઠન નો છેક ૧૯૫૫ થી સભ્ય દેશ જર્મની ના નેવી ચીફ રશિયન રાષ્ટ્રપતિ પુતિન ની ન માત્ર પ્રશંસા કરી રહ્યા હતા પરંતુ રશિયા ને સન્માન ના અધિકારી ગણાવ્યા હતા. આમ ભારત થી ઉઠેલો પવન પશ્ચિમી દેશો માં અને ખાસ કરી ને નાટો સભ્ય દેશો માં આંધી બની ને ફૂંકાયો. જર્મની ઉપર ચોતરફા વધેલા દબાણ ના પગલે જર્મની ના રક્ષામંત્રી ક્રિસ્ટીન લેબ્રેચ એ આકરી પ્રતિક્રિયા આપી. તેમણે રશિયા ના રાષ્ટપતિ પુતિન ની પ્રશંસા કરવા બદલ પોત|ાના નેવી ચીફ શોનબેંક ની ઝાટકણી કાઢતા તેમનું રાજીનામુ માંગી લીધું. રક્ષામંત્રી એ રાજીનામુ માંગ્યા બાદ જર્મની ના નેવી ચીફ શૌનબેંક પાસે રાજીનામુ આપ્યા વગર અન્ય કોઈ વિકલ્પ ન હતો. આમ રશિયા ના રાષ્ટપતિ ની પ્રશંસા કરવી જર્મની ના નેવી ચીફ ને ભારે પડી હતી.

Leave a Reply

Your email address will not be published.