પુષ્પા ધ રાઈઝ ની અકલ્પનિય સફળતા

પુષ્પા – ધ રાઈઝ પાર્ટ૧ એ મૂળ તેલુગુ ભાષા માં બનેલી ફિલ્મ છે. જેના લેખક અને દિગ્દર્શક સુકુમાર છે. મૂળ તેલુગુ ફિલ્મ ને તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષા માં પણ ડબ કરી ને ૧૦ ડિસે. ૨૦૨૧ ના દિવસે રિલીઝ કરાઈ હતી. ફિલ્મ માં પુષ્પા નો ટાઈટલ રોલ દક્ષિણ ના જાણિતા સ્ટાર અલ્લુ અર્જુન એ ભજવ્યો છે અને તેની સાથે લીડ રોલ માં રશ્મિકા મંદાના એ સાથ નિભાવ્યો છે.પુષ્પા – ધ રાઈઝ ફિલ્મ રિલીઝ થતા જ બોક્સ ઓફિસ ઉપર કમાણી ના ઘણા રેકર્ડ તોડી પાડયા છે. ફિલ્મ રિલીઝ થયા ના ૪૦ મા દિવસે પણ બોક્સ ઓફિસ ઉપર બંપર કમાણી કરી રહી છે. અને અત્યાર સુધી માં વિશ્વભર માં થી ફક્ત બોક્સ ઓફિસ ઉપર થી જ ૩૪૫ કરોડની જંગી કમાણી કરી ચૂકી છે. પુષ્પા ના હિન્દી વર્ઝન એ બોલિવુડ ફિલ્મો માં પણ સફળતા ની પતાકાઓ લહેરાવી સૌ ને આશ્ચર્યચકિત કરી નાંખ્યા હતા. પુષ્પા ની ૧૦ ડિસે. ની રિલીઝ ના એક સપ્તાહ પછી જ એટલે કે ૨૪ મી ડિસે.

એ બોલિવુડ ની બે બિગ બજેટ મની રિલીઝ થઈ કબીર ખાન ની રણવીર સિંહ સ્ટારર ૮૩ અને અક્ષયક_માર, ધનુષ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ અતરંગી રે. જે પૈકી ૮૩ સુપર ફલોપ ફિલ્મ અને અતરંગી રે એવરેજ ફિલ્મ સાબિત થઈ. જ્યારે ફિલ્મ રિલીઝ ના ૪૦ મા દિવસે પણ પુષ્પા હિન્દી બેલ્ટ માં થિયેટરો માં સારુ પ્રદર્શન કરી રહી છે. હાલ માં કોરોના પ્રતિબધો ના કારણે ૫૦ ટકા ક્ષમતા સાથે થિયેટરો ચાલતા હોવા છતા પુષ્પા તેના હિન્દી વર્ઝન માં થી જ ટૂંક સમય માં ૧૦૦ કરોડ ના આંક ને પાર કરી દેશે તેમ મનાય છે.ફિલ્મ ની વાર્તા આંધ્રપ્રદેશ ના જંગલો માં ઉગતા લાલ ચંદન ની તસ્કરી ઉપર આધારીત છે. અલ્લુ અર્જુન કઈ રીતે એક સામાન્ય મજદૂરી કરતા માણસ માં થી ચંદનચોર તસ્કરી ગેંગ ના બિગ બોસ સુધી ની સફર પુરી કરે છે તે આ ફિલ્મ માં દર્શાવ્યું છે. જો કે આ ફિલ્મ માં અલ્લુ અર્જુન ના કદરૂપા દેખાવ છતા તેની અલગ જ સ્ટાઈલ ના ડાન્સ સ્ટેપ તેમ જ ફાઈટ સિન્સ ના સૌ દિવાના બન્યા છે.

જો કે જેમાં ઘણી વખત બનતુ હોય છે તેમ આ ફિલ્મ માં પણ પુષ્પા ના રોલ માટે અલ્લુ અર્જુન પ્રથમ પસંદ ન હતા. મૂળ આ રોલ સાઉથ ના સુપર સ્ટાર મહેશબાબુ ને ઓફર થયો હતો પરંતુ પોતાના દેખાવ અને ગેટઅપ બાબત માં બહુ ચોક્સ ઈ દાખવતા મહેશ બાબુ ને પુષ્પા નો રફ એન્ડ ટફ દેખાવ માટે થોડા કદરૂપા દેખાવુ મંજુર ન હતું. બાદમાં આ રોલ અલ્લુ અર્જુન ના ફાળે ગયો અને પુષ્પા ની પ્રચંડ સફળતા બાદ હમણાં જ અલ્લુ ને સાઉથ ના જાણિતા | ડિરેક્ટર એટલી ની ફિલ્મ કરવા માટે ૧૦૦ કરોડ ની ફી ઓફર થઈ છે.પુષ્પા ના ગીતો ઉપર ફિલ્મ રસિયાઓ ડાન્સ કોપી કરી ને યુટ્યુબ અને સોશ્યિલ મિડીયા ઉપર ઢગલો વિડીયો અપલોડ થઈ રહ્યા છે. જો કે પુષ્પા ની લોકપ્રિયતા થી ક્રિકેટરો પણ દૂર નથી રહી શક્યા. સૌ પ્રથમ જડડુ ઉર્ફે રવિન્દ્ર જાડેજા એ અલ્લુ અર્જુન સ્ટાઈલ નો વિડીયો અપલોડ કર્યો જે ખૂબ વાયરલ થયો. ત્યાર બાદ હમણાં સુરેશ રૈના એ પણ પુષ્પા ના ગીત શ્રીવલ્લી ના ડાન્સ સ્ટેપ કરતો વિડીયો સો.મિડીયા માં અપલોડ કર્યો હતો.

પુષ્પા ની લોકપ્રિયતા માત્ર ભારતીય ક્રિકેટરો પુરતી જ મર્યાદિત ન રહેતા બાંગ્લાદેશી સ્પિનર નજલ્ડ ઈસ્લામ એ પણ વિકેટ લીધા બાદ ક્રિકેટ ના મેદાન ઉપર જ શ્રીવલ્લી સોંગ ના ડાન્સ સ્ટેપ કરી ને ઉજવણી કરી હતી. આ ઉપરાંત ટ્રિનિદાદ ક્રિકેટર બ્રાવો એ પણ તેની બોલિંગ માં કેચ આઉટ વિકેટ મળતા મેદાન ઉપર જ શ્રીવલ્લી સોંગ ના ડાન્સ સ્ટેપ કરી ને મેદાન ઉપર જ ઉજવણી કરી હતી. જ્યારે ઓસિ. ક્રિકેટર ડેવિડ વોર્નર તો પુષ્પા અને અ ૯લ અર્જુન નો એટલો ચાહક બની ગયો કે પુષ્પા ના ફાઈટ સિન્સ, બાઈક અને ટ્રક ના સ્ટન્ટસ સીન્સ માં ફોટોશોપ થી અલ્લુ અર્જુન ની જગ્યા એ પોતાનો ચહેરો લગાડી ને આવા ફની વિડીયો ઈન્સ્ટાગ્રામ અને સો.મિડીયા માં પોસ્ટ કરતા ખૂબ વાયરલ થયા હતા. જ્યારે ટીમ ઈન્ડિયા ના સ્ટાર ક્રિકેટર અને આધારભૂત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કે જે પણ સોશ્યિલ મડિયા માં બહુ એક્ટિવ રહે છે તે પણ પુષ્પા ની લોકપ્રિયતા થી દૂર રહી શક્યો નહીં. હાર્દિક પંડ્યા એ પોતાની નાની સાથે પુષ્પા ના શ્રીવલ્લી સોન્ગ ઉપર ડાન્સ સ્ટેપ કરી ને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરતા જ થોડા જ સમય માં સોશ્યિલ મિડીયા માં વિડીયો ખૂબ વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published.