બ્રિટન માં વર્ક ફ્રોમ હોમ સમાપ્ત

બ્રિટન ના વડાપ્રધાન બોરિસ જહોનસને બ્રિટન માં પ્રવેશતા વિદેશી મુસાફરો ઉપર ના કોરોના નિયંત્રણો હળવા કર્યા બાદ ગુરુવાર થી બ્રિટન માં વર્ક ફોમ હોમ નો પણ અંત લાવી દીધો હતો. બ્રિટન માં ૭૨ ટકા વસ્તી ને કોરોના વેરૂિ ન ના બન્ને ડોઝ જ્યારે પ૫ ટકા વસ્તી ને બુસ્ટર ડોઝ પણ આપી દેવાયો છે.દુનિયા માં સંક્રમણ ના મામલે ચોથા નંબરે રહેવા છતા બ્રિટન હવે કોરોના વાયરસ સાથે ના જીવન ના મંત્ર ને અપવાની રહ્યું છે. બ્રિટન માં ગુરુવાર થી જ સ્કુલો તેમ જ જાહેર સ્થળો ઉપર માસ્ક પહેરવું ફરજિયાત નહી રહે. તદુપરાંત કોવિડ પાસ અને કેર હોમ- હોસ્પિટલો માં દાખલ દર્દીઓ ની ખબર, મુલાકાત લઈ શકશે. બ્રિટન માં હાલ માં સેલ્ફ આઈસોલેશન ની અવધિ ૭ દિવસ થી ઘટાડી ને પાંચ દિવસ કરાઈ છે. જેનો પણ અંત ૨૪ માર્ચ થી કરી દેવાશે. બ્રિટન માં વર્ક ફોમ હોમ નો અંત આવતા જ મેટ્રો માં લોકો ની અવરજવર ૧૦ ટકા વધી ને ૭૫ ટકા થઈ જ્યારે બસો માં પણ પ ટકા થી વધારે મુસાફરો નો વધારો નોંધાયો હતો.

બ્રિટન ની માફક સ્પેન માં પણ હવે કોરોના ઈમર્જન્સી નહીં પરંતુ સામાન્ય બિમારી જ ગણાશે. સ્પેન ના વડાપ્રધાન સાચેજ એ જણાવ્યું હતું કે સંક્રમણ ના કેસો હવે ઈમર્જન્સી નહીં, પરંતુ સામાન્ય બિમારી તરીકે જોવાશે. સ્પેન માં બુધવારે એક જ દિવસ માં ૧૫૭,૯૪૧ નવા કેસો નોંધાયા હતા. જો કે પોર્ટુગલ ના રાષ્ટ્રપતિ રિબેલો સુસાના જણાવ્યા મુજબ તેમના દેશ માં પણ કોરોના મહામારી અંત તરફ જઈ રહી છે. પોર્ટુગલ ની ૯૦ ટકા વસ્તી ને બન્ને ડોઝ અપાઈ ચુકયા છે જ્યારે હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા દર્દીઓ ની સંખ્યા સ્થિર છે. જો કે અહીં પણ છેલ્લા ૨૪ કલાક માં કોરોના ના પર હજાર નવા દર્દીઓ મળ્યા હતા જ્યારે બ્રિટન, સ્પેન અને પોર્ટુગલ ની જેમ થાઈલેન્ડ એ પણ કોરોના મહામારી ની ઝંઝીરો તોડતા પર્યટકો માટે ક્વોરેન્ટાઈન ફી વિઝા સ્કીમ ફરી થી શરુ કરવા નો નિર્ણય કર્યો છે. હવે થાઈલેન્ડ ની યાત્રા કરનારા મુસાફરો એ જો વેક્સિન ના બન્ને ડોઝ લીધેલા હશે તો તેમને ફરજીયાત ૭ દિવસ ક્વોરેન્ટાઈન નહીં રહેવું પડે. જો કે ક્વોરેન્ટાઈન ફી વિઝા સર્વિસ નો અમલ ૧ લી ફેબ્રુઆરી થી થનાર છે. આમ વિશ્વ ના એક પછી એક દેશો કોરોના મહામારી ના બે વર્ષના લાંબા સમય બાદ હવે ધીમે ધીમે કોરોના પ્રોટોકોલ હળવા કરતા જાય છે.

Leave a Reply

Your email address will not be published.