મફત ભેટ ના ચૂંટણી વચનો

ભારતીય લોકશાહી માં ચૂંટણી વચનો નિરંકુશ છે. સામાન્ય રીતે સત્તા થી દૂર રહેલા પક્ષો સત્તા મેળવવા ચૂંટણી પ્રવચનો ને પ્રલોભનો માં પરિવર્તન કરતા પોતે સત્તા ઉપર આવશે તો મફત માં વિજળી, પાણી, રાંધણ ગેસ થી શરુ થયેલી દોટ હવે તો મફત લેપટોપ અને કુટી સુધી પહોંચી ગઈ છે. જો કે આખરે હવે સુપ્રિમ કોર્ટે આ સંદર્ભે આવેલી અરજી બાદ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો હતો.સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરનાર ભાજપા ના અશ્વિનીકુમાર ઉપાધ્યાયે અમુક ઉદાહરણો ટાંકી ને ચૂંટણી સમયે મફત ભેટ આપવા ની જાહેરાત કરતા રાજકીય પક્ષો ના રજીસ્ટ્રેશન અને ચૂંટણી ચિહ્નો રદ કરવા નો નિર્દેશ આપવા તેમ જ કેન્દ્ર સરકાર ને આને લગતો કાયદો બનાવવા માટે નો નિર્દેશ આપવા ની માંગ કરી હતી.

સુપ્રિમ કોર્ટ ના ચીફ જસ્ટિસ એન.વી.રમન્ના, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠ એ આ અરજી હાથ ઉપર લેતા સીજેઆઈ રમન્ના એ કહ્યું હતું કે આ એક ગંભીર મુદ્દો છે. મફત બજેટ નિયમિત બજેટ કરતા પણ મોટું હોય છે. ભલે તે ભ્રષ્ટ પ્રથા નથી. પરંતુ તે અસમાનતા ની સ્થિતિ અવશ્ય સર્જે છે. સીજેઆઈએ જો કે અરજદાર ને એફિડેવિટ માં માત્ર બે પાર્ટી ના જ નામ લખવા બદલ ઠપકો પણ આપ્યો હતો અને કહ્યું હતું કે તમે માત્ર પરૂ iદગી ની પાર્ટીઓ અને રાજ્યો ના જ નામ આપ્યા છે. જસ્ટિસ કોહલી એ પણ કહ્યું હતું કે તમે પસંદગીયુક્ત રહ્યા છો જો કે અરજી માં ઉઠાવવા માં આવેલા કાયદાકીય મુદ્દા ને ધ્યાન માં રાખી ને દેશ ની વડી અદાલતે કેન્દ્ર સરકાર ને અને ચૂંટણી પંચ ને પોતાનો જવાબ આપવા ચાર અઠવાડીયા નો સમય આપ્યો છે. કોર્ટે તેમને જણાવ્યું છે કે એમાં કોઈ શંકા નથી કે આ ગંભીર મુદ્દો છે.

એ જાણવા માંગીએ છીએ કે તેની ઉપર કઈ રીતે કાબુ કરી શકાય? અરજદાર ઉપાધ્યાયે પોતાની અરજી માં પંજાબ અને યુ.પી. વિધાનસભા ની ચૂંટણી સંદર્ભે નીચે મુજબ ના ઉદાહરણો આપ્યા હતા. – આપ એ ૧૮ વર્ષ થી ઉપર ના દરેક મહિલા ને દર મહિને ૧ હજાર રૂા. આપવા નું વચન. – શિરોમણી અકાલી દળે મહિલા આ ને આકર્ષવા દરેક મહિલા ને પ્રતિમાસ ૨ હજાર રૂા. – કોંગ્રેસ એ મહિલાઓને પ્રતિમાસ રે હજાર અને પ્રતિવર્ષ ૮ ગેસ સિલિન્ડર મફત પંજાબ માં કોંગ્રેસ એ દરેક કોલેજ જતી યુવતી ને મફત સ્કુટી, ૧૨ મું પાસ થયા પછી ૨૦ હજાર, ૧૦ મુ પાસ થયા પછી ૧૦ હજાર, ૮મુ અને ૫ મું ધોરણ પાસ થયા બાદ પ-૫ હજાર – કોંગ્રેસ એ યુ.પી.માં ૧૨ મા ધોરણ માં ભણતી છોકરીઓ ને સ્માર્ટફોન, ગ્રેજ્યુએટ થયેલી યુવતિ ને સ્કુટી, મહિલાઓ માટે મફત માં પબ્લિક ટ્રાન્સપોર્ટ, દરેક ગૃહિણીઓ ને વરસે ૮ મફત ગેસ સિલિન્ડર, દરેક પરિવાર ને ૧૦ લાખ સુધી નું મફત તબીબી સારવાર નું વચન આપ્યું હતું.

અરજદાર ઉપાધ્યાયે અરજી માં જણાવ્યું હતું કે પૈસા ની વહેંચણી અને મફત ભેટ નું વચન ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. મતદારો ને લોભાવવા માટે ચૂંટણી પહેલા જ જનતા ના નાણાં માં થી ભેટ આપવા નું વચન તે બંધારણ ની કલમ ૧૪, ૧૬ ૨, ૨૬૬, ૩૩ એ ૨૮૨ નું ઉલ્લંઘન છે. આ ઉપરાંત તે ઈ.પી.કો ની કલમ ૧૭૧ બી અને ૧૭૧ સી હેઠળ લાંચ ની શ્રેણી માં પણ આવે છે. તથા અરજદારે ચૂંટણી પંચ ને એવી વધારા ની કલમ ઉમેરવા નિર્દેશ આપવા ની અપીલ કરી હતી કે રાજકીય પાર્ટીઓ ચૂંટણી પહેલા જાહેર નાણા માં થી મફત ભેટો આપવા નું વચન કે વિતરણ કરી શકશે નહિ.

Leave a Reply

Your email address will not be published.