‘યુ.પી. રાજકારણ માં અમિત શાહ નો માસ્ટર સ્ટ્રોક

દેશ ના સૌથી મોટા અને રાજકીય રીતે મહત્વ ના રાજ્ય ઉત્તરપ્રદેશ માં વિધાનરૂ ભિા ની ચૂંટણી માં વિવિધ રાજકીય પક્ષો ભરપૂર પ્રચાર પ્રસાર કરી રહી છે. રાજ્ય ની પ્રાદેશિક પાર્ટી સમાજવાદી પાર્ટી ના નેતા અખિલેશ યાદવ માટે તો આ અસ્તિત્વ ની લડાઈ છે. તેઓ યુ.પી.ની ચૂંટણી માં જાતિભેદ ને ભરપૂર પ્રોત્સાહન આપતા ન માત્ર નાના રાજકીય પક્ષો સાથે ગઠજોડ ની રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ પક્ષપલ્ટઓ ને પ્રોત્સાહન આપી સ.પા. માટે હવા બનાવવા નો પ્રયાસ પણ કરી રહ્યા છે.ભારત માં એક વરસ થી વધારે ચાલેલા કિસાન આંદોલન માં મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને યુ.પી.ના અમુક વિસ્તારો ના જ ખેડૂતો સામેલ થયા હતા. ત્યાર બાદ થી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો અને તેમને મદદ કરી રહેલા લુટિયન્સ ગેંગ ના વેચાઉ મિડીયા જૂથો જાટ અને કિસાનો ને ભાજપાકિસાન વિરોધી હોવા નો તેમ જ જાટ સમુદાય ભાજપા થી નારાજ હોવા નો અને તેઓ યુપી અને પંજાબ માં ભાજપા વિરુધ્ધ માં મતદાન કરશે અને ભાજપા ને પાઠ ભણાવશે તેવો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

જો કે વાસ્તવ માં દેશ ઉપર કોંગ્રેસ ના ૬૦ વર્ષો ના શાસન માં કે પછી યુપી ઉપર સપા ના પ્રથમ મુલાયમ શાસન અને હવે મુલાયમ પુત્ર અખિલેશ ના શાસનકાળ માં ક્યારેય કિસાનો માટે હાલ ની મોદી સરકાર કિસાનો ના ખાતા માં જે ૬000 રૂ.ની સીધી ચૂકવણી કરી રહી છે તથા પાક વિમા સુરક્ષા ખેતી ની જમીન માટે મહત્વ ના સોઈલ કાર્ડ જેવી કોઈ યોજના કે જે નાના અને સિમાંત ખેડૂતો ને પણ મદદરૂપ થાય તેવું કોઈ કામ, તેવી કોઈ યોજના કરી ન હતી. અત્યારે ચૂંટણી સમયે એક તરફ સમાજ ને જાતિવાદ ના મુદ્દે ભાગલા પાડવા નું અને બીજી તરફ જાટ સમુદાય અનેકિસાનો ને ભાજપા અને મોદી સામે ભડકાવી તાં મ ાા મતો અંકે -કરવા નું સપા નું અભિયાન પૂરજોશ માં ચાલી રહ્યું હતું.આ દરમ્યિાન ભાજપા ના ચૂંટણી ચાણક્ય ગણાતા અમિત શાહે એવો વિચક્ષણ દાવ ખેલ્યો કે કોંગ્રેસ, સપા અને આપ આઘાત થી કોમા માં ના સરી જાય તો સારુ. કેન્દ્રીય ગૃ હમંત્રી અમિત શાહે પૂર્વાચલ અને યુપી ઉપરસંત પંજાબ હરિયાણા માં પણ પ્રભુત્વ ધરાવતા જાટ સમુદાય ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું. આપ, કોંગ્રેસ અને સ.પા. સહિત તમામ વિપક્ષો ની જાટ સમુદાય ને ભાજપા ની કેન્દ્ર સરકાર કિરૂ પાન વિરોધી ગણાવી તેમને ભરમાવવા ની ચાલ નો છેદ ઉડાડતા તેમણે ભાજપા સાંસદ પ્રવેશ શર્મા ને ઘરે યુ.પી.ના અગ્રણી ર૫૦ જાટ નેત ઓ ને બેઠક કરવા નિમંત્ર્યા હતા.

આ બેઠક માં અમિત શાહે જાટ સમુદાય સાથે ના ૬૦૦ વર્ષો જૂનો સંબંધ હોવા નું જણાવ્યું હતું. અમિત શાહે જાટ નેતાઓ ને જણાવ્યું હતું કે તમે પણ મોગલો સામે લડ્યા, અમે પણ લડી રહ્યા છીએ. આ તમારો અને અમારો સંબંધ છે. જાટ પણ કિસાન માટે વિચારે છે અને ભાજપા પણ. જાટ પણ દેશ ની સુરક્ષા માટે વિચારે છે અને ભાજપા પણ. જો કોઈ બાબતે – ફરિયાદ છે તો ઝગડો ક ર ી લેવાય પરંતુ પાટી સાા છે કોઈ નારાજગી રાખી ના શકાય. ખિજાઈ ભલે જાવ, પરંતુ મત ખોટી જગ્યાએ ના આપતા. આ દરમ્યિાન જાટ નેતાઓ એ અમિત શાહ સાથે આરએલડી નેતા જયંત ચૌધરી અંગે પણ વાત કરી હતી. તેના પ્રત્યુત્તર માં અમિત શાહે જણાવ્યું હતુ કે કમનસીબે હાલ જયંત એ ખોટી પાર્ટી પસંદ કરી લીધી છે. જો કે ચૂંટણી પછી પણ અનેક સંભાવનાઓ છે. બેઠક બાદ ભાજપા ના સાંસદ પ્રવેશ વર્મા જે દિલ્હી ના પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર છે તેમણે જાટ નેતાઓ સાથે ની ગૃહમંત્રી ની બેઠક ને સફળ ગણાવી હતી.૨૦૧૪ લોકસભા ૨૦૧૭ વિધાનસ lભા અને ૨૦૧૯ લોકસભા ની ચૂંટણી માં યુપી માં ભાજપા ના પ્રચંડ વિજય માં જાટ સમુદાય નો સિંહફાળો હતો. જાટ સમુદાય આ દરમ્યિાન ભાજપા ની મોટી વોટબેંક મનાતો હતો. જો કે કેન્દ્ર સરકાર ના ત્રણ કૃષિ કાનુન ના પગલે જાટ સમુદાય ની ભાજપા સરકાર સામે નારાજગી વધી હતી.

હવે પશ્ચિમી યુ.પી.માં મેરઠ, સરહાનપુર, મુરાદાબાદ, અલીગઢ, આગ્રા અને બરેલી ની ૭૫ વિધાનસભા ની સીટો ઉપર જાટો નો પ્રભાવ છે. પશ્ચિમી યુપી ના મુઝફફરનગર ના ચૌધરી સંજીવ બાલિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી છે જ્યારે બાગપત ના સત્યપાલ સિંહ અને પ્રવેશ વર્મા ભાજપા ના જાટ સમુદાય ના સાસદો છે. આથી જ અમિત શાહે ભાજપા ના જાટ સાંસદ દ્વારા જાટ નેતાઓ ને આમંત્રી બેઠક કરી હતી. આ વખતે રાજ્ય માં જાટ નેતા જયંત ચૌધરી ની આર.એલ.ડી. સ.પા. સાથે ગઠબ“ધન કર્યું છે. પશ્ચિમી યુપી માં ૭૨ બેઠકો ઉપર થી આરએલડી અને ૧૦ બેઠકો ઉપર થી સ.પા. ના ઉમેદવારો ના નામો ની જાહેરાત થઈ ચૂકી છે. હવે આવા સંજોગો માં ભાજપા ને પશ્ચિમી યુપી ને ફતેહ કરવું તે લોઢા ના ચણા ચાવવા જેવું મુશ્કેલ કાર્ય હતું. જો કે આ સમસ્યા ને પોતાની આગવી રીતે તોડ કાઢવા ભાજપા એ પોતાના ચૂંટણી ચાણક્ય અમિત શાહ ને મિશન સોપ્યું હતું.આમ યુ.પી.ના ૨૫૦ જાટ નેતાઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી અને જાટ સમુદાય ની નારાજગી દૂર કરી દેતા હવે જાટ સમુદાય ફરી એકવાર ભાજપા ની પડખે આવી જતા કોંગ્રેસ, સ.પા. અને આપ અવઢવ માં પડી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.