રશિયા યુકેન વિવાદ

રશિયા-યુકેન વિવાદ દિવસે દિવસે વકરતો જાય છે. રશિયા એ યુક્રેન ને ત્રણ દિશા થી ઘેરી ને એક લાખ થી વધારે નું સૈન્ય, ટેક અને મિસાઈલ્સ ખડકી દીધા છે. સામે યુક્રેન ની મદદે અમેરિકા સહિત ના નાટો ના દેશો કમર કસી રહ્યા છે. આ વિવાદ ના એક તણખો વિશ્વયુદ્ધ ના દુદંભી વગડિવા ઉપરાંત વિશ્વ નો નક્શો બદલી નાંખવા નું નિમિત્ત બની શકે છે.વિધિ ની વક્રતા એવી છે કે આજ થી ૧૦૦ વર્ષો પૂર્વે ૧૯૨૨ માં જ ડિસેમ્બર માસ માં યુક્રેન સોવિયત યુનિયન નું સંસ્થપક સભ્ય બન્યું હતું. જો કે આખરે ૧૯૯૧ માં સોવિયેત સંઘ નું વિસર્જન થતા યુકેન એ પોતાની આઝાદી ની જાહેરાત કરી હતી. ૧૯૯૬ માં યુકેન એ લોકશાહી અપનાવી અને પોતાનું બંધારણ અને પોતાનું ચલણ રાઈવન્યા’ જાહેર કર્યા. જો કે સોવિયેત સંઘ માં થી છૂટા પડ્યા બાદ યુક્રેન ના નેતાઓ અને જનતા બે ભાગો માં વહેંચાયેલા છે. એક ગૃપ રશિયા પ્રત્યે સહાનુભૂતિ રાખે છે જ્યારે બીજુ જૂથ યુરોપિયન યુનિયન અને નાટો નું સમર્થન કરે છે. ૨૦૧૩ માં યુક્રેન માટે અગ્નિપરિક્ષા નું વર્ષ હતું. તેણે યુરરેપિયન યુનિયન અને રશિયા તેમ બન્ને માં થી એક ની પસંદગી કરવા ની હતી. તે સમય ના યુક્રેન ના રાષ્ટ્રપતિ વિક્ટ યાનુકોવિચ યુરમેપિયન યુનિયન સાથે ડીલ કરવા ના હતા. પરંતુ એમ કહેવાય છે કે રશિયા ના દબાણ થી તેમણે તેમનો નિર્ણય બદલી નાંખ્યો.

આની સામે દેશભર માં વિરોધ પ્રદર્શનો થયા અને રાષ્ટ્રપતિ વિક્ટર ને રાજીનામુ આપવું પડ્યું. ૨૦૧૪ માં યુક્રેન ના નવા બનેલા રાષ્ટ્રપતિ પેટ્રો પેરાશકા એ યુરમેપિયન યુનિયન સાથે ડીલ સાઈન કરી દીધી. આથી ગુસ્સે ભરાયેલા રશિયા ના રાષ્ટ્રપતિ લાદિમીર પુતિને ૧૯૫૦થી યુક્રેન નો ભાગ રહેલા ક્રિમીયા માં પોતાની સેના ઉતારી ને ક્રિમીયા ઉપર રશિયા નો કબ્દો જમાવી દીધો તે સમયે રાષ્ટ્રપતિ પુતિન ની દલીલ એવી હતી કે ક્રિમીયા માં રહેતા રશિયા ના લોકો મુશ્કેલી માં હતા અને દેશભર માં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે તેમની રક્ષા કરવી તે રશિયા ની જવાબદારી છે ત્યાર બાદ યુક્રેન ના પૂર્વ રાજ્ય લોહાંસ્ક અને દોનેસ્ક એ પણ યુક્રેન સામે વિદ્રોહ કર્યો હતો. રશિયા ઉપર એવો આરોપ લાગ્યો હતો કે આ બન્ને રાજ્યો માં ગૃથુધ્ધ ભડકાવવા માં રશિયા નો જ હાથ હતો. અહીં છેલ્લા સાત વર્ષો થી ચાલતા ભિષણ સંઘર્ષ માં અહીં ૧૪ હજાર લોકો મોત ને શરણ થી ચૂક્યા છે જ્યારે ૧૫ હજાર લોકો ને સ્થળાંતર કરવા ની નોબત આવી હતી. ડિસે. ૨૦૨૧ માં યુકેન ના રાષ્ટ્રપતિ લાદિમિર જેલેન્કી તેમ જ નાટો ના ચીફ જેન્સ સ્ટોલ્ટેમ્બર્ગ વચ્ચે મંત્રણાઓ યોજાઈ હતી. બ્રસેલ્સ માં યોજાયેલી આ બેઠક માં યુક્રેન એ ફરી વાયદો કર્યો હતો કે તેઓ રશિયા ના વિરોધ છતા નાટો માં સામેલ થશે.રશિયા અને યુક્રેન વચ્ચે ના વિવાદ નું મુખ્ય કારણ આ જ છે. રશિયા ના રાષ્ટપતિ પુતિન આ વાત થી નારાજ છે.

અમેરિકા ના રાષ્ટ્રપતિ થી માંડી ને યુરોપ ના વિવિધ નેતાઓ સમક્ષ તેઓ પોતાનો વિરોધ દર્શાવી ચુક્યા છે. પુતિને નાટો ને પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે યુક્રેન ને ક્યારેય નાટો નું સભ્ય બન|ાવવા માં ના આવે અને પુરવી યુરોપ માં નાટો એ પોતાની સમસ્ત સૈન્ય ગતિવિધિઓ ને અટકાવી દેવી જોઈએ. યુક્રેન અને રશિયા ની ભૌગોલિક પરિસ્તિતિ પુતિન ના આક્રમક વલણ પાછળ જવાબદાર છે. યુકેનની ૨૨૯૫ કિ.મી. લાંબી સરહદ રશિયા સાથે છે. યુકેન નાટો માં સામેલ થાય તો નાટો ના અને સંભવતઃ અમેરિકા ની આર્મી નો પણ પગપેસારો યુક્રેન માં થાય. જ્યારે બીજી તરફ યુક્રેન નો મત એવો છે કે તેઓ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે અને તેમને નાટો ના નજીક જતા કે નાટો માં જોડાવા થી રોકવા નો રશિયા ને કોઈ અધિકાર નથી. અમેરિકા અને નાટો ના દેશો એ રશિયા ને ચિમકી આપી દીધી છે કે તે રશિયા યુક્રેન ઉપર હુમલો કરશે તો તેણે તેની મોટી કિંમત ચૂકવવી પડશે. વળી અમેરિકા ને તે પણ ડર છે કે જો રશિયા યુક્રેન ઉપર કળ્યો કરવા માં સફળ રહે છે તો તે ઉત્તરી યુરોપ માં ખૂબ મજબૂત બની જશે. વળી પેલી ગુજરાતી કહેવત છે ને કે ડોશી મરે તેનો વાંધો નથી. પરંતુ જમડો ઘર ભાળી જાય તે ના પોષાય એ ન્યાયે જો રશિયા યુક્રેન ઉપર આટલા વિરોધ છતા કન્જો જમાવી દે તો આનાથી ચીન ને પણ પ્રેરણા મળી શકે છે અને ચાઈના ત્યાર બાદ તાઈવાન સાથે પણ આવુ ચીન કરી શકે છે.યુક્રેન લાંબા સમય સુધી સોવિયેટ યુનિયન નો ભાગ રહ્યું હોવાથી રશિયા ને યુક્રેન સાથે ભાવનાત્મક સંબંધો પણ છે. રશિયા માં યુક્રેન ની રાજધાની કિવ ને રશિયા ના શહેરો ની માતા કહેવાય છે. યુક્રેન માં ૮ લાખ થી વધુ રશિયન મૂળ ના લોકો રહે છે. રશિયા તેમની સુરક્ષા ઈચ્છે છે.

વળી યુરોપ માં ગેસ પહોંચાડવા માટે ની રશિયા ની ગેસ પાઈપ લાઈન યુક્રેન માં થી પસાર થાય છે અને આ પેટે રશિયા યુક્રેન ને અબજો ડોલર્સ ની ફી પણ ચૂકવે છે. પુતિન સોવિયેત સંઘ ના ભાગલા ને એક માનવીય આપત્તિ જ માને છે અને યુક્રેન પોતાની તરફ ખેંચી ને તે પોતની સુપર પાવર ઈમેજ ને યથાવત જાળવી રાખવા માંગે છે.યુક્રેન અને રશિયા ને સંરક્ષણ – સૈન્ય ની રીતે મુલવી એ તો રશિયા ના ૨૯ લાખ ના સૈન્ય સામે યુક્રેન પાસે ૧૧ લાખ, રશિયા ના ૧૫૧૧ યુધ્ધ વિમાનો, યુક્રેન પાસે માત્ર ૯૮, રશિયા ની ૧૨૨૪૦ ટેન્ક સામે યુક્રેન ની ૨૫૯૬, રશિયા ની ૭૫૭૧ તોપ સામે યુક્રેન પાસે ૨૦૪૦ તોપ છે. આમ દરેક મામલે યુક્રેન રશિયા નો મુકાબલો કરવા સક્ષમ છે. આથી જ અમેરિકા સહિત નાટો ના દેશો યુક્રેન ની મદદે ઉભા છે. પરંતુ જો આ સંઘર્ષ શરુ થયો, રશિયા એ યુક્રેન ઉપર હુમલો કર્યો તો આ યુધ્ધ સમગ્ર યુરોપ માં ફેલાઈ શકે છેઅને સંભવ છે કે આનાથી જ ત્રીજુ વિશ્વયુધ્ધ ફાટી નિકળે. કારણ કે જો યુકેન ની મદદ અમેરિકા સહિત નાટો ના સમગ્ર લોકો યુધ્ધ માં જોતરાશે તો રશિયા ની મદદે ચીન આવી શકે છે. ચાલાક અને ખંધુ રાષ્ટ્ર ચીન આ તક નો લાભ લઈ ને તાઈવાન ને પણ હડપી શકે છે. આમ જો યુધ્ધ થયું તો તે ન માત્ર ૨ શિ યા મ ટ ગંભીર પરિણામ લાવશે પરંતુ સમગ્ર વિશ્વ માટે આ યુધ્ધ ગંભીર પરિણામો લાવી શકે છે. લેખ ની શરુઆત માં જણાવ્યા પ્રમાણે આ યુધ્ધ વિશ્વ નો નક્શો બદલી નાખશે.

આ પરિસ્થિતિ ભારત માટે પણ વિકટ સમસ્યા ખડી કરશે. ભારત માટે યુધ્ધ માં એક તરફ રશિયા તો બીજી તરફ અમેરિકા હશે. ભારતે બે માંથી કોઈ એક ને પણ સાથ આપ્યો તો બીજા પક્ષ સાથે ના સંબંધો વણસી જશે અને જો ભારત ૨૦૧૪ ના રશિયા ના ક્રિમીયા ઉપર કરેલા કક્શા દરમ્યિાન મૌન રહ્યું અથત કે તટસ્થ રહ્યું તો પણ જો યુધ્ધ માં રશિયા ને ચીને સાથ આપ્યો અને ભારત તટસ્થ રહ્યું તો તે પછી ના સમય માં ચીન ભારત વિરોધી અભિયાન માં રશિયા ને ભારત ની તરફેણ કરતું અને ભારત સાથે ના યુધ્ધ ની પરિસ્થિતિ માં રશિયા ને ભારત નો ડિફેન્સ સપ્લાય રોકવા મજબૂર કરી શકે છે. આમ ભા ૨ મ | ટ) આગળ ખાઈ અને પાછળ કૂવો જેવીપરિસ્થિતિ નું નિમણૂંક થશે. આમ આ યુધ્ધ નું પરિણામ તો જે આવશે તે, પરંતુ ભારત માટે બે માં થી એક રાષ્ટ્ર સાથે – અમેરિકા અને રશિયા સાથે ના સંબંધો વણસવા ની પૂરેપૂરી સંભાવનાઓ છે.આમ રશિયા-યુક્રેન વિવાદ નો ભડકો ત્રીજા વિશ્વયુધ્ધ નો પ્રારંભ ના બની જાય અને સમગ્ર વિશ્વ આ આગ માં ના હોમાઈ જાય તેવી જ આશા રાખવી યોગ્ય ગણાશે. આગામી સમય માં પરિસ્થિતિ કેવી બને છે તેના ઉપર સમગ્ર વિશ્વ ની નજર ખોડાયેલી રહેશે.

Leave a Reply

Your email address will not be published.