રશિયા-યુક્રેન સંઘર્ષ વિરામ

રશિયા-યુક્રેન વિવાદ મામલે યુધ્ધ કે વિશ્વયુધ્ધ ની ચિંતા માં ડૂબેલા વિશ્વ ને પેરિસ થી સારા સમાચાર સાંપડ્યા છે. જર્મની અને ફ્રાન્સ ની મધ્યસ્થી થકી પેરિસ માં યોજાયેલી મોસ્કો અને કીવ ના દૂતો વચ્ચે ૮ કલાક ચાલેલી મંત્રણા બાદ બન્ને દેશો સંઘર્ષ વિરામ અંગે સહમત થયા , હતા. આ મુદ્દે વધુ વાતચીત કરવા બે સપ્તાહ બાદ જર્મની ના બર્લિન ખાતે ફરી બેઠક કરાશે.રશિયા દ્વારા યુક્રેન સરહદે કરાયેલી સૈન્ય અને યુધ્ધ માટે જરુરી શસ્ત્ર સરંજામ અને યુક્રેનને ત્રણે દિશા એ થી ઘેર્યા બાદ એવુ અનુમાન લગાવાતુ હતુ કે પોતાના નાટો સમર્થક પાડોશી દેશ યુક્રેન ઉપર ગમે ત્યારે હુમલો કરી શકે છે. જો કે સામાપક્ષે અમેરિકા તથા નાટો રાષ્ટ્ર એ રશિયા વિરુધ્ધ પોતાની મોરચાબંધી વેગવંતી બનાવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિન તથા તેની પ્રેમિકા ઉપર વ્યક્તિગત પ્રતિબંધો લગાવવા ની પણ ચેતવણી અપાઈ હતી. જે સંજોગો ઉભા થઈ રહ્યા હતા તેવા માં રશિયા ની પડખે ચીન આવે તેની પૂરી સંભાવના હતી. ચીન એ રશિયા નું મિત્ર રાષ્ટ્ર છે. પરંતુ ચીન માં ૪ થી ૨૦ ફેબ્રુઆરી દ ૨ મિયા – વિ ઋ ક ા ા નો વિન્ટર આ લિપિક ખેલાવા નો છે. હવે જો અત્યારે યુધ્ધ ફાટી નિકળે તો મોટાભાગ ના યુરોપિયન દેશો વિન્ટર ઓલિમ્પિક્સ નો બહિષ્કાર કરી શકે છે. જેના થી ચીન ની છબી ખરડાવા, મોટુ આર્થિક નુક્સાન અને તેના પરિણામે જિનપિંગ ની ઘરઆંગણે પણ પ્રતિષ્ઠા ખરડાવા નો સંભવ છે.

આથી ચીન ના રંગ માં ભંગ ના પડે અને પુતિન મિત્ર જિનપિંગ ને નારાજ કરવા નું જોખમ ઉઠાવવા માંગતા ન હતા. આથી રશિયા ના દૂત હાલ પૂરતુ કામચલાઉ યુધ્ધ વિરામ માટે તૈયાર થયા છે અને બે સપ્તાહ બાદ બર્લિન માં બીજી મુલાકાત કરશે. જો કે આ સમગ્ર ઘટના ક્રમ થી રશિયા ને કોઈ અને કેટલો ફાયદો થયો કે નથી થયો તે તો ભવિષ્ય માં ખબર પડશે. પરંતુ અમેરિકા ને તો ચોક્કસ ફાયદો થઈ ગયો છે. આ અગાઉ ના અમેરિકી રાષ્ટ્રપતિ ડો નાલ્ડ ટ્રમ્પ ના સમય માં તો મરી કાર્યપધ્ધતિ, તેમની કોઈ ને પણ સાથે લઈ ને ચાલવા કે સંયુક્ત નિર્ણય કરતા પોતે જ નિર્ણયો લેવાની કે પછી જૂની સમજૂતિ (ઈરાન પરમાણુ સમજૂતિ) એકતરફી ફોક કરવા ની નીતિ ના પરિણામે નાટો રાષ્ટ્રો એ અમેરિકા થી એક જાત નું અંતર બનાવી લીધું હતું.અન્ય શબ્દો માં નાટો મૃતપ્રાય અવસ્થા માં, નિષ્ક્રિય થઈ ગયું હતું. જાન્યુઆરી ૨૦૨૧ માં અમેરિકા માં જો બાયડ સત્તા ઉપર અા યા તે ય ૨ થી નાટો રાષ્ટ્રો ને એક કરવા અભિયાન T આ દ યુ”હ . . તેમના એક વર્ષ ના પ્રયત્નો માં જે સફળતા નહતી મળી તે પાછલા બે સપ્તાહ માં યુક્રેન ઉપર રશિયા ના સંભવિત હુમલા મામલે સમગ્ર નાટો રાષ્ટ્રો ફરી અમેરિકા ની પડખે આવી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.