લતાજી ની સ્થિતિ માં સુધારો
ભારત ના સ્વરકિન્નરી ૯૨ વર્ષીય લતા મંગેશકર છેલ્લા લગભગ ૨૦ દિવસો થી મુંબઈ ની બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં આઈસીયુ માં દાખલ છે. તાજા અહેવાલ મુજબ તેમની તબિયત માં સાધારણ સુધારો નોંધાયો છે. જો કે હજુ તેઓ આઈસીયુ માં જ છે. લોકો ને દીદી ની તબિયત વિષે ખોટા સમાચારો ના ફેલાવવા પણ વિનંતી કરાઈ હતી.લતા મંગેશકર પોતાની નાની બ્લેન ઉષા મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકર ના પરિવાર સાથે મુંબઈ ના પેડર રોડ સ્થિત ઘર માં રહે છે. લતાદીદી ના ઘર માં કામ કરતા હાઉસ હેલ્પર નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે આ દરમ્યિાન દીદી તેમના સંપર્ક માં આવ્યા હતા. બાદ માં દીદી નો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા તેમને બ્રિચ કેન્ડી હોસ્પિટલ માં દાખલ કરાયા હતા. તેમને ૮ મી જાન્યુઆરી ની મોડી રાત્રે હોસ્પિટલ માં ખસેડાયા હતા. ડોક્ટરો ના જણાવ્યા પ્રમાણે તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે દીદી ને સારુ થઈ જશે. પરંતુ ઉંમર ના લીધે થોડો સમય લાગશે.
આ અગાઉ ૨૦૧૧ માં પણ લતાજી ને શ્વાસ લેવા માં તકલીફ પડતા હોસ્પિટલ માં દાખલ કરાયા હતા. જો કે ૨૮ દિવસ બાદ લતાજી સાજા સારા થઈ ને ઘરે પરત આવ્યા હતા. લતા મંગેશકરે સંગીત ની દુનિયા માં આઠ દાયકા લાંબી અર્થાત કે ૮૦ વર્ષની સફર ખેડી છે. આ દરમિયાન તેમણે વિવિધ ભાષાઓ માં વિક્રમી ૩૦ હજાર થી વધારે ગીતો ગાયા છે. પિતાજી નું આકસ્મિક અવસ ન થતા પરિવાર માં મોટી પુત્રી હોવા ના કારણે નાનપણ માં જ જવાબદારી (કુટુંબ ચલાવવા નીચે આવી પડતા માત્ર ૧૩ વર્ષ ની ઉંમરે ૧૯૪૨ થી જ ફિલ્મો માં પ્લેબેક સિંગર તરીકે કારકિર્દી શરુ કરી હતી. તેમને ૧૯૮૯ માં બોલિવુડ ના સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માન્યા હતા. બાદ માં ૨૦૦૧ માં ભારત સરકારે તેમને દેશ ના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન થી સન્માન્યા હતા. આ સિવાય ૮૦ વર્ષો ની લાંબી અને સુદીર્ઘ કારકિર્દી દરમ્યિાન પણ અનેક એવોર્ડ મેળવ્યા હતા.ભારત ની સ્વરકિન્નરી લત્તા મંગેશકર ટૂંક સમય માં સાજા અને તંદુરસ્ત થઈ જાય તેવી પ્રાર્થના તેમના દેશવિદેશ માં વસતા લાખો, કરોડો પ્રશંસકો કરી રહ્યા છે.