શશિ ભવિષ્ય ( ભવિષ્યવાણી)

મેષ (અ,લ,ઈ)
આ સપ્તાહમાં આપનાં મનની મુરાદ મનમાં | જ રહેતી જણાય. એક બાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાય. માનસિક ચિંતા અને વ્યગ્રતા | જણાય. પારિવારીક પ્રશ્નો સર્જાય. નાણાંકીય મુશ્કેલીઓ સર્જાય. વિરોધીઓ ફાવી જાય નહીં તેની કાળજી રાખવી. સ્નેહીજનનો સહકાર મળતા રાહત રહે. વાણી પર સંયમ રાખવો. વાદ-વિવાદથી દૂર રહેવું.


વૃષભ  (બ,વ,ઉ) .
આ સપ્તાહમાં આપે નવુ કોઇ જ સાહસ કે જોખમ ખેડવું સલાહભર્યું નથી. કોઇ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવા. વિલંબમાં પહેલા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. સાનુકુળ પરિબળોને કારણે ધંધાકીય ક્ષેત્રે વિશેષ લાભ થાય. અગત્યની મુલાકાત લાભદાયી રહે. પારિવારીક ચિંતા-ઉચાટ રહે. શત્રુઓનાં હાથ હેઠા પડતાં જણાય.


મિથુન (ક,છ,ઘ) | Sી .)
આ સપ્તાહમાં આપે થોભો અને રાહ જુઓની નીતિ મુજબ પગલા ભરવા ઉતાવળિયા નિર્ણયો લેવા નહીં. સંપત્તિને લગતા પ્રશ્નોમાં પ્રગતિ જણાય નહીં. યાત્રા-પ્રવાસ થાય. નવા આયોજનો અમલમાં મુકી શકો. આવક કરતાં જાવક વધતી જણાય. બિનજરૂરી નાણાંકીય વ્યય થાય. ચિંતાઉશ્કેરાટ રહે. પારિવારીક સાથ-સહકાર મળી રહે.

કર્ક (ડ, હ)
આ સપ્તાહમાં આપે કાર્યસફળતા માટે જરૂર કરતાં વધુ પુરુષાર્થ કરવો પડે. નવા આયોજનો કરી શકો. નાણાંભીડ રહે. આવક કરતાં જાવક વધતી જણાય. માનસિક ચિંતા-ઉચાટ રહે. કાર્યસફળતામાં આવરોધ જણાય. પારિવારીક પ્રશ્નો હળવાં થાય. હિરો-ફરો પરંતુ મન ક્યાંય લાગે નહીં. તબિયતની કાળજી રાખવી. વાદ-વિવાદથી દૂર રહેવું.


સિહ(મ,ટ).
આ સપ્તાહમાં આપનાં નાણાંકીય પ્રશ્નો હળવા થતાં માનસિક રાહત રહે. ધંધાકીય ક્ષેત્રે નવુ આયોજન કરી શકો, જેને માટે સાથ-સહકાર મળી રહે. અગત્યની મુલાકાત લાભદાયી રહે. આપનાં ધાર્યા કાર્યોમાં સફળતા મેળવી શકો. મનની મુરાદ) બર આવે. સ્નેહીજનથી મતભેદનાં પ્રસંગો સર્જાય.| કોર્ટ-કચેરીને લગતા પ્રશ્નોમાં પ્રગતિ જણાય નહીં.


કન્યા (પ,ઠ,ણ) :
આ સપ્તાહ આપને સાનુકુળ ફળ આપતુ જણાય. પારિવારીક પ્રશ્નો હળવા થાય. ધંધામાં નવી તકો ઊભી થાય. આવકમાં વધારો થાય. માલ-મિલ્કતને લગતા લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નો હળવા થાય. સ્નેહીજનથી મુલાકાત થાય. અકસ્માતથી સાવધ રહેવું. શત્રુઓ ફાવી જાય નહીં તેનું ધ્યાન રાખવું. તબિયતની કાળજી રાખવી.

તુલા (ર. ત.)
આ સપ્તાહમાં આપનાં મનની મુરાદ બર આવતી જણાય. આપની કામગીરીની પ્રશંસા થાય. ધાર્યા કાર્યોમાં સફળતા મળતા મન આનંદીત રહે. નવી ઓળખાણો થાય. સ્નેહીજનથી મિલન-મુલાકાત થાય. નાણાંકીય પ્રશ્નો હળવા થતાં જણાય. ખર્ચખરીદી થાય. નવુ આયોજન કરી શકો. પારિવારીક સહકાર મળી રહે.


વૃશ્ચિક (ન,ય)
આ સપ્તાહમાં આપનાં લાંબા સમયથી અટવાયેલા કાર્યો પાર પડતાં આનંદ ઉત્સાહ રહે. આવકમાં વધારો થાય. ખર્ચ-ખરીદી થાય. યાત્રાપ્રવાસ થાય. અગત્યની મુલાકાત લાભદાયી રહે. સ્વાથ્યની તકેદારી રાખવી. નવા આયોજનો કરી શકો. પારિવારીક મનમેળ રહે. મનનો ભાર હળવો થાય. મનની મુરાદ બર આવે.


ધન  (ભ,ધ,ઢ, ફ)
આ સપ્તાહમાં આપ નવા આયોજનો કરી શકો. નવી ઓળખાણ થાય. ધાર્યા કાર્યો પાર પાડી શકો. તબિયતની કાળજી રાખવી. આવકમાં વધારો થાય. નાણાંકીય પ્રશ્નો હળવાં થતાં રાહત જણાય. પારિવારીક સાથ-સહકાર મળી રહે. માનસિક આનંદ-ઉત્સાહ રહે. સ્નેહીજનથી મુલાકાત થાય.

મકર (ખ, જ)
આ સપ્તાહમાં કાર્યબોજ તેમજ જવાબદારીમાં વધારો થાય. થાક અનુભવાય. સ્વાથ્ય લથડતું જણાય. ધંધાકીય પ્રશ્રોમાં પણ ધારેલી સફળતા ન મળતાં નિરાશા રહે. સતત દોડધામ રહે. વાણી પર સિંયમ રાખવો. ખોટા વાદ-વિવાદમાં પડવું નહી. નાણાંકીય પ્રશ્નો સર્જાય. ખોટા ખર્ચા થાય. થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી.


કુંભ  (ગ,શ,સ,ષ)

આ સપ્તાહમાં આપે ધીરજથી કામ લેવુ. ઉતાવળિયા નિર્ણયો લેવા નહી. નાણાંકીય વ્યવહારો સમજી વિચારીને કરવા. સંપત્તિને લગતાં પ્રશ્નો ગૂંચવાતા જણાય. પારિવારીક મતભેદનાં પ્રસંગો બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ સાધી શકો. આપનાં માન સન્માનમાં વધારો થાય. માનસિક ચિંતાઉચાટ રહે.ખર્ચાઓ પર અંકુશ રાખવો.


મીન (દ,ચ,ઝ,થ)
આ સપ્તાહમાં આપનાં અટવાયેલા કાર્યો પાર પડતાં આનંદ રહે. તમારી આવકમાં વધારો થતાં નાણાંભીડ હળવી થાય. વાણી પર સંયમ રાખવો. ખોટા વાદ-વિવાદમાં પડવું નહિ. પારિવારીક મનમેળ રહે. સંપત્તિને લગતાં પ્રશ્નો પાર પાડી શકો. અગત્યનાં કાર્યોમાં સફળતા મળી રહે. યાત્રા-પ્રવાસ થાય. સ્નેહીજન સાથે મિલન-મુલાકાત થાય.

Leave a Reply

Your email address will not be published.