‘સમાચારો સંક્ષિપ્ત માં

-મહારાષ્ટ્રની નગર પંચાયતની ચૂંટણીમાં ભાજપાએ આડી સરકારના ગઠબંધન પક્ષતેને ચોંકાવ્યા છે. જાહેર થયેલા ૧૬૪૯ બેઠકોના પરિણામો પૈકી સર્વાધિક ભાજપાએ ૩૮૪, એનસીપી ૩૪૪, કોંગ્રેસ ૩૧૬ જ્યારે શિવસેના ને ફક્ત ૨૮૪ બેઠકો જ મળી હતી. આમ ભાજપાએ પ્રતિસ્પર્ધી ત્રણેય પાર્ટીઓની વ્યક્તિગત મળેલી બેઠકો કરતા વધારે બેઠકો મેળવી હતી.

– ઉત્તર પ્રદેશની માફક પંજાબમાં પણ વિધાન ભિાની ચૂંટણી પૂર્વે રાજ્યના કોંગ્રેસી મુખ્યમંત્રી ચરણજીત સિંગ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંગ તેમ જ તેના સહયોગી સંદીપકુમારના ઘરે ઈન્કમટેક્ષના દરોડા પડ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમ્યિાન સંપત્તિ સંબંધિત કેટલાક દસત્વેજો ઉપરાંત ભત્રીજા ભૂપિન્દર સિંગના ઘરેથી ૪ કરોડ રૂા. રોકડા તથા સંદીપકુમારના ઘરેથી ૨ કરોડ રૂા. રોકડા મળી આવ્યા હતા. આટલી રોકડ ઘરમાંથી મળતા તે અંગે આગળની કાર્યવાહી કરાઈ છે.

– અમેરિકામાં ૧૯ મી જાન્યુઆરી થી ૫ જી સેવાની શરુઆત થઈ રહી છે. જો કે પ-જી માટે અપાયેલી રેડિયો ફ્રિકવન્સીથી એરલાઈન્સ ની રેડિયો ફ્રિક્વન્સીમાં અડચણ આવવાની શક્યતાના પગલે એર ઈન્ડિયા સહિત ઘણી એરલાઈન્સોએ પોતાની ઉડાનો રદ કરી દીધી હતી. આમ પ-જી સેવા શરુ કરતા હજારો ઉડાનો ને અસર પહોંચી છે. અમેરિકાની તમામ મોટી એરલાઈન્સોએ બાયડન પ્રશારૂ નને આ મામલે હસ્તક્ષેપ કરવા અને પ-જી સેવાને થોડો સમય ટાળવા માટે અરજ કરી હતી.

-આપ ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગોવા ની રાજધાની પણજીમાં આયોજીત એક પ્રેસ બ્રિફીંગમાં પાર્ટીના આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં આપ ના મુખ્યમંત્રીપદ ના ઉમેદવાર તરીકે એડવોકેટ અમિત પાલોકરને નિયુક્ત કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે પાર્ટી રાજ્યની તમામ બેઠકો ઉપરથી ચૂંટણી લડશે. અમિત પાલેકર સેન્ટક્રૂઝ બેઠક મતવિસ્તાર માંથી ચૂંટણી લડશે.

– ભારતના સ્વર્ગસ્થ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતના નાના ભાઈ કર્નલ | વિજય રાવત (નિવૃત્ત) ભાજપામાં જોડાઈ ગયા છે. પાટનગરી નવી દિલ્હી ખાતે ઉત્તરખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામની સાથે મુલાકાત કર્યા બાદ ભાજપાનો કેસરીયો ધારણ કર્યો હતો. ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી માટે ૧૪ મી ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે. કર્નલ વિજય રાવતની ભાજપાના દિગ્ગજ નેતાઓ સાથે ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલતી હતી. હવે આખરે વિજય રાવત વિધિવત રીતે ભાજપામાં જોડાઈ જતા આગામી સમયમાં તેઓ ઉત્તરાખંડમાં ચૂંટણી પણ લડી શકે છે.

– શ્રીલંકાની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. પોતાના ખતમ થઈ ચૂકેલા વિદેશી મુદ્રા ભંડારના કારણે શ્રીલંકાએ પોતાના ગોલ્ડ રિઝર્વનો એક હિસ્સો વેચી દીધો હતો. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકનું ગોલ્ડ રિઝર્વ ૩૮.૨ કરોડ ડોલરતી ગટીને હવે ૧૭.૫ કરોડ ડોલરનું રહી જવા પામ્યું છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંક પાસે ૨૦૨૧ ની શાતમાં ૬.૬૯ ટન સોનાનો ભંડાર હતો જે પૈકી ૧૨.૩ ટન સોનુ વેચવામાં આવ્યું હતું. જો કે શ્રીલંકા માટે આ કોઈ નવી વાત નથી. આ અગાઉ પણ તેઓ એ ૨૦૧૫, ૨૦૧૮ અને ૨૦૧૯ માં પણ સોનુ વેચ્યું હતું. જો કે આમ કરતી વખતે શ્રીલંકાએ પોતની સરખામણી ભારત સાથે કરતા કહ્યું હતું કે ભારતે પણ ૧૯૯૧ માં નાદારીથી બચવા પોતાનું સોનુ ગિરવે મુક્યું હતું.

– ગુજરાતમાં જાણિતા ઉદ્યગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એ ઉંચી ઉડાન લગાવી છે. અદાણી ગ્રીન તો ૩૦ રૂા.નો શેર વધીને ૧૯૦૬ સુધી પહોંચ્યો હતો. આમ અદાણી ગૃપનું પોતાના રોકાણકારોને ૬૪૦૦ ટકા જેટલું તોતિંગ રિટર્ન મેળવી આપ્યું છે. કોરોના કાળમાં પણ અદાણી ગ્રીન ના શેર ભારતના જાણિતા ટાઈટન અને આઈટીસી થી પણ આગળ નીકળી ગયો હતો. અદાણી ગ્રીનના શેરના ભાવ કોરોના કાળમાં પણ રોકેટ ગતિએ વધ્યા હતા.

– જાણિતા સામાજીક કાર્યકર અન્ના હજારેએ દેશના ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને મહારાષ્ટ્રમાં સરકારી ખાંડ મિલોને એક ક્વાર્ટરના મામુલી ભાવે વેચવાનું ષડયંત્ર રચી ૨૫ હજાર કરોડનું કૌભાંડ આચરાયુ હોવાનું જણાવવા ઉપરાંત સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ પાસે સમગ્ર કૌભાંડની તપાસ કરાવવાની માંગ કરી હતી. જો કે અન્ના હજારે એ પોતાના પત્રમાં કોઈપણ સહકારી ખાંડ મિલના નામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

– ભારત સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર કરેલા પહ્મપુરસ્કારની યાદીમાં સૌથી નોંધપાત્ર ભારતના પૂર્વ સીડીએસ સ્વ. બિપીન રાવતને પદ્મવિભૂષણ જ્યારે કોંગ્રેસનાજી-૨૩ સમુહના નેતા અને જમ્મુ-કાશ્મિરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદને પદ્મવિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.

– ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપાને હરાવવા માટે ત્રિસુત્રી ફોર્મ્યુલા સૂચવી હતી. પી.કે.ના જણાવ્યા પ્રમાણે ભાજપાએ હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને જનકલ્યાણની નીતિઓનું મજબૂત નેરેટીવ તૈયાર કર્યું છે. ભાજપા સામે બાથ ભિડવા માંગતા વિપક્ષોએ આ પૈકી ઓછામાં ઓછા બે નેરેટીવ માં ભાજપાને હરાવવો પડશે. જે પણ પાર્ટી કે નેતા ભાજપાને હરાવવા માંગે છે તેણે ઓછામાં ઓછુ ૫ થી ૧૦ વર્ષ માટે ની રણનીતિ તૈયાર કરવી પડશે. આ કામ બે-પાંચ મહિનાઓમાં થઈ શકે નહીં. પ.બંગાળની ચૂંટણી બાદ કોંગ્રેસ સાથે કામ બાબતે પાંચ મહિનાની વાતચીત બાદ પણ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. બન્નેએ સાથે કામ કરવા બન્ને પક્ષોએ આત્મવિશ્વાસ સાથે એક પગલુ આગળ વધવું પડશે. જો કે કોંગ્રેસ સાથે આમ થઈ શક્યું નહિ.

– કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેંચએ કોવિડ૧૯ રસીકરણ પ્રમાણપત્ર ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવવા કરાયેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ) ફગાવી દીધી હતી. ડિવિઝન બેંચએ જણાવ્યું હતું કે વેક્સિ ન પ્રમાણપત્ર ઉપર વડાપ્રધાનનો ફોટો તે વડાપ્રધાનનો સંદેશ છે, જાહેરાત નથી. અને વડાપ્રધાનને રસીકરણ ના પ્રમાણપત્ર દ્વારા સંદેશો આપવાનો અધિકાર છે.

Leave a Reply

Your email address will not be published.