સિરીયા માં આઈસીસ નો જેલ ઉપર હુમલો

સિરીયા માં ચાલી રહેલા આઈએસઆઈએસ ના આતંકવાદીઓ એ અલ હસાકા ની દોવન જેલ ઉપર હુમલો કરી ને જેલ માં બંધક પોતાના ૧૦૦ થી વધુ આતંકવાદીઓ ને છોડાવી લીધા હતા. જો કે કુર્દીશ સેના એ વળતો હુમલો કરતા ચાર દિવસ થી ચાલી રહેલા ઘમાસાણ માં ૧૩૬ લોકો ના મોત થઈ ચૂક્યા સિરિયા માં આઈસીસ પોતાની પકડ મજબૂત કરવા નો પ્રયાસ કરી રહ્યું છે. વાસ્તવ માં ૨૦૧૧ માં આઈસીસે સિરીયા માં મોટાપાયે આતકંકી હુમલા ઓ કરી ને ઘણા પ્રદેશો ઉપર કન્જો જમાવ્યો હતો. પરંતુ ત્રણ વર્ષો બાદ અમેરિકા અને નાટો ના દેશો ના ભિષણ હુમલાઓ બાદ તેમની પકડ છૂટી ગઈ હતી. હવે ફરી આતંકીઓ આ વિસ્તારો માં કળ્યો જમાવવા પ્રયત્નો કરી રહ્યા છે. આથી જ અલ હસાકા ની અલગ અલગ જેલો માં ૫૦ થી વધુ દેશો ના આઈસીસ ના જેલ માં પૂરયેલા આતંકીઓ ને છોડાવવા તેમણે દોવરના જેલ ઉપર જોરદાર હુમલો કરીને ન માત્ર પોતાના આતંકી સાથીઓ ને છોડાવ્યા હતા પરંતુ સાથોસાથ ઘણા હથિયારો પણ લૂંટી લીધા હતા. આતંકવાદીઓ નો જેલ ઉપર હુમલો પૂર્વ નિર્ધારીત હોય તે રીતે હુમલો થતા અગાઉ જ જેલ ની અંદર તોફાનો શરુ થઈ ગયા હતા જેમાં પણ ઘણા કેદીઓ ના મોત થયા હતા.

જેલ ના સલામતી દળ ના સભ્યો જેલ ની અંદર ની પરિસ્થિતિ સંભાળે તે દરમ્યિાન જ આઈસીસે જેલ ઉપર હુમલો કરી દીધો હતો. જો કે કુર્દીશ દળો એ પણ તાત્કાલિક વળતો હુમલો કરી દેતા ૮૪ આઈ ‘સિ ના આતંકીઓ, ૪૫ કુર્દીશ સૈનિકો અને ૭ નાગરિકો સહિત ૧૩૬ લોકો ના મોત થઈ ચૂક્યા છે. કુર્દીશ સિરીયન ડેમોક્રેટીક ફોર્સના જણાવ્યા મુજબ જેલ ની આસપાસ નો સમગ્ર વિસ્તાર સીલ કરી દેવાયો છે અને હવે આતંકવાદીઓ લાંબુ ટકશે નહીં. આઈસીસ ના આતંકવાદીઓ નો આ વિસ્તાર માં પુનઃ કબ્બો મેળવવા ના પ્રયત્ન અને જેલમાં બંધ સાથીઓ ને છોડ|ાવવા માટે કરાયેલા આ હુમલા માં વર્ષો સુદી સુષુપ્તાવસ્થા માં રહેલા આઈસીસ ના છૂપા કેટલાક સ્લિપર સેલ્સ પણ હાલ માં સક્રીય થઈ ગયા છે. કુર્દીશ લડવૈયાઓ એ આ વિસ્તારા થી અસંખ્ય શકમંદો ની પણ અટકાયત કરી હતી. યુનીસેફ એ અટકાયત માં લેવાયેલા લોકો પૈકી ના ૮૫૦ સગીરો ને રક્ષણ આપવા ની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.