હવે વેસ્ટ ઈન્ડિઝ – શ્રીલંકા સિરીઝ

એક સમયે ક્રિકેટ ના ત્રણેય ફોર્મેટ અર્થાત કે ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ ના વર્લ્ડ ચેમ્પિયન ભારત ની ટી-૨૦ વર્લ્ડ કપ માં કારમી હાર બાદ દ.આફિકા ની ટૂર માં ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ વન-ડે માં શરમજનક
વ્હાઈટ વોશ એ કરોડો ક્રિકેટ પ્રેમીઓ ને નિરાશ કર્યા છે.હાલ માં ટીમ ઈન્ડિયા તેના ખરાબ તબક્કા માં થી પસાર થઈ રહી છે. એક તરફ ટીમ માં કેપ્ટનશીપ નો વિવાદ છે તેની સીધી અસર ખેલાડીઓ ના પ્રદર્શન ઉપર જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા માં સતત નિષ્ફળ જઈ રહેલા અમુક પીઢ ખેલાડીઓ ઉપરાંત મિડલ ઓર્ડર માં પણ કોઈ આધારભૂત બેટ્સમેન ની ઉણપ વર્તાય છે. આ ઉપરાંત બોલિંગ ક્ષેત્રે પણ હવે પહેલા જેવી ધાર જોવા નથી મળતી. ત્યારે સવાલ એ છે કે ફેબ્રુઆરી માસ માં જ ભારત ના પ્રવાસે વેસ્ટ ઈન્ડિઝ ની ટીમ આવી રહી છે અને ત્યાર બાદ શ્રીલંકા ની ટૂર છે. વળી ત્યાર બાદ વર્લ્ડકપ પણ રમવા નો છે. ત્યારે દરેક ક્રિકેટપ્રેમી ને એ સવાલ જરૂર થી થાય છે કે શું હાલ ની ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવા માટે યોગ્ય છે ખરી ? તો આના વિશ્લેષણ માટે વિવિધ ફોર્મેટ ની ટીમ ઉપર નજર નાંખીએ. લિમિટેડ ઓવર્સ અથતિ કે ટી-૨૦ કે જે ફોર્મેટ માં એક સમયે ટીમ ઈન્ડિયા ની બાદશાહત હતી.

તેમ જ વિશ્વપ્રસિધ્ધ આઈપીએલ ભારત માં જ ખેલાય છે. જો કે હાલ માં ટીમ ઈન્ડિયા ના બોલર્સ હરીફ ટીમ ના મિડલ ઓર્ડર ની વિકેટ લેવા માં નબળા પૂરવાર થયા હતા. ન્યુઝીલેન્ડ સામે અને બાદમાં પાકિસ્તાન સામે ની મેચ માં આ નબળાઈ છતી થઈ હતી. આમાં ભારત ને સારા પેસ એટેક ની જરુર છે. બોલિંગ ઉપરાંત બેટીંગ માં પણ ટીમ ઈન્ડિયા ને મિડલ ઓર્ડર અને ફિનિશર ની ખોટ સાલે છે. આ માટે સારા ઓલરાઉન્ડર જેવા કે ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ને ટીમ માં સ્થાન મળી શકે છે. ટી-૨૦ ની માફક વનડે માં પણ ભારત નો મિડલ ઓર્ડર ફલોપ પુરવાર થયો હતો. આ જગ્યા પુરવા માટે પણ સૂર્યકુમાર યાદવ, દિપક ચાહર અને શાર્દુલ ઠાકુર ને ટીમમાં સ્થાન મળી શકે છે. જ્યારે ટેસ્ટ ટીમ માં થી હવે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ની વિદાય નિશ્ચિત મનાય છે. જ્યારે બોલર માં ભૂવનેશ્વરકુમાર – ભૂવી નું પણ સતત ખરાબ પ્રદર્શન તેને બહાર નો રસ્તો બતાવી શકે છે. જો કે આ બધા વચ્ચે સારા સમાચાર એ છે કે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ સામે ની શ્રેણી અગાઉ ટીમ ઈન્ડિયા નો હિટમેન અને કપ્તાન રોહિત શર્મા ફીટ થઈ ગયો છે, આ ઉપરાંત દ.આફ્રિકા સામે ક્લિન સ્વિપ થી હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ના હેડ કોચ રાહુલ દ્રવિડ ના જણાવ્યા પ્રમાણે વન-ડે માં જાડેજા અને હાર્દિક ની ખોટ વર્તાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.