૭૩ મો ગણતંત્ર દિવસ
ભારત ના ૭૩ મા ગણતંત્ર દિવસ ની શાનદાર અને ભવ્ય પરેડ ર૬ મી જાન્યુ. ૨૦૨૨ ના દિવસે ધામધૂમ થી ઉજવાઈ ગઈ. ભારતે પોતાના ગણતંત્ર દિવસ ની પરેડ માં પોતાની શક્તિ અને સંસ્કૃતિ નું સુભગ સમન્વય કરી ને દેશ અને દુનિયા ને દર્શાવ્યું.ભ : ૨ તા જ્યારે પોતની આઝાદી ના અમૃત વર્ષ અર્થાત કે ૭૫ વર્ષ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગણત’ત્ર દિવસ ની પરેડ માં ૭૫ વિમાનો ની ભવ્ય લાયપાસ્ટ આકર્ષણ નું કેન્દ્ર બની હતી. દેશ ની સૈન્ય તાકાત અને જીવંત સાંસ્કૃતિક વારસા ની ઝલક દર્શાવતી પરેડ ની સલામી : રાટ પતિ રામનાથ કોવિંદ છે એ લીધી હતી.

ભારતીય તિરંગા ના ધ્વજવંદન અને ૨૧ તોપો ની સલામી બાદ નીકળેલી પરેડ માં આ વખતે ઘણા ફેરફારો જેવા કે આર્મી ના નવા યુનિફોર્મ, પીટી-૭૬ ટૅક, અર્જુન એમ કે આઈ ટેન્ક, ધનુષ ગન્સ, આકાશ મિસાઈલ્સ, ટાઈગર કેટ મિસાઈલ તેમ જ રાફેલ, સુખોઈ, જગુઆર, એમ-આઈ-૧૭ તથા સારંગ, અપાચે અને ડાકોટા જેવા આધુનિક એરક્રાફ્ટો ફલાયપ સ્ટ એ રંગ જમાવ્યો હતો.ભારત ની સાંસ્કૃતિક વિરાસત ના દર્શન કરાવતા વિવિધ રા જ યા ના તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશો ના ટેબ્લો ઉપરાંત ઘણા સરકારી બોર્ડ અને નિગમો ના પણ વિવિધ આકર્ષક ટેબ્લો એ લોકો નું સવિશેષ ધ્યાન ખેંચ્યું હતું. આ વખતે પ્રથમવાર એનસીસી દ્વારા પરેડ માં શહીદો કો શત શત નમન કાર્યક્રમ સામેલ કરાયો હતો જ્યારે જ્યારે ૪૮૦ નૃત્ય કલાકારો એ સાંસ્કૃતિક પ્રદર્શન કર્યું હતું.