એન્ટિ હિન્દુ ફોબિયા ગંભીર ચિંતા

ગ્લોબલ કાઉન્ટર ટેરરીઝમ સ્ટ્રેટેજી કે જે જૂન ૨૦૨૧ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તરફ થી પસાર થયેલી તેની સાતમી સમીક્ષા નો ઉલ્લેખ કરતા સંયુક્ત રાષ્ટ્ર માં ભારત ના રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્ર ની કાઉન્ટર ટેરેરીઝમ કાઉન્સિલ (સીટીસી) ના અધ્યક્ષ ટી.એસ. તિરુમૂર્તિ એ કહ્યું હતું કે ધર્મવિરોધી ખાસ કરી ને એન્ટિ હિન્દુ, એન્ટિ બૌધ્ધ અને એન્ટિ શીખ ફોબિયા નો ઉદય એ એક ગંભીર ચિંતા નો વિષય છે. અને આ ખતરા થી નિપટવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને દરેક સભ્ય દેશો ને ધ્યાન આપવા ની જરુર છે.શ્રી તિરુમૂર્તિ દિલ્હી સ્થિત ગ્લોબલ કાઉન્ટર ટેરરીઝમ કાઉન્સિલ તરફ થી આયોજીત એક કાર્યક્રમ ને સંબોધિત કરી રહ્યા હતા. શ્રી તિરુમુર્તિ એ આ મહિના ની શરુઆત માં જ સંયુક્ત રાષ્ટ્ર ની કાઉન્ટર ટેરેરીઝમ કાઉન્સિલ (સીટીસી) ની અધ્યક્ષતા સંભાળી છે. આ કાઉન્સિલ નું ગઠન અમેરિકા ઉપર ના ૯/૧૧ ના ભિષણ આતંકી હુમલા બાદ કરવા માં આવ્યું હતું. જો કે શ્રી તિરુમુર્તિ એ કાર્યક્રમ ની શરુઆત માં જ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સીટીસી ના અધ્યક્ષ તરીકે નહીં, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર માં ભારત ના રાજદૂત તરીકે સંબોધન કરી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ની સુરક્ષા પરિષદ ને નવી શબ્દાવલીઅને બિનજરુરી પ્રાથમિકતાઓ થી સાવધાન રહેવા ની જરુર છે, જે આપણું ધ્યાન લક્ષ્ય થી વિચલીત કરી શકે છે. આતંકવાદીઓ માત્ર આતંકવાદીઓ જ હોય છે. તેમાં સારા કે ખરાબ નો કોઈ ભેદ હોતો નથી. જેઓ આવા ભેદ ની વાતો કરે છે તેમનો વાસ્તવિક ઉદેશ્ય આવા લોકો ને માત્ર બચાવવા નો હોય છે, આમ તેઓ પણ બરાબર દોષિત છે. આપણે આતંકવાદ સામે ની લડાઈ માં બેવડુ વલણ ના અપનાવવું જોઈએ. ૨૦૨૦ માં સંયુક્ત રાષ્ટ્ર ના એક પ્રસ્તાવ માં અંતધાર્મિક અને અંતર સાંસ્કૃતિક સંવાદ ને પ્રોત્સાહન, શાંતિ માટે સમજ અને સહ્યોગ ને વધારવા ની મંજરી આપી હતી. જેમાં ઈસ્લામો ફોબિયા, | ક્રિશ્ચિયનો ફોબિયા અને યહુદી વિરોધ ની વાત કરવા માં આવી હતી. છેલ્લા બે વર્ષો થી ઘણા સભ્ય દેશો તેમ જ રાજકીય, ધાર્મિક અને અન્ય વાતો થી પ્રેરિત થઈ ને આતંકવાદ ને વંશીય અને જાતિય સ્વલ્પ થી પ્રેરિત હિંસા, હિંસક રાષ્ટ્રવાદ અને દક્ષિણપંથી | ઉગ્રવાદ વગેરે શ્રેણીઓ માં વિભાજીત કરવા
નો સભાનતાપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર ની સુરક્ષા પરિષદ ની કાઉન્ટ ટેરરીઝમ સ્ટ્રેટેજી શબ્દાવલી માં ૨૦૧૯ ના અંત અને ૨૦૨૦ની શરુઆત માં ઈસ્લામોફોબિયા અને ક્રિશ્ચિયનોફોબિયા જેવા શબ્દો સામેલ થયા બાદ ભારત પણ હિન્દુ, બૌધ્ધ અને શિખો વિરુધ્ધ થયેલી હિંસા ને માન્યતા આપવા માટે ભાર મુકી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.