અમિતાભ દેખાશે ઝુંડ માં

બોલિવુડના શહેનશાહ, બિગ બી હવે દર્શકો નું મનોરંજન કરવા માર્ચ માસ માં તેમની આગામી ફિલ્મ ઝુંડ માં દેખાશે. કોરોના ના કારણે રિલિઝ મુલત્વી રખાયા બાદ ખુદ અમિતાભ બચ્ચને ટ્વિટ કરી ને આપેલી જાણકારી અનુસાર ફિલ્મ ઝુંડ માર્ચ મહિના માં સિનેમાઘરો માં પ્રદર્શિત થશે.અમિતાભ ની આગામી ફિલ્મ ઝુંડ ના ડિરેક્ટર નાગરાજ મંજુસે સાવિ યા તો મરાઠી ફિલ્મ સૈરાટ તથા તેમની શોર્ટ ફિલ્મ પિસ્તુલ્યા ને નોન-ફિચર ફિલ્મ કેટેગરી નો નેશનલ એવોર્ડ જીત્યો હતો. આ એક સ્પોર્ટસ ફિલ્મ છે. જે નાગપુર ના સમાજ સેવક વિજય બરસે કે જેમણે સ્લમ વિસ્તાર ના બાળકો માટે ફૂટબોલ ની ટીમ બનાવી હતી તેના ઉપર આધારીત છે. આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન વિજય બરસે નું પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મ માં તેમની સામે આકાશ, યોસાર, રિંકુ, રાજગુરુ તથા અન્યો કામ કરી રહ્યા છે.
જ્યારે ફિલ્મ માં સંગીત અજય-અતુલ નું છે. મુંબઈ/મહારાષ્ટ્ર માં કોરોના ના કેસો ઘટવા માંડતા ફેબ્રુઆરી માસ થી થિયેટરો અડધી ક્ષમતા સાથે ખુલી ગયા છે.

આથી માર્ચ માસ સુધી માં થિયેટરો પૂરી ક્ષમતા સાથે ચાલશે પણ થ૧૪ થી અધિક ની તેવી આશા રખાઈ રહી છે. આ ઉપરાંત ઓમિકોન ના આવા કપરા સમય માં પણ કે જ્યાં દિલ્હી, મુંબઈ જેવા શહેરો માં થિયેટરો બંધ હતા જ્યારે અન્યત્ર પણ માત્ર ૫૦ ટકા ક્ષમતા સાથે થિયેટરો ચાલતા હોવા છતા મૂળ તેલુગુ થી પરંતુ હિંદી માં ડબ કરાયેલી ફિલ્મ પુષ્પા એ તેના હિન્દી ફિલ્મ માં થી ૧૦૦ કરોડ થી અધિક ની કમાણી કર્યા બાદ હજુ સાતમા સપ્તાહ માં પણ ખૂબ જ સારુ પ્રદર્શન કરી રહી હોવાથી હવે બોલિવુડ પ્રોડ્યુસર્સ/ડિસ્ટ્રીબ્યુટર્સ ઓટીટી ના બદલે થિયેટરો માં જ ફિલ્મ રિલીઝ કરવા મક્કમ બન્યા છે.અમિતાભ બચ્ચન ૭૯ વર્ષ ની વયે પણ બોલિવુડ માં ખૂબ બિઝી એક્ટર છે. તેમની આગામી ફિલ્મો માં ૪ થી માર્ચે ઝુંડ ઉપરાંત ૨૦૨૨ માં ધ ઈન્ટર્ન માં દિપીકા સાથે, ગુડબાય માં રશ્મિકા મંદાના અને નીના ગુપ્તા, રનવે-૩૪ માં અજય દેવગન ને રકુલ પ્રિત સિંહ સાથે, તેરા યાર હું મેં માં એસ. જે.સૂર્યા અને રમ્યા ક્રિશ્નન સાથે, પ્રોજેક્ટ-કે માં પ્રભાસ અને દિપીકા સાથે, તેમ જ બ્રહ્માસ્ત્ર માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે નજરે પડશે.

Leave a Reply

Your email address will not be published.