અમૃતસર બેઠક ઉપર સિધ્ધ સાથે મજીઠીયા,
પંજાબ વિધાનસભાની ૨૦મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે લગભગ બધા રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ નક્કી કરી દીધા છે. પંજાબ કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષ નવજોતસિંગ સિધ્ધને અમૃતસર પૂર્વથી મેદાનમાં ઉતાર્યા છે. તેમની સામે શિરોમણી અકાલી દળ એ વરિષ્ઠ નેતા બિક્રમસિંગ મજીઠીયાને ઉતાર્યા છે.બિ જ મસિગ મજીઠીયા’ જા ! અકાલીદળનું મોટું અને જાણીતું નામ છે. તેઓ પાર્ટી અધ્યક્ષ સુખબીર સિંગ બાદલના સાળા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરમિતકૌર બાદલના ભાઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિંગ સિધ્ધ પંજાબમાં ડ્રગ્સના મામલે હંમેશા મજીઠીયા ઉપર માછલા ધોયા હતા. જો કે હવે અમૃતસર બેઠક ઉપરથી કોંગ્રેસી ઉમેદવાર પ્રદેશ પ્રમુખ નવજોત સિંગ સિધ્ધ ના ચૂંટણી રણસંગ્રામમાં સીધો મુકાબલો મજીઠીયા સાથે થવાનો છે. બિક્રમસિંગ મજીઠીયાએ પંજાબની કોંગ્રેસી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઈતિહાસમાં પ્રથમવાર પંજાબમાં માત્ર ત્રણ માસના ગાળામાં ૪ ડીજીપી બદલાઈ ચૂક્યા છે. મુખ્યમંત્રીએ અન્ય મંત્રીઓ સાથે મળીને પોતાના પદને બચાવવા અને મને ફસાવવા ષડયંત્રો રચી રહ્યા છે.
પંજાબના સી.એમ. ચન્નીના નજીકના સંબંધીને ત્યાં હાલમાં જ પડેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડાથી એ બાબત તો સાબિત થઈ ગઈ છે કે કોંગ્રેસના શાસનમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલે છે. ભૂપિન્દર સિંગ ના ઘરમાંથી ૧૦ કરોડ રૂા. રોકડા અને સોનુ મળી આવ્યું છે. આવા સમયે દોષિતો સામે કાર્યવાહી કરવાના બદલે કોંગ્રેસ પાર્ટી દોષિતોને બચાવવા કેન્દ્ર અને ઈડી સામે ફરિયાદ કરવા ચૂંટણીપંચ પહોંચી ગઈ. આ ઉપરાંત મજીઠીયાએ પૂર્વ ડીજીપી સિધ્ધાર્થ ચટ્ટોપાધ્યાય ઉપર ગેંગસ્ટરો સાથે સંબધો ધરાવતા હોવાનો સનનીખેજ આરપ લગાવતા કહ્યું હતું કે પીએમના પંજાબ પ્રવાસ અગાઉ જ ડીજીપીએ તેમની નજીકના એક ગેંગસ્ટરને કહ્યું હતું કે અમે મોદીને પણ પાઠ ભણાવીશું. જે ડીજીપી કક્ષાનો પોલિસ અધિકારી ગેંગસ્ટરો સાથે સંબંધો ધરાવતો હોય તેવા અધિકારી પીએમ મોદીની સુરક્ષાને પણ કોમ્પ્રોમાઈઝ કરી શકે છે. કોંગ્રેસે બંધારણની તેમ જ રાષ્ટ્રના ગણતંત્ર દિવસની મજાક ઉડાવી છે.આમ બિક્રમસિંહ મજીઠીયા અત્યારથી જ પંજાબના અતિ મહત્વના અમૃતસર શહેરમાં કોંગ્રેસ પાર્ટી હાલના કોંગ્રેસી શાસનના કૌભાંડો અને ખાસ કરીને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ વિરુધ્ધ અમૃતસર પૂર્વની બેઠક ઉપર પોતાની રાજકીય ભૂમિ તૈયાર કરી રહ્યા છે.