અમેરિકી રાજનીતિ માં પણ કાળુ ધન !
ભારત માં અમુક વર્ગ ચૂંટણીઓ આવે ત્યારે કાળા ધન નો રાજકીય પક્ષો દ્વારા ઉપયોગ ની બૂમો પાડતા હોય છે. હવે સમાચાર આવ્યા છે તે પ્રમાણે આ દુષણ માત્ર ભારત માં જ છે તેવું નથી. અમેરિકી રાષ્ટ્રપતિપદ ની ચૂંટણી માં પણ કાળા ધન ની બોલબાલા છે.અમેરિકા માં મુખ્ય છે. આ રાજનૈતિક બે પાર્ટીઓ પૈકી ? ની એક ડેમોક્રેટિક પાર્ટી છેલ્લા ૧૦ વર્ષો થી ફરિયાદ કરતી હતી કે મુખ્ય પ્રતિસ્પર્ધી પાર્ટી રિપબ્લિકન અને તેના સહયોગી રાજનીતિ ને પ્રભાવિત કરવા માટે અજ્ઞાત સ્ત્રોતો થી મળેલા અબજો ડોલર નો ઉપયોગ કરી રહ્યા છે. ડેમોક્રેટીક અને ડાબેરીઓ ચેતવણી આપતા હતા કે મોટી કંપનીઓ અને અબજોપતિ સ્વયંસેવી સંગઠનો ના માધ્યમ થી અપાર બિન હિસાબી ધન ખર્ચે છે.
આ સંગઠનો જેમના પૈસા નો હિસાબ આપતા નથી, તેના થી ભ્રષ્ટાચાર વધવા નો ખતરો છે. જો કે પ્રતિષ્ઠિત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા ટેક્સ રિટર્ન અને આંકડાઓ નું વિશ્લેષણ કરાતા જાણવા મળ્યું હતું કે ૨૦૨૧ ની રાષ્ટ્રપતિ ની ચૂંટણી માં ડેમોક્રેટીક પાર્ટી એ કાળા ધન ને સ્વિકાર્યુ હતું અને હવે ચૂંટણી ખર્ચ ના મામલે રિપબ્લિકનો ને પણ પાછળ છોડી દીધા હતા. આમ આ તપાસ માં એ હકીકત સામે આવી હતી કે ૨૦૨૦ ની પ્રમુખપદ ની ચૂંટણી માં ડેમોક્રેટીક પાર્ટી સંલગ્ન સ્વયંસેવી સંગઠનો એ ૧૧૨૫૬ કરોડ રૂા.નો ખર્ચો કર્યો હતો જ્યારે તેમની તુલના માં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની રિપબ્લિકન સંલગ્ન સ્વયંસેવી સંગઠનો એ માત્ર ૬૭૫૪ કરોડ રૂા.નો ખર્ચો કર્યો હતો. આ તપસ માં અમેરિકી રાજનીતિ ને નવું રૂપ આપનાર ગુપ્ત રાજકીય માળખા નો વિસ્તાર ઉજાગર થયો છે. આ બન્ને પક્ષો ઉપરકાંત ડાબેરીઓ માટે અઘોષિત IS ધન ના ક્લિયરીંગ હાઉસ જેવું તો કામ કરતા સંલગ્ન સિક્સટહીન થર્ટી ફંડ ના ૩૭૫ કરોડ આ રૂા. રહસ્યમયી રીતે મળ્યા હતા. તેમણે ૨૦૨૦ માં કુલ ૩૦૭૬ કરોડ રૂા. ખર્ચ કર્યા હતા કે ડેમોક્રેટીક નેશનલ કમિટી કરતા પણ અધિક હતા. આ સંગઠને ૨૦૦ ગૃ પો ને નાણાં આપ્યા છે.
ખુદ રિપબ્લિન પાર્ટી નું સમર્થન કરતા સંગઠનો એ પણ ટ્રમ્પ ને હરાવવા માટે ડેમોક્રેટિક પાર્ટી ને સહ્યોગ આપ્યો હતો. હવે એ બાબત ખુલી ને સામે આવી ગઈ છે કે અમેરિકા ની રાજનીતિ માં પણ મોટા પાયે ગુપ્ત ધન (કાળુ નાણું) ખર્ચાઈ રહ્યું છે. ૨૦૨૦ ના રાષ્ટ્રપતિપદ ના ચૂંટણી અભિયાન માં હાલ ના પ્રમુખ જો બાયડન એ ૭૫00 કરોડ રૂા. એકત્રિત કર્યા હતા જ્યારે પૂર્વ રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત ૬૧૦૦ કરોડ રૂા. જ એકત્રિત કરી શક્યા હતા. આમ હવે ચૂંટણી માં ખર્ચાતા ગુપ્ત ધન મામલે ડેમોક્રેટિક પાર્ટી ગત ચૂંટણી માં સત્તા ઉપર ના હોવા છતા પણ રિપબ્લિન પાર્ટી થી આગળ નિકળી ગઈ છે.