આઈપીએલ નું મેગા ઓકશન
૨૦૨૨ માં આઈપીએલ નું મેગા ઓક્શન ૧૨ અને ૧૩ મી ફેબ્રુઆરી ના રોજ યોજાશે. આ માટે બીસીસીઆઈ એ મંગળવાર, ૧ લી ફેબ્રુઆરી એ પ૯૦ ખેલાડીઓ ની યાદી પણ બહાર પાડી છે, જે ખેલાડીઓ ઓક્શન માટે ઉપલબ્ધ છે.આઈપીએલ નું મેગા ઓક્શન બે દિવસ ચાલશે જેમાં ફેંચાઈઝી ની ૧૦ ટીમો ભાગ લેશે. આ માટે જાહેર કરાયેલી ૫૯૦ ખે લાડી આ ની યાદી પૈકી ૩૭૦ ભારતીય ખ લાડી આ
જ્યારે ૨૨૦ વિ દ શ ૧ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.વિદેશી ખેલાડીઓ ૭ એસોસિએટ દેશ ના ક્રિકેટરો છે. જો કે આ વર્ષે ગયા વર્ષ ની ટુર્નામેન્ટ ના ઘણા જાણિતા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા નથી. જેમાં ઇંગ્લેન્ડ ના જો રુટ, જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ, સેમ કરન ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ નો વિસ્ફોટક બેસમેન ક્રિસ ગેઈલ તથા ઓસ્ટ્રેલિયા નો મિશેલ સ્ટાર્ક પણ આ ઓક્શન માં ઉપલબ્ધ નથી. આ ઉપરાંત ૪૮ ખેલાડીઓ એ પોતા ને ૨ કરોડ ની બેઝ પ્રાઈઝ થી, ૨૦ ખેલાડીઓ એ ૧.૫ કરોડની બેઝ પ્રાઈઝ થી અને ૩૪ ખેલાડીઓ એ ૧ કરોડ ની બેઝ પ્રાઈઝ થી ઉપલબ્ધ રહેશે.
આ વખત ની આઈપીએલ ઓક્શન માં અગાઉ ૩૩ ખેલાડીઓ ને પૂર્વ ફેંચાઈઝીઓ એ રિટેઈન કર્યા છે જે પૈકી ૮ ફેંચાઈઝીઓ એ ૨૭ ખેલાડીઓ ને રિટેઈન કર્યા છે જ્યારે લખનૌ અને ગુજરાત ની નવી ફેંચાઈઝીઓ એ ૬ ખેલાડીઓ ને રિટ”ઈન કર્યા છે. આ વખતે અત્યાર સુધી માં લોકેશ રાહુલ ૧૭ કરોડ ની બેઝ પ્રાઈઝ મેળવનાર સૌથી મોઘો ખેલાડી બની ગયો છે. જો કે બેંગ્લોર નાપૂર્વ કપ્તાન કોહલી ને ૨૦૧૮ ની સિઝન માં ૧૭ કરોડ રૂા. જ ફી મળી હતી. આઈપીએલ ની અન્ય એક સારી વાત એ બની છે કે હવે તેના ટાઈટલ સ્પોન્સર્સ તરીકે જે ચાઈનીઝ કંપની વિવો હતી તે હવે ટાઈટલ સ્પોન્સર્સ રહેશે નહીં. હવે આઈપીએલ ની ટાઈટલ સ્પોન્સરશીપ ભારતીય દિગ્ગજ કંપની ટાટા જૂથ એ મેળવી લીધી છે. આમ આ વર્ષે આઈપીએલ ના ટાઈટલ સ્પોન્સર્સ તરીકે વિવો ની આ છેલ્લી સિઝન છે. ૨૦૨૩ થી આઈપીએલ ની ટાઈટલ સ્પોન્સરશિપ ટાટા જૂથ ને મળી જશે.