ઈમરાન ફેબ્રુઆરી માં ચીન ની મુલાકાતે

નાદારી ના આરે ઉભેલા દેશ પાકિસ્તાન ના વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી પોતાના છ મંત્રીઓ સાથે ત્રીજી ફેબ્રુઆરી એ ચીન ની મુલાકાત જઈ રહ્યા છે. સત્તાવાર રીતે ચીન માં ચોથી ફેબ્રુઆરી થી શરુ થતા વિન્ટર ઓલિમ્પિક ની ઓપનિંગ સેરેમની માં હાજર રહેવા ના છે. જો કે પાક. મિડીયા રિ પો ટ – સ પ્રમાણે કટોરા ખાન ચીન ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસે વધુ ૩ અબજ ડોલરની લોન માંગી શકે છે.
પાકિસ્તાન ના જ અખબાર “એક્સ પ્રેસ ટ્રિબ્યુન” ના અહેવાલ પ્રમાણે ઈમરાન નિયાઝી ની ચીન મુલાકાત નો અસલ હેતુજણાવી દીધો હતો. જો કે પાકિસ્તાન કે ઈમરાન ખાન નિયાઝી ની મજ્જા જે હોય તે, વાસ્તવિકતા એ છે કે ચીને હજુ સુધી ઈમરાનઅને શી જિનપિંગ ની મુલાકાત ને મંજુરી આપી નથી.

જો કે નિયાઝી એ મન બનવી લીધું છે કે જિનપિંગ સાથે મુલાકાત ના પણ થાય તો ચીન ના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી દેવુ માંગવા કટોરો ધરવા માં આવશે. પાક. વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી એ ૨૦૧૮ માં સત્તા ઉપર આવ્યા બાદ થી આજ સુધી માં ચીન પાસે થી ૧૧ અબજ ડોલર ની લોન લઈ ચુક્યા છે જેનું માત્ર વ્યાજ આપી રહ્યા છે,હજુ સુધી મુદ્દલ તો પરત કરી નથી. વળી આ પૈકી ૪ અબજ ડોલર ફોરેન રિઝર્વ તરીકે પાક. બેંક માં જમા છે, જેનો તે ઉપયોગ કરી શકતા નથી. હાલ માં પાકિસ્તાન પાસે માત્ર ૧૬.૧ અબજ ડોલર નું ફોરેન એક્સ ચેન્જ રિઝર્વ છે. તેમાં પણ ચીન, યુએઈ અને સાઉદી ના પૈસા છે. સાઉદી એ તો ૨૪ કલાક માં લોન પરત લેવાની શરત રાખી છે. હવે જો આ ત્રણેય દેશો ગમે ત્યારે પોતાના પૈસા કાઢી લે તો પાકિસ્તાન નું દેવાળું ફૂંકાઈ જાય.

વળી ચીન હાલ માં પાકિસ્તાન થી નારાજ છે કારણ કે ચીન નો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સીપેક (ચાઈના પાકિસ્તાન ઈકોનોમીક કોરિડોર) છેલ્લા બે વર્ષ થી બંધ પડ્યો છે. આ ઉપરસંત પાકિસ્તાન સ્થિત ચીન દ્વારા બનાવાઈ રહેલા દાસુડેમ પ્રોજેક્ટ માં ચીન ના કાર્યરત ૯ એન્જિનિયર ની એક આતંકી હુમલા માં મોત થયા હતા. જેમાં ચીન ના દબાણ બાદ પણ પાક.એ ખૂબ જ ઓછુ વ ળ તા ૨ ચૂકવ્યુ હતું. જો કે લોન મ ળ વ !સાથે સૌથી મોટી આશંકા તો પાકિસ્તાન માં પ્રવર્તતી રાજકીય અસ્થિરતા ની સ્થિતિ છે. એમ પણ કહેવાય છે કે પાકિસ્તાન માં માર્ચ સુધી માં શાસન બદલાઈ પણ શકે છે. હવે જો આવી પરિસ્થિતિ ઉભી થાય તો નવી સરકાર નું કેવું વલણ હશે તેઓ ફરી અમેરિકા ના ઈશારે નાચશે? કે પછી ચીન ની વાત માનશે?

Leave a Reply

Your email address will not be published.