કિશન ભરવાડ હત્યા માં પાક. કનેક્શન

અમદાવાદ શહેર ના ધંધુકા જીલ્લા ના સુદરકુવા વિસ્તાર માં ૨૫ મી જાન્યુ.૨૦૨૨ ના સાંજ ના સમયે બાઈક ઉપર આવેલા બે હુમલાખોરો એ કિશન ભરવાડ ઉપર ફાયરીંગ કરી હત્યા નિપજાવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જો કે ઘટના ની પોલિસ તપાસ માં ઘટના ના તાર અમદાવાદ, રાજકોટ અને છેક પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું વ્હાર આવ્યું હતું.મૂળ લીંબડી ના ચૂડા તાલુકા ના ચચાણા ગામ ના રહેવાસી કિશન બોળિયા (ભરવાડ) માલધારી સમાજ નો હતો. જે ધંધુકા ના મોઢવાડા વિસ્તાર માં તેની પત્ની, માતા-પિતા તથા માત્ર ૨૦ દિવસ ની પુત્રી સાથે રહેતો હતો. તે ઝેરોક્ષ ની દુકાન ચલાવવા ઉપરાંત પશુપાલન નો પણ વ્યવસાય કરતો હતો. છઠ્ઠી જાન્યુઆરી એ ફેસબુક ઉપર વિવાદાસ્પદ પોસ્ટ મુકનાર કિશન ભરવાડ વિરુધ્ધ ૯ જાન્યુ.એ વિધર્મીઓ એ પોલિસ ફરિયાદ કરતા કિશન ભરવાડ ની પોલિસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ વિવાદાસ્પદ પોસ્ટ પણ ડિલીટ કરી દેવાઈ હતી અને કિશન ને જામિન મળી જતા બહાર આવી ગયો હતો. જો કે આખરે ૨૫ મી જાન્યુઆરી એ બાઈક ઉપર આવેલા શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને બાઈક ચાલક ઈસ્તિયાઝ પઠાણે કિશન ભરવાડ ઉપર બે ગોળીઓ ધરબી ને તેની હત્યા કરી હતી.

કિશન ભરવાડ ની ધંધુકા ખાતે યોજાયેલી પ્રાર્થના સભા માં પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ મૃતક ના પરિવાર ને સધિયારો આપતા જણાવ્યું હતું કે ગુન્હેગારો ને પકડી ને સખ સજા કરવા માં આવશે. ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ પણ કહ્યું હતું કે કેટલાક લોકો રાજ્ય ની શાંતિ ને ડહોળવા નો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ રાજ્ય | સરકાર આવી ઘટનાઓ ને સાંખી લેશે નહીં. આ કેસ માં પાંચ દિવસ માં જ બે મૌલવીઓ સહિત છ જણા ની ધરપકડ થઈ ચૂકી છે. જે પૈકી શબ્બીર, ઈસ્તિયાઝ પઠાણ, મૌલવી ઐયુબ જાવરવાલા, મૌલવી કમાર ગની ઉસ્માની, વસીમ બચા અને અજીમ સમા નો સમાવેશ થાય છે. વાસ્તવ માં શબ્બીર, કટ્ટરવાદી માનસિકતા ધરાવતો હતો અને ઈન્ટરનેટ ના માધ્યમ થી મુસ્લિમ યુવાનો ને ભડકાઉ ભાષણો આપતા દિલ્હી ના મૌલાના કમર ગની ઉસ્માની ના સંપર્ક માં આવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ ઉપર ભડકાઉ ભાષણો કરતો મૌલાના કમર ગની ધાર્મિક | વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ને માફ કરતો નથી પરંતુ ગુસ્તાખ-એ-રસુલ ની સજા વાસ_બ-એ-કલ માં માને છે. ઈન્સ્ટા ના માધ્યમ થી સંપર્ક માં આવેલા શબ્બીર જ્યારે દિલ્હી માં મૌલાના કમર ને મળ્યો ત્યારે તેમણે અમદાવાદ ના દાણીલીમડા ના મૌલવી ઐયુબ જાવરવાલા સાથે મુલાકાત ગોઠવી આપી હતી.

મૌલવી ઐટ્યુબ આ અગાઉ જ્યારે મૌલવી કમર ગની ના સંપર્ક માં આવ્યો હતો અને કંઈક નવું કરવા ની ઈચ્છા જણાવી જ્યારે મૌલવી કમર ગની એ તેને જરુરી તમામ મદદ અને સમય આવે લિગલ એઈડ ની પણ ખાતરી આપી હતી. આમ શબ્બીર નો મેળાપ મૌલવી ઐટ્યુબ સાથે થયો. ઘટના ક્રમ ની | તપાસ માં અન્ય એક બાબત પણ સામે આવી હતી કે મૌલાના ઐય્યબ ગત વર્ષે શબ્બીર ને હથિયાર લઈ ને પોરબંદર ગયા હતા. ત્યાં કોઈ યુવાન સાજણ ઓડેદરા ની હત્યા કરવા માટે ગયા હતા. સાજણ ને ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કરવા બદલ બે માસ ની સજા થઈ હતી. જે પૂરી કરી બહાર આવ્યા બાદ આ બન્ને પોરબંદર તેની હત્યા ના ઈરાદે પહોંચ્યા હતા. પરંતુ તેમને સાજણ ના મળતા પરત આવ્યા હતા. ત્યાર બાદ શબ્બીર સાથે કિશન ભરવાડની હત્યા નો પ્લાન ઘડાયો હતો. અમદાવાદ ના મૌલવી એ હથિયાર સહિત આર્થિક મદદ અને જરૂરી ટિપ પણ આપી હતી. મૌલવી ને હથિયાર પુરુ પાડનાર અજીસ સમા તેમ જ તેના ભાઈ વસીમ બચા ની પણ ધરપકડ થઈ ચૂકી છે. આમ કિશન ભરવાડ ની હત્યા નું ષડયંત્ર દિલ્હી ના મૌલાના કમર ગની ઉસ્માની એ અમદાવાદ ના મૌલાના ઐઠુબ જાકરવાલા સાથે મળી ને ઘડ્યું હતું.

જેમને હથિયાર અજીમ સમા અને વસીમ બચા એ પુરુ પાડ્યું અને આખરે ઈસ્તિયાઝ ની બાઈક પાછળ બેસી ને શબ્બીર એ કિશન ભરવાડ ની હત્યા કરી. સમગ્ર ઘટનાક્રમ માં સોશ્યિલ મિડીયા નો મહત્વનો રોલ છે અને ભડકાઉ ભાષણો દ્વારા યુવાનો નું બ્રેઈનવોશ કરતા દિલ્હી ના કમર ગની ઉસ્માની જેવા અન્ય કેટલા મૌલવીઓ આવા યુવાનો ના બ્રેઈનવોશ કરવા ભડકાઉ ભાષણો આપે છે? તથા કમર ગની અમદાવાદ માં કેટલા લોકો સાથે સંપર્ક માં હતો? અમદાવાદ ની મુલાકાત દરમ્યિાન કોને-કોને મળતો હતો ? ગુજરાત માં પણ જિહાદ ના નામે સ્લિપર સેલ એક્ટિવ કરાયા હોવાની એટીએસ તપસિ કરી રહી છે. તપાસ માં પાકિસ્તાન ના કેટલાક ફિલ્મ અને અન્ય સંગઠનો ભડકાઉ ભાષણો દ્વારા યુવાનો ને ધર્મના નામે ભડકાવી કેટલાક મૌલવીઓ તેમનો હાથો બની આવા યુવાનો ને પૈસા, હથિયાર, છુપાવા ની જગ્યા અને કાયદાકીય મદદ ની ખાત્રી આપી આવા ષડયંત્રો પાર પાડતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ માં તો તમામ આરોપીઓ ના રિમાન્ડ દરમ્યિાન વધારે સ્ફોટક ખુલાસાઓ થવાની સંભાવનાઓ છે, દિલ્હી નો મૌલાના કમર ગની ઉસ્માની પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામી માટે કામ કરતો હતો. જે પાકિસ્તાની સંગઠન ગુજરાત, ભારત સહિત દેશ-વિદેશો માં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે અને મૌલાના ગઝવા-એ-હિંદ એજન્ડા ઉપર કામ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published.