ગિફ્ટ સિટી માં યુનિવર્સિટીઓ ને શિપિંગ કારોબાર

ભારત ના નાણામંત્રી નિર્મલા સીતારામન એ ૧ લી ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ કેન્દ્રીય બજેટ રજુ કરતા કરેલી અમુક જાહેરાતો ગિફ્ટ સિટી – ગા”ધીનગર ને લગતી હતી. ગિફ્ટ સિટી માં ફિનટેક, સાયન્સ, એન્જિનિયરિંગ, ટેક તેમ જ મેથેમેટિક્સ ક્ષેત્રે નવી વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઝ તેમ જ શિપિંગ કારોબાર નો કરોડો નો ફાયનાન્સનો ધંધો ગિફ્ટ સિટીના આઈએફએસસી થી થશે.ગિફ્ટ સિટી તેની એક ફાયનાન્સ ટેક સિટી તરીકે ની ઓળખ માટે હવે આધુનિક અભ્યાસ ના કેન્દ્ર ની પણ ઓળખ પ્રાપ્ત કરશે. વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી ગાંધીનગર ના ગિફ્ટ સિટી થી ફિનટેક, ટેકનિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરશે. ભારત સરકાર સાયન્સ ટેક, એન્જિનિયરીંગ અને મેથેમેટિક્સ-સ્ટેટ ને તેની શિક્ષણ પોલિસી માં અમલ માં મુકવા ની જાહેરાત કરી હતી.

નાણામંત્રી બજેટ પર બોલતા ગાંધીનગર ની ગિફ્ટ સિટી માં નવી વિવિધ યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યુટ ગિફ્ટ સિટી ખાતે સ્થપાશે તેની જાહેરાત કરી હતી. જેના પગલે ફિનટેક અને સાયન્સ ટેકનોલોજી ઉપર ભાર મુકવા માં આવશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ જ્યુરિડિક્શન માં આવતા કેટલાક વિવાદ નો ઝડપી ઉકેલ લાવવા ગિફ્ટ સિટી માં આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટર પણ સ્થપાશે. જેના પગલે ગિફ્ટ સિટી ના આઈએફએ સી માં સ્થપાયેલી કોઈ કંપનીઓ સાથે જો કોઈ વિવાદ થાય તો આ ઓથોરીટી ની મદદ થી ઝડપી વિવાદ નો ઉકેલ લાવી શકાય.ગિફ્ટ સિટી ના એમ.ડી. અને ગૃપ સીઈઓ તપન રે ના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય બજેટ માં જાહેર કરાયેલી બાબતો ગિફ્ટ આઈએફએસસી ખાતે નિયમનકારી ઈકોસ્ટિ સ્ટમ ને સક્રિય કરવા પ્રત્યે કેન્દ્ર સરકાર અને નાણાં મંત્રાલય ની કટિબધ્ધતા ને પ્રદર્શિત કરે છે. આથી દેશની આર્થિક વૃધ્ધિ ઉપર પણ બહુવિધ અસરો જોવા મળશે.

વિશ્વ સ્તરીય યુનિવર્સિટીઝ ની સ્થાપના થી ફાયનન્શિયલ સર્વિસીઝ ક્ષેત્રે કુશળ માનવબળ ની ઉપલબ્ધતા ખૂબ સરળ બની રહેશે. ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર ગિફ્ટ સિટી ખાતે આઈએફએસસી સંલગ્ન કંપનીઓ ની તકરાર નિવારણ ને મજબૂત કરશે અને એકંદરે ગિફટ સિટી ખાતે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ ને બળ મળશે.આમ ગિફિટ સિટી એ ન માત્ર ગાંધીનગર ના કે ગુજરાત ના પરંતુ સમગ્ર ભારત દેશ ની આર્થિક વૃધ્ધિ અને ભારત થી આયાત નિકાસ માં સંકળાયેલી શિપીંગ બિઝનેશ ને પણ વૃધ્ધિ આપશે.

Leave a Reply

Your email address will not be published.