ગુજરાત માં પાણી ની અછત ભૂતકાળ બનશે !

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતરામને પેશ કરેલા દેશ ના બજેટ માં ગુજરત માટે અતિ લાભકારી એવી નદીઓ ના જોડાણ ની જાહેરાત કરી હતી. નાણામંત્રી એ દમણ-ગંગા નદી સાથે તાપી અને નર્મદા નદીઓ ને જોડવા ની જાહેરાત કરી હતી. આ યોજના થી પૂર્વ વડાપ્રધાન બાજપેયીજી ના નદીઓ ને જોડવા નું સ્વપ્ન પૂરું થવા ઉપરાંત ગુજરાત માં પાણી ની અછત એ ભૂતકાળ ની યાદો માં સમાઈ જશે.
કેન્દ્રીય બજેટ માં બહુહેતુક નદીઓ ના જોડાણ ના પ્રોજેક્ટ નો ઉલ્લેખ કરાયો હતો. આ જાહેરાત મુજબ દમણ-ગંગા અને તાપી અને નર્મદા નદીઓ ને જોડતા રસ્તા માં આવતી અન્ય સાત નાની મોટી નદીઓ જેવી કે કિમ, પૂર્ણા, પાર, અંબિકા, કોલક, ઔરંગા જેવી નદીઓ ને પણ આ પાણી થી નવપલ્લિત થશે તેવી સંભાવનાઓ છે. આમ ચોમાસા સિવાય ઓછુ પાણી ધરાવતી આ નદીઓ માં પણ તાપી, નર્મદા ના દમણગગા સાથે ના જોડાણ થી બારેમાસ નદીઓ માં નીર હિલોળા લેશે. ભારત ની કુલ વસતિ ની ૫ ટકા વસતિ ગુજરાત માં વસે છે જ્યારે ભારત માં ઉપલબ્ધ જળરાશિ ના માત્ર ૨ ટકા ગુજરાત માં ઉપલબ્ધ છે.

જેથી નદીઓ ના જોડાણ ની તાતી જરૂરિયાત છે. જેથી દમણગંગા, પાર, તાપી જેવી નદીઓ ના દર વર્ષે દરિયા માં નકામા વેડફાઈ જતા વધારા ના પાણી નો યોગ્ય સદઉપયોગ થઈ શકે. વળી દક્ષિણ અને મધ્ય ગુજરાત માં ર૯ ટકા જેટલા વિસ્તાર માં જરુરિયાત કરતા પણ વધારે પાણી છે. જેથી આ નદીઓ ના જોડાણ થી જ્યાં પાણી ની જરૂરિયાત છે ત્યાં આ પાની થી પહોંચાડી શકાશે. વળી ઉપલબ્ધ જળસંશોધનો ની જળસ્ત્રોતો ના સંકલિત વ્યવસ્થાપન દ્વારા સપ્રમાણ માં વહેંચણી કરી શકાશે. જેના થકી ગ્રામ્ય વિસ્તારો માં થી શહેરી વિસ્તારો તરફ નું જનતા નું સ્થળાંતર અટકશે અને આ પ્રદેશ ની આર્થિક ક્ષમતા સુધરશે.ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બજેટ ની જાહેરાત ને આવકારતા કહ્યું હતું કે દમણગંગા-પિંજલ અને પાર-તાપીનર્મદા ના આંતર જોડાણ ના ડ્રાફ્ટ ડીપીઆર આખરી કરવા નો નિર્ણય આવકારદાયક છે. આ મહત્વપૂર્ણ નિર્ણય થકી રાજ્ય ના આદિજાતિ ના વિસ્તાર ના ખેડૂતો ને સિંચાઈ માં મબલખ ફાયદો થશે.

દરિયા માં વેડફાઈ જતા નકામાં પાણી નો સિંચાઈ તેમ જ પીવા નું પાણી પુરુ પાડવા માં યોગ્ય ઉપયોગ થશે.૪૦૨ કિ.મી. લંબાઈ ની આ પારતાપી-નર્મદા લિંક દ્વારા વાર્ષિક ૧૩૫૦ મિલિયન ઘનમીટર પાણી નર્મદા યોજના ના કમાન્ડ વિસ્તાર સુધી પહોંચાડવા નું આયોજન છે. દમણગંગા-પિંજલ લિંક દ્વારા મહારાષ્ટ્ર ના મુંબઈ શહેર ને વાર્ષિક પ૭૭ મિલિયન ઘનમિટર વધારા નું પાણી પીવા ના હેતુસર પુરું પડાશે. આ લિંક ના આયોજન માં દમણગંગા નદી ના સ્ત્રાવક્ષેત્ર માં બે જળાશયો નું બાંધકામ કરાશે. જ્યારે તાપી-નર્મદા લિંક કેનાલ માં દ.ગુજરાત ની પૂર્ણા, અંબિકા, ઔરંગા અને પાર નદીઓ ના સ્ત્રાવક્ષેત્ર માં કુલ ૭ જળાશયો નું બાઅંધકામ કરાશે. આમ નદીઓ ના જોડાણ ના આ લિંક પ્રોજેક્ટ થી ૧૩૫૦ મિલિયન ઘન લિટર પાણી ને દરિયા માં નકામુ વેડફાઈ જતું બચાવી ને સિંચાઈ અને પીવા ના પાણી જેવી જરૂરિયાતો પુરુ કરી શકાશે.વળી નદીઓ ના જોડાણ થી માત્ર ચોમાસા માં જ પાણી ધરાવતી નદીઓ નવપલ્લિત થતા બારે માસ પાણી થી ભરેલી રહેશે.

તેના અન્ય લાભ સમાન બાબત એ બનશે કે આના થકી વોટર ટ્રાન્સપોર્ટેશન ની પણ સરળતા ઉપલબ્ધ થશે. જેના થી પ્રદુષણ ફેલાવતા રોડ કાર્ગો કરતા વોટર ટ્રાન્સપોટેશન પર્યાવરણ ની રીતે પણ લાભકારી રહેશે. તદુપરાંત તાપી નર્મદા અને દમણગંગા તથા અન્ય નદીઓ ના જોડાણ થી પૂર અને તેના પરિણામે થતી ખાનાખરાબી દૂર કરી શકાશે. તથા આ ૪૦૨ કિ.મી.ના સમગ્ર વિસ્તાર ના લોકો ને પીવાલાયક પાણી મળી રહેવા ઉપરમંત સિંચાઈ થી હજારો-લાખો હેક્ટર જમીન ને સિંચાઈ અને પિયત નું પાણી મળી રહેતા ખેતી સંલગ્ન કાર્યો ને પણ ખૂબ ફાયદો થશે જે એકંદરે આ વિસ્તાર માં સમૃદ્ધિ લાવશે.ગુજરાત ની નદીઓ ના બહુહેતુક જોડાણ ની આ યોજના થકી ગુજરાત ની આ ક્ષેત્ર ની નદીઓ નવપલ્લિત થઈ બારે માસ વહેતી રહેશે. તેમ જ ઘણા વર્ષો થી પાણી માટે ઝુઝતા ઘણા વિસ્તારો માં આ યોજના થી પાણી પહોંચાડી શકાશે જેના થકી ગુજરતિ માં પાણી ની તંગી કે અછત તે આ યોજના કાર્યરત થતા માત્ર ભૂતકાળ ની યાદો બની રહેશે તેવી આશા રખાય છે.

Leave a Reply

Your email address will not be published.