ગોવા એ બનાવ્યો પક્ષપલ્ટા નો રેકર્ડ
ભારતીય રાજકારણ માં પક્ષપલ્ટા ની એક પરંપરા રહી છે અને આવા પક્ષપલ્ટઓ ને પાટલીબદલુઓ,આયારામ-ગયારામ જેવા અનેક વિશેષણો પણ અપાયેલા છે. જો કે પક્ષપલ્ટા ની બાબત ભારત ના એકેય રાજ્ય માટે નવાઈની વાત તો નથી, પરંતુ કેન્દ્રશાસ્પિ ત પ્રદેશ માં થી રાજ્ય બનેલા ગોવા એ ૪૦ વિધાનસભ્યો ની વિધાનસભા માં ૨૪ ધારાસભ્યો એ છેલ્લા પાંચ વર્ષ માં પક્ષપલટો કરી ને અનોખો વિક્રમ બનાવ્યો છે.ના વા માં પણ ૧૪ મી ફેબ્રુઆરી એ વિધાનસભા ની ચૂંટણી યોજાવાની છે. સામાન્ય રીતે ચૂંટણી અગાઉ અને ચૂંટણી બાદ પક્ષપલ્ટા ની સિઝન ચાલતી હોય છે. ભારત ના રાજકારણ માં હરિયાણા ના કોંગ્રેસ ના વિધાયક ગયાલાલ કોંગ્રેસ છોડી ને પ્રાદેશિક એસવીડી પાર્ટી માં જોડાયા. જો કે માત્ર નવ કલાક બાદ કોંગ્રેસ માં પરત ફર્યા. બસ ત્યાર થી રાજકારણ માં પાટબદલુઓ ને આયારામ, ગયારામ ઉપનામ મળી ગયું છે. આ જ રીતે પ.બંગાળ ની ચૂંટણી અગાઉ પણ ઘણા ટીએમસી વિધાયકો અને સાંસદો ટીએમસી છોડી ને ભાજપા માં જોડાયા હતા. જો કે બાદમાં ચૂંટણી માં ટીએમસી નો વિજય થતા ઘણા બધા પાછા ટીએમસી માં પરત ફર્યા હતા.
ગુજરાત માં ભાજપા માં પણ ભૂતકાળ માં શંકરસિંહ વાઘેલા એ બળવો પોકારતા હજુરીયા-ખજુરીયા પાસુ અસ્તિત્વ માં આવ્યું હતું જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ તેમના પક્ષ કિમલોપ – કિસાન મજદૂર લોક પક્ષ અને શંકરસિંહ વાઘેલા એ તેમની પાર્ટી રાજદ અર્થાત રાષ્ટ્રીય જનતા દળ નું કોંગ્રેસ માં આખી પાર્ટી સાથે મર્જર કરી ને કોંગ્રેસી બન્યા હતા. આમ ભારતીય રાજકારણ માં પાર્ટી બદલુઓ કે પક્ષપલ્ટા નો ઈતિહાસ ઘણો જૂનો છે. ધએ સોસિએશન | ઓફ ડેમોસ્ટિક | રિફોર્મ્સ ના એક રિપોર્ટ માં જણાવ્યું છે કે ગોવા એ પક્ષપલ્ટા ના નામે એક નવો ઈતિહાસ બનાવ્યો છે.હાલ ની વિધાનસભા અર્થાત કે ૨૦૧૭ થી ૨૦૨૨ ના પાંચ વર્ષ ના સમયગાળા માં ૪૦ વિધાનસભ્યો ની કુલ સંખ્યા ના ૬૦ ટકા થવા જાય છે એ ર૪ ધારાસભ્યો એ છેલ્લા પાંચ વર્ષ માં પક્ષપલટો કરી ને અનોખો વિક્રમ બનાવ્યો છે. આવું આ અગાઉ આખા ભારત માં કોઈ પણ રાજ્ય માં ક્યારેય બન્યું નથી. આમ જોવા જાવ તો આ તમામ વિધાનસભ્યો એ ગત ચૂંટણી માં જે પાર્ટી અને નિશાન ઉપર થી ચૂંટણી લડ્યા અને પ્રદેશ ના મતદાતાઓ એ તેમના માં વિશ્વાસ મુકી ને તેમની તરફેણ માં મતદાન કરી ને ચૂંટણી નો જંગ જીતાડ્યા હતા – આ તે મતદાતાઓ ના ચૂકાદા નું સ્પષ્ટપણે અપમાન છે. નૈતિકતા ની દૃષ્ટિ એ તેમણે પક્ષપલ્ટો કર્યા અગાઉ પોતાના હોદ્દા ઉપર થી પ્રથમ રાજીનામુ આપવું જોઈએ.