ચીન લોંચ કરશે ૧૩ હજાર સેટેલાઈટ

ચીન એક પછી એક અવનવા મિશનો પાર પાડી રહ્યું છે. હમણાં જ ચીને કુત્રિમ સૂર્ય અને કુત્રિમ ચંદ્ર બનાવી ને સૌ ને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરંતુ હવે ચીન જે કરવા જઈ રહ્યું છે તેના થી સમગ્ર વિશ્વ ઉપર જાસુસી નું જોખમ સર્જાશે. હવે તે મેગા કોન્સ્ટલેશન મિશન માં અંતરિક્ષ માં ૧૩ હજાર સેટે- – લાઈટ લોંચ કરશે.ચીન ના આ મેગા કોન્સ્ટલેશન તેનું હજારો સેટેલાઈટ નું એક વિશાળ નેટવર્ક છે. જે ઈન્ટરનેટ સેવા આપવા પૃથ્વી ની આજુબાજુ જાળ રચે છે. હાલ માં અમેરિકન એરોસ્પેસ કંપની સ્પેકએક્સ ની ઈન્ટરનેટ પ્રોવાઈડર સ્ટારલિંક આ ક્ષેત્રે સૌથી વધુ વિકસીત છે જે આશરે બે હજાર સેટેલાઈટ થી કામ કરી રહી છે. હવે સ્ટારલિંક કરતા ૬૫૦ ટકા વધારે સેટેલાઈટ અથવા તો ૧૩ હજાર સેટેલાઈટ સ્થાપિત કરવા નો ચીન નો એક માત્ર ઉદેશ્ય પૃથ્વી ની લોઅર ઓર્બિટ ઉપર પોતાનો દબદબો બનાવવા નો છે. જો કે આની સામે પોતાના બચાવ માં દલીલ કરતા ચીન કહે છે કે આ મિશન તેના પ-જી ઈન્ટરનેટ નો રોલ ઓવર હિસ્સો છે.

આ સેટેલાઈટ્સ મારફત શહેર જેવી જ સારી ઈન્ટરનેટ સુવિધા ગ્રામ્ય વિસ્તરિો માં પણ ઉપલબ્ધ થશે. એક અહેવાલ માં જણાવાયા પ્રમાણે ચીન નું આ નેટવર્ક પણ સ્પેસએક્સ ના સ્ટાર લિંક ની માફક જ કામ કરશે. ચીન ના આયોજન પ્રમાણે પૃથ્વી ની લોઅર ઓર્બિટ માં ૧૨,૯૯૨ સેટેલાઈટ ગોઠવાશે. જેઓ પૃથ્વી ની સપટી થી ૪૯૮.૮૯ કિ.મી. થી ૧૧૪૪.૨૪ કિમી વચ્ચે હશે. આ | મેગા કોન્સ્ટલેશન થકી ચીન વિશ્વભર માં ઈન્ટરનેટ સેવા | આપી શકશે જેના થકી પશ્ચિમી વિશ્વ ની મોટી કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરશે. ચીન આ મિશન માટે ગ્રાઉન્ડ બેઝ સ્ટેશન તૈયાર કરી રહ્યું છે. આ માટે ચીન ના ચોંગકિંગ શહેર માં સેટેલાઈટ ઈન્ટરનેટ ઈન્ડસ્ટ્રી સિસ્ટમ શરુ કરવા નિર્ણય લેવાયો છે. જો કે આ મિશન ની જરુરિયાત મુજબ નો ડેટા પ્રોસેસ કરવા માં ચીન ની ક્ષમતા ઓછી છે. આથી તે વિશ્વ ના અલગ અલગ દેશો માં પોતાના ગ્રાઉન્ડ સ્ટેશનો તૈયાર કરી શકે છે. જો કે ચીન આ અગાઉ જાસુસી ઉપગ્રહો ને સ્થાપિત કરી ચૂક્યું છે. ત્યારે એવો સંદેહ વ્યક્ત કરવા માં આવે છે કે ચીન આ તેના મહત્વકાંક્ષી મિશન દ્વારા આખા વિશ્વ ફરતે ઉપગ્રહો દ્વારા સમગ્ર વિશ્વ ને પોતાની જાસ_સી જાળમાં ફસાવી શકે છે. હવે શું થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published.