દાદીમા ના નુસખા

લક્ષણો – મંદાગ્નિમાં પેટ ભારે થઈ જાય છે. વારંવાર વાયુ ઉપરની તરફ ચઢે છે. તેથી ઓડકાર આવે છે. મળમૂત્ર બરાબર થતો નથી વારંવાર સંડાસ જેવું લાગે છે. તેથી ઘણીવાર શૌચ માટે જવું પડે છે. આંતરડામાં ખાલી જગ્યામાં વાયુ ભરાય છે. જેને કારણે પેટમાં દુખાવો થાય છે. અને ગડગડાટ થતી રહે છે. પેટ ફૂલી જાય છે અને બેચેની વધી જાય છે. પેટ ભારે હોવાને કારણે વાયુ (ગેસ) મગજ તરફ વધે છે જેથી માથું દુખે છે. કામમાં મન ચોંટતું નથી, શ્વાસ ફૂલે છે. શરીરમાં નબળાઈ આવી જાય છે. વાયુ હૃદય પર પણ દબાણ નાંખે છે એટલે હૃદય પણ જોર જોરથી ધડકવા લાગે છે. એવામાં રોગી આરામ મળે એવો પ્રયત્ન કરે છે.


નુસખાં – બે પીપળને વાટી ચૂરણ બનાવો. થોડા દિવસો સુધી દરરોજ રાત્રે, ગરમ પાણી સાથે આ ચૂરણ ખાઓ.

– થોડો ફૂદીનો, અડધી ચમચી જેટલું શેકેલું જીરૂ, ૨ રત્તી હિંગ, થોડા મરી અને ચપટી મીઠું – આ બધાને વાટી ચટણી બનાવો. આમાંથી બે ચમચી ચટણી પાણીમાં ઉકાળી કાઢાની માફક પી જાઓ. – અડધી ચમચી કલમી શોરા, જરાક વાટેલી ફટકડી અને અડધી ચપટી નવપાર

– ત્રણેયને ઓગાળી ઠંડુ કરી લો. પછી તેની ચાર ખોરાક બનાવી દિવસમાં ચારવાર લો.

– ચાર નંગ મુનક્કા, બે દાણા અંજીર અને બે નાની હરડેને લઈ એક કપ પાણીમાં ઉકાળી પી જાઓ.મુનક્કા પૌષ્ટિક છે અને મંદાગ્નિનાશક પણ – ગ્વારપાઠાના રસમાં જરાક નવસાર મેળવી સેવન કરો.

– ચિત્રક, અજમો, લાલ | ઈલાયચી, સૂંઠ અને સિંધવ મીઠું – આ બધાને સરખા પ્રમાણમાં લઈ ચૂરણ બનાવો. ત્યારબાદ અડધી ચમચી જેટલું ચૂરણ ગરમ પાણી સાથે સવાર-સાંજ લો.

– એક કકડો આદુ, બે કળી લસણ, એક ચમચી ધાણા તથા આઠ-દસ મરી લઈ ચટણી બનાવો. આ ચટણી દરરોજ લગભગ ૨૦ દિવસ સુધી જમવાની સાથે ખાઓ. મંદાગ્નિ મટી જશે. -એક ચમચી વાટેલો અજમો, એક ચમચી વરિયાળી, તથા બે લાલ ઈલાયચીના દાણાનું ચૂરણ બનાવો. તેમાંથી અડધી ચમચી જેટલું ચૂરણ દરરોજ જમ્યા પછી સવાર-સાંજ લો.

– ડુંગળીના થોડા રસમાં ફૂદીનાનો રસ મેળવી પીઓ. પેટના બધા જ રોગોમાં આ અજમાવેલો નુસખો છે.

– અડધી ચમચી જેટલું શેકેલું જીરૂ, એક ચપટી વાટેલી મરી અને એક ચપટી સંચળને દહીંમાં નાંખી ભોજન સાથે લો.

– ચાર લવિંગ તથા એક લાલ ઈલાયચીનો કાઢો બનાવી દરરોજ જમ્યા પછી પીઓ.

– ચાર-પાંચ લવિંગ અને એક હરડેને બે કપ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી એક કપ જેટલું બચે ત્યારે તેમાં જરાક સંચળ નાખી પી જાવ. આ કાઢો પેટનો દુખાવો,મંદાગ્નિ તથા અજીરણ માટે ઘણો ગુણકારી છે.

– મૂળાના બે ચમચી રસમાં બે કાળામરીને વાટી તથા થોડું સિંધવ મીઠું મેળવી સેવન કરો.

– અડધી ચમચી જેટલા કાચા પપૈયાના દૂધને પતાસામાં મૂકી ખાઈ જાવ.

– પાણીમાં બે ચમચી જીરૂ નાંખી ઉકાળો.જ્યારે પાણી અડધુ બચે ત્યારે તેને પી જાવ.

– ચાર-પાંચ લિમડાના પાન, ચાર તુલના પાન, ચાર મરી, ચાર લવિંગ – આ બધાંને વાટી ચટણી બનાવો. તેમાંથી ૪ ગ્રામ ચટણી જમ્યા પછી ખાઈ પાણી પી લો.

– ડુંગળીના રસમાં મરી તથા સિંધવ મીઠું નાખી પીવાથી રોગીને ઘણો લાભ થાય છે.પથ્થ-અપથ્ય – જ્યારે પાચનશક્તિ બગડી જાય છે ત્યારે કોઈપણ ખાદ્યપદાર્થ સહેલાઈથી પચતાં નથી. આંતરડાને વધુ મહેનત કરવી ન પડે તે માટે હળવો તથા પચે તેવા

Leave a Reply

Your email address will not be published.