દિપીકા જેન્ટસ ટોયલેટમાં !!!

બોલિવુડ ની ટેલેન્ટેડ અભિનેત્રી દિપીકા પાદુકોણ સોશ્યિલ મિડીયા માં પણ ખાસ્સી એક્ટીવ છે. હાલ માં તે ૧૧ મી ફેબ્રુઆરી એ એમેઝોન પ્રાઈમ ઉપર રિલીઝ થનારી તેની ફિલ્મ ગહેરઈયા ના પ્રમોશન માં વ્યસ્ત દિપીકા ની આગમી ફિલ્મ ગહેરાઈયા માં તેની સાથે અનન્યા પાંડે, સિધ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવાં લીડ રોલ માં જોવા મળશે. ફિલ્મ ના ડિરેક્ટર શકુન બત્રા છે. આ ફિલ્મ ની આખી ટીમ પ્રમોશન માટે વિખ્યાત ટીવિ રિયાલીટી શો બિગ બોસ અને ધ કપિલ શર્મા શો માં પણ જોવા મળી હતી. આવા જ એક ફિલ્મ પ્રમોશન ના કાર્યક્રમ વખતે ખૂબ રસપ્રદ ઈન્ટર્વ્યૂ થયો હતો. જેમાં ઈન્ટર્વ્યૂ દરમ્યિાન દિપીકા ને પ્રશ્ન પૂછાયો હતો કે શું તે કોઈ પણ પરિસ્થિતિ માં પુરુષો ના વોશરૂમ નો ઉપયોગ કરશે ? દિપીકા એ જવાબ આપે તે પહેલા જ ડિરેક્ટર શકુન બત્રા એ કહ્યું હતું કે દિપીકા ૧૦૦ ટકા કરશે. જ્યારે અનન્યા એ કહ્યું હતું કે દિપીકા આવું કરશે. જો વોશરૂમ સાફ હોય તો. જ્યારે સિધ્ધાંત ચતુર્વેદી એ કહ્યું હતું કે દિપીકા આવું હરગીઝ નહીં કરે. જો કે જ્યારે દિપીકા નો વારો આવ્યો ત્યારે સૌ ને ચોંકાવતા દિપીકા એ કહ્યું હતું કે તે આવું કરી શકે જ નહીં, પરંતુ તે આવું કરી ચૂકી છે. અને તે પણ બોલિવુડની નામાંકિત એડ્રેસ ની હાજરી મા.

દિપીકા એ સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા જણાવ્યું હતું કે તેઓ બર્લિન માં કોલ્ડ પ્લે નો કોન્સર્ટ જોવા ગયા હતા. ડિરેક્ટર શકુન અને બોલિવુડ ની જાણિતી એક્સેસ આલિયા ભટ્ટ પણ તેની સાથે જ હતા. એક ગીત ચાલી રહ્યું હતું કે તેઓ જરાય એન્જોય ન્હોતા કરી રહ્યા. આથી તે અને આલિયા વોશરૂમ જવા બહાર નિકળ્યા. પરંતુ ત્યાં જઈ ને જોયું તો લેડીઝ વોશરુમ ની વ્હાર તો લાંબી લાઈનો લાગેલી હતી. આથી અમે પુરુષો ના વોશરૂમ તરફ ભાગ્યા. સદ્ભાગ્યે તે ખાલી હતું પરંતુ ત્યાં જરુરી સફાઈ ન હતી. પરંતુ અમને કોઈ પરવા ન હતી. જ્યારે મારે વોશરુમ નો | ઉપયોગ કરવા ની સખ્ત જરુર હોય ત્યારે અન્ય બાબતો થી મને કોઈ ફરક નથી પડતો. આમ | દિપીકા એ આલિયા ની સાથે પોતે બર્લિન માં કરેલા જેસ વોશરૂમ ના ઉપયોગ ની વાત ખૂબનિખાલસતા થી કબુલાત તેના ચાહકો અને દર્શકો ને રમુજ પુરી પાડવા ઉપરાંત સૌ પસંદ પણ કરી રહ્યા છે. દિપીકા આગામી સમય માં ગહેરાઈયાં ઉપરાંત અમિતાભ બચ્ચન સાથે ધ ઈન્ટર્ન અને પ્રોજેક્ટ કે માં, શાહરુખ સાથે પઠાન માં અને રિત્વિક રોશન સાથે ફાઈટર માં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.