નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ઐતિહાસિક મેચ
અમદાવાદ ના મોટેરા ખાતે આવેલા વિશ્વ ના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ૬ઠ્ઠી ફેબ્રુઆરી એ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી પ્રથમ વન ડે ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક બની રહેશે.આ વન-ડે માં ભારતીય ટીમ પોતની ૧૦ મી જ ઈ-૨૨, શાલ, મેચ રમાશે. આમ કરનારી ટીમ ઈન્ડિયા વિશ્વ ની સૌથી પ્રથમ ટીમ બની જશે. અત્યાર સુધી માં ટીમ ઈન્ડિયા ૯૯૯ ઈન્ટ૨, શાલવન-ડે મેચો રમી છે જે પૈકી ૫૧૮ જીત મેળવી છે. હવે છઠ્ઠી ફેબ્રુઆરી એ વેસ્ટ ઈન્ડિઝ સાથે શરુ થતી શ્રેણી ની પ્રથમ વન-ડે ટીમ ઈન્ડિયા હિટમેન રોહિત શર્મા ની કપ્તાની હેઠળ જીત મેળવી ને યાદગાર બનાવી શકે છે. ભારતે રમેલી ૯૯૯ મેચો માં ૫૧૮ માં જીત અને ૪૩૧ માં હાર નો સામનો કરવો પડ્યો યાદી માં ભારત ની ૯૯૯ મેચ બાદ બીજા નંબરે ઓસ્ટ્રેલિયા આવે છે તેમણે ૯૫૮ મેચો રમી છે. જ્યારે ત્રીજા નંબરે પાકિસ્તાન છે જેણે અત્યાર સુધી માં ૯૩૬ મેચો રમી છે. જો કે આ મેચો માં મેળવેલી જીત ના આધારે ઓસિ. નં.૧ ના સ્થાને આવે છે કારણ કે ભારતે ૯૯૯ મેચો માં ૫૧૮ માં જીત મેળવી છે જ્યારે ઓસ્ટ્રેલિયા એ ૯૫૮ મેચોમાં ૫૮૧ માં જીત મેળવી હતી.
હાલ માં વન ડે સિરીઝ રમવા વેસ્ટ ઈન્ડિઝ ની ટીમ અમદાવાદ ખાતે પહોંચી ગઈ છે. અત્યારે તેઓ હયાત રિજન્સી માં રોકાયા છે જ્યાં ત્રણ દિવસના ક્વોરેન્ટીન બાદ તેઓ પ્રેક્ટિસ કરવા ની અનુમતિ મળશે. વેસ્ટ ઈન્ડિઝ ની ટીમ પણ વિશ્વ ના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ માં મેચ રમવા માટે ઉત્સુક છે. ભારત ની ટૂર ઉપર આવતા અગાઉ : વેસ્ટ ઈન્ડિઝ ની . ટીમ ઈંગ્લેન્ડ સામે ટી-૨૦ સિરીઝ પુરી કરી ને આવી છે. જેમાં તેમણે ઈંગ્લેન્ડ ને ૩-૨ થી હરાવી ને સિરીઝ પર વિજય મેળવ્યો હતો. સ્વાભાવિક છે કે આત્મવિશ્વાસ થી ભરપૂર વેસ્ટ ઈન્ડિઝ ની ટીમ જોરદાર પ્રદર્શન કરશે. વેસ્ટ ઈન્ડિઝ ના સ્ટાર ઓલરાઉન્ડર જેસન હોલ્ડર એ ટીમ ઈન્ડિયા ને ચેતવણી આપી હતી કે અમારી ટીમ ભારત ને ઘરઆંગણે હરાવવા માટે સક્ષમ છે અને અમે હરાવીશું. જો કે ટીમ ઈન્ડિયા માટે આઘાતજનક સમાચાર એવા છે કે ટીમ ના ઓપનર શિખર ધવન, શ્રેયસ ઐય્યર, ઋતુરાજ ગાયકવાડ સહિત ૮ ખેલાડીઓ કોરના પોઝીટીવ આવ્યા છે.