‘નેવી ડ્રીલ માં ૫ મહાદ્વીપ ના ૪૬ દેશો
ભારત હિન્દ મહાસાગર માં વ્યુહાત્મક મોરચે વિશ્વ ની જંગી દરિયાઈ તાકાતો નો અત્યાર સુધી નો સૌથી મોટો અને જંગી જમાવડો કરવા જઈ રહ્યું છે. ભારતે આયોજેલી આ ભવ્ય નેવી ડ્રીલ માં વિશ્વ ના તમામ મહાદ્વીપ ની ૪૬ નેવી ભાગ લેનાર ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમ અર્થાત કે આખુ વિશ્વ જ મારુ કુટCબ છે તેવી ભાવના ને ચરિતાર્થ કરતા આ નેવી ડ્રીલ દ્વારા ભારત સૌને સાથે રાખી ને ચાલવા ની મૈત્રીપૂર્ણ નીતિ નું પ્રદર્શન કરશે. આ મહાડ્રીલ નું સૌથી રસપ્રદ પાસુ તેમાં સામેલ નૌકાદળો ની વ્યુહાત્મક વિવિધતા છે. આ મહાનેવી ડ્રીલ માં વિશ્વ માં સૌથી શક્તિશાળી મનાતી અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને જાપાન ની નેવી સામેલ છે. જ્યારે સૌ પ્રથમવાર ભારત ના પ્રયત્નો ના કારણે પર* પર કટ્ટર વિરોધી નેવી એવી જેવા કે રશિયા અને અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ એક જ ડ્રીલ માં સહભાગી બન્યા છે. આ ઉપરસંત વિયેતનામ, થાઈલેન્ડ, કંબોડીયા, બા’ગ્લાદેશ, મ્યાનમાર, મલેશિયા અને ઈન્ડવેનેશિયા જેવા દેશો પણ નેવી ડ્રીલ માં ભાગ લઈ રહ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ફિઝી ની નેવી તેને વધુ વ્યાપક બનાવશે.
ભારત આ નેવી ડ્રીલ નું મહા આયોજન ૨૬ ફેબ્રુ.થી ૩ માર્ચ દરમ્યિાન યોજશે. આ નેવી ડ્રીલ માં ૨૦ દેશો ના નેવી ચીફ તેમ જ ૧૫ દેશો ના વિદેશમંત્રીઓ પણ ઉપસ્થિત રહેનારા છે. આ નેવી ડ્રીલ માં પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય દરિયાઈ પડકારો બાબતે ચર્ચાઓ થશે. ભારત એ આ ડ્રીલ માટે છે માસ થી આયોજન કરી રહ્યું હતું. અગાઉ આ ડ્રીલ માર્ચ ૨૦૨૦માં યોજાવા ની હતી. પરંતુ તે સમયે વેશ્વિક કોરોના મહામારી ના કારણે તેને મુલત્વી રાખવી પડી હતી. જો કે તે સમયે ૪૧ દેશો નેવી ડ્રીલ માં ભાગ લેવાના હતા જે હવે ૪૬ દેશો ભાગ લઈ રહ્યા છે.જો કે ભારતે આયોજેલી આ વિશ્વ ની સૌથી મોટી અને અનોખી નેવી ડ્રીલ માં પાંચેય દ્વિપ સમુહો ના ૪૬ દેશો ને આમંત્ર્યા છે, પરંતુ તેમાં ચીન અને પાકિસ્તાન ને નથી બોલાવાયા. આથી આ બન્ને દેશો આ ડ્રીલ ને પોતાની વિરુધ્ધ જૂથબંધી તરીકે જોઈ રહ્યા છે. આ વખત ની ડ્રીલ વ્યાપક હિસ્સેદારી ની રીતે અનોખી, અને ખૂબ જ અભૂતપૂર્વ છે. મહામારી ના અત્યાર ના સમય માં આ વિશ્વ નું અત્યાર સુધી નું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય આયોજન હશે જેની યજમાની ભારત કરશે.