નોર્થ કોરિયા એ ફરી કર્યું મિસાઈલ પરિક્ષણ
ઉત્તર કોરિયા એ રવિવારે ફરી એક વાર બેલેસ્ટિક મિસાઈલ પરિક્ષણ કર્યું હતું. યુ.એસ. ફલાઈટ ડેટા અનુસાર આ મિસાઈલ પરીક્ષણ પાછલા ચાર વર્ષો નું સૌથી ઘાતક મિસાઈલ પરિક્ષણ હતું.ઉrl૨ કોરિયા ના સરમુખત્યારી શાસક કિમ જોંગ ઉન એ ૨૦૨૨ ના નવા વર્ષ ના પ્રથમ માસ માં એટલે કે જાન્યુઆરી માસ માં જ કરેલું આ સાતમુ મિસાઈલ પરીક્ષણ છે. જો કે આ અગાઉ ની મોટાભાગ ની મિસાઈલો ટૂંકી અથવા ઓછા અંતર ની મિસાઈલો હતી. પરંતુ રવિવારે કરેલું પરિક્ષણ ખૂબ જ ખતરનાક અને ઘાતક હોવાનું મનાય છે. આ પરિક્ષણ થી દ. કોરિયા અને અમેરિકા તેમ જ જાપાન માટે પણ જોખમરુપ છે. ઉ.કોરિયા એ રવિવારે સવારે ચીન અને ઉ.કોરિયા ની સરહદે જગદંગ વિસ્તાર માં પરિક્ષણ કર્યું હતું. દ. કોરિયા ની મિલિટરી ઈન્ટ’લિજન્સ પણ આ મિસાઈલ પરિક્ષણ ની પુષ્ટિ કરી હતી. ત્યાર બાદ દ.
કોરિયા એ અમેરિકી અધિકારીઓ એ ફોન ઉપર આ અંગે ચર્ચા કરી હતી. દ.કોરિયા ના જણાવ્યા પ્રમાણે રવિવારે દ.કોરિયા દ્વારા કરવા માં આવેલું મિસાઈલ પરિક્ષણ સ્પષ્ટપણે યુ.એન. ગાઈડલાઈન્સ ના ભંગ સમાન હતું. આ મિસાઈલ ઉ.કોરિયા ની દરિયાઈ સીમા માં છોડવા માં આવી હતી. ૨૦૧૭ પછી પ્રથમવાર આટલી ઘાતક મિસાઈલ નું પરિક્ષણ કરાયું હતું. ઉ.કોરિયા પ્રથમ થી જ એટોમિક સ્ટેટ છે જ અને હવેઆટલી ઘાતક મિસાઈલો ના કારણે સમગ્ર વિશ્વ માટે મોટુ જોખમ બની રહેશે. જો કે આ અગાઉ અ મ રિ કી પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ના સમય માં તેમની અને ઉ.કોરિયા ના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે સતત સંપર્કમાં રહેતા હતા. જો કે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડન રાષ્ટ્રપતિ બન્યા બાદ ઉ.કોરિયા ના શાસક સાથે એક પણ વાર વાત નથી કરી.
ઉ.કોરિયા સતત મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે કારણ કે યુ.એસ. પ્રશાસન કે રાષ્ટપતિ જો બાયડન એ ઉ.કોરિયા તરફ ધ્યાન જ નથી આપ્યું. હાલ માં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ઈરાન ના પરમાણુ કાર્યક્રમ ને રોકવા અને ફરી એક વાર સમજૂતિ કરવા ની ખૂબ જ નજીક હોવાનું મનાય છે. આમ હવે અમેરિકા અને ઉ.કોરિયા વચ્ચે અગાઉ જે સંવાદ ના રસ્તા ખુલ્લા હતા તે પણ હવે બંધ થઈ ગયા છે. હાલ માં અમેરિકા ચૂપ બેઠું છે અને ઉ.કોરિયા સતત તેને ઉશ્કેરવા નો પ્રયત્ન કરે છે.