પરિણિતિ: સોશ્યિલ મિડીયા ઉપર

બોલિવુડ એક્ટ્રસ પરિણિતી ચોપરા છેલ્લા લગભગ એક દાયકા થી વધુ સમય થી બોલિવુડ માં છે. ૨૦૧૨ માં ઈશ્કજાદે થી ડેબ્યુ કરનારી પરિણિતી એ હાલ માં જ સોશ્યિલ મિડીયા ઉપર આસ્ક મી એનિથીંગ સેશન માં તેના પ્રશંસકો ના પ્રશ્નો ના ઉત્તર આપ્યા હતા.ઈશ્કજાદે તેની હિટ ફિલ્મ થી બોલિવુડ ડેબ્યુ કરનારી પરિણિતી છેલ્લા થોડા સમય થી એક હિટ ફિલ્મ માટે તરસી રહી છે. ૨૦૨૧ માં તેની ચાર ફિલ્મો ધ ગર્લ ઓન ધ ટ્રેન, સાઈના અને સંદિપ ઔર પિંકી ફરાર તેમ જ ભૂજ રજુ થઈ હતી. જો કે એકેય ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર નોંધપાત્ર દેખાવ કરવા માં નિષ્ફળ રહી. તેમાં પણ પરિણિતી ને સાયના નેહવાલ ની બાયોપિક સાયના માટે બહુ આશાઓ હતી. કમનસીબે આ ફિલ્મ પણ ફ્લોપ રહી. જો કે પરિણિતી સોશ્યિલ મિડીયા ની સાઈટ ઉપર હંમેશા પોતાના પ્રશંસકો ને એન્ટરટેઈન કરતી રહે છે. હાલ માં જ આસ્ક મી એનીથીંગ સેશનમાં પણ તેણે પોતાના પ્રશંસકો અને ફે સને તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવા ઉપરાંત દરેક વિષય ઉપર ખુલી ને વાત કરી હતી.

પોતાની ડેબ્યુ ફિલ્મ ના કો સ્ટાર તેમ જ ગત વર્ષે રિલીઝ થયેલી સંદિપ ઔર પિંકી ફરાર ના કો સ્ટાર અર્જુન કપૂર સાથે પણ સોશ્યિલ મિડીયા ઉપર ખૂબ મજાક મસ્તી કરતા તેમ જ એક બીજા ની ખિચાઈ કરતા રહે છે. આ સેશન માં અર્જુન કપૂર વિષે પણ કશુ કહેવા જણાવાયું ત્યારે મજાકીયા સ્વર માં પરિણીતી એ કહ્યું હતુ કે તેનો અવાજ જરાય સાંભળવા લાયક નથી. એ ઘણું સારું રહેશે કે તે ઓછું બોલે અને તેના થી પણ એ સારુ રહેશે કે હું તેનો નંબર જ ડિલીટ કરી દઉં. આમ આ સેશન દરમિયાન પણ તેણે અર્જુન કપૂર ની ખૂબ ખિચાઈ કરી હતી. જ્યારે બીજા એક ફેન્સ એ એમ પૂછ્યું હતું કે તેને પોતાની બહેન પ્રિયંકા ની કઈ વસ્તુ સૌથી વધુ પસંદ છે ? જેના પ્રત્યુત્તર માં પરિણીતી ચોપરા એ કહ્યું હતું કે પ્રિયંકા ચોપરા તે તો સ્ટાર ઓફ ધ વર્લ્ડ છે. મારા માટે તે મારી સગી વ્હેન જ છે. તે મારી મોટી પ્લેન છે. ત્યાર બાદ ત્યારે પરિણીતી ને બોલિવુડ ના દિગ્ગજ ડિરેક્ટર/પ્રોડ્યુસર કરણ જોહર અંગે પ્રશ્ન પૂછવા માં આવ્યો તો ફરી મજાક કરતા કહ્યું હતું કે કરણ જ મારા માટે મારો પતિ શોધશે.

Leave a Reply

Your email address will not be published.