પિરાણા ખાતે વિવાદ

અમદાવાદ માં સરખેજ-નરોલ ને જોડતા હાઈવે ઉપર વસેલા પિરાણા ખાતે મંદિર અને દરગાહ વચ્ચે દિવાલ નું બાંધકામ શરુ થતા વિવાદ ખડો થઈ ગયો છે. પ્રેરણા તીર્થ ધામ અને ઈમામ શાહ મસ્જિદ અને દરગાહ વચ્ચે દિવાલ બનાવાઈ રહી છે.અમદાવાદ થી ૧૮ કિ.મી. દૂર આવેલા પિરાણા ગામ માં જમીન ના એક ભૂભાગ ઉપર મંદિર અને મસ્જિદ અડી ને ઉભેલા છે. આ બે ધાર્મિક સ્થાનો વચ્ચે ની તાર ની કાંટાળી વાડ વર્ષો જૂની એ જર્જરીત સ્થિતિ માં હોવા થી પ્રેરણા તીર્થ ધામ ના ટ્રસ્ટીઓ એ વાડ ની જગ્યા એ દિવાલ ચણવા નું શરુ કર્યું હતું. પ્રેરણા તીર્થ ધામ ખાતે નિષ્કલંકી મહાદેવ નું મંદિર પણ આવેલું છે. જ્યાં અઠવાડિક રજા દરમ્યિાન અને સોમવારે ભાવિક ભક્તો ની ભીડ જામતી હોય છે. જ્યારે તાર ની વાડ ની જગ્યા એ દિવાલ નું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે રવિવારે મુસ્લિમ સમાજ ના કેટલાક લોકો દ્વારા વિરોધ કરાયો હતો અને જોતજોતા માં મોટી સંખ્યા માં મુસ્લિમ સમુદાય ના લોકો ભેગા થઈ ગયા અને ભારે વિરોધ કરવા લાગ્યા હતા. આ અંગે પ્રેરણા તીર્થ ધામ ના શ્રી હર્ષદ પટેલ ના જણાવ્યા પ્રમાણે મંદિર અને મસ્જિદ વચ્ચે જૂની, જર્જરીત તાર ની વાડ હતી. આથી તેની જગ્યા એ દિવાલ બનાવાઈ રહી હતી.

આમ કરવા પાછળ નું અન્ય એક કારણ એ પણ હતું કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા મંદિર માં પૂજા-અર્ચના થતી હોય ત્યારે પથ્થરમારો કરવા માં આવ્યો હતો. તદુપરiત બે દિકરીઓ ની છેડતી નો પણ બનાવ બન્યો હતો. આ અંગે સ્થાનિક લોકો ના જણાવ્યા પ્રમાણે વાસ્તવ માં તો મંદિર ની જમીન ઉપર મસ્જિદ નો અમુક ભાગ આવેલો છે. મંદિરવાળા પોતાની જમીન ઉપર જ દિવાલ બનાવી રહ્યા હોવા છતા કેટલાક લોકો ધાક-ધમકી આપતા દિવાલ બનાવવા નો વિરોધ કરી રહ્યા છે. જ્યારે ઈમામ શાહ બાવા દરગાહ શરીફ ખાતે દિવાલ ચણવા બાબતે ઈમામ શાહ બાવા ના વંશજો એવા સૈયદ સમાજ અને દરગાહ ના વહીવટકર્તાઓ વચ્ચે પણ વિવાદ થતા સૈયદ સમાજ દ્વારા ભારે વિરોધ કરી ને આખરે હિજરત કરવા માં આવી હતી. જો કે દિવાલ બાબતે વહિવટી તંત્ર ની તમામ મંજુરી મેળવાઈ હોવા થી કામ બંધ થયું ન હતું. જો કે મોડી રાત્રે મુસ્લિમ ધારાIભ્ય અને જ્ઞાતિ ના આગેવાનો ની સમજાવટ થી હિજરત કરી ગયેલા તમામ લોકો ગામ માં પાછા ફર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.