ભારત ઉપર લાગશે કાસ્સા ?

અમેરિકા એ રશિયા-યુક્રેન વિવાદ માં રશિયા ને ઘેરવા માટે ફરી એક વાર ભારત સમક્ષ એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અંગે નો મુદ્દો ઉઠાવ્યો છે. અમેરિકી બાયડન વહીવટીતંત્ર ના વિદેશ મંત્રાલય ના જણાવ્યાનુસાર આ સિસ્ટમ ની ખરીદી કરનાર ભારત ઉપર કાઢ્યા હેઠળ પ્રતિબંધો લગાવવા અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી.જો કે આ માત્ર ડરાવવા માટે ની વાતો માત્ર છે જેનાથી હવે ભારત કે રશિયા કોઈ ડરતુ નથી. વાસ્તવિકતા એ છે કે ખુદ અમેરિકા માં પણ તેના બન્ને પ્રમુખ રાજકીય પાર્ટી ના સાંસદો ભારત ઉપર પ્રતિબંધો લગાવવા ની વિરુધ્ધ માં છે. તેઓ એવી માંગ કરી રહ્યા છે કે ૨૦૧૭ માં રશિયા સાથે થયેલી ડિફેન્સ ડીલ હેઠળ ભારત ને છૂટ આપવા માં આવે. તેમ જ રિપબ્લિકન સાંસદો તો કાસ્સા માં સુધારો પણ લાવ્યા છે. તેમનું કહેવું છે કે ભારતે આગામી ૧૦ વર્ષો માં પોતાની નીતિઓ બદલી ને રશિયા થી હથિયારો ની ખરીદી બંધ કરી દેવી જોઈએ. જો કે અમેરિકી સંસદ ના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ માં વિદેશી બાબતો ની સમિતિ ના અધ્યક્ષ અને ડેમોક્રેટીક સાંસદ ગ્રેગરી મિક્સ એ પણ બાયડન સરકાર ને ભારત ઉપર પ્રતિબંધો માં છૂટ અંગે વિચારવા કહ્યું છે.

તેમણે સ્પષ્ટ કહ્યુંહતું કે ભારત સાથે આપણી લાંબા ગાળા ની રણનૈતિક ભાગીદારી ને જોતા હું ઈચ્છું છું કે પ્રતિબંધો ના લગાવાય જેથી આપણા સુરક્ષા હિતો ઉપર સકારાત્મકતા જળવાઈ રહે. ડેમોક્રેટ સાંસદ ઉપરાંત ત્રણ રિપબ્લિકન સાંસદો એ પણ સેનેટ માં સુધારો રજુ કર્યો છે. આ ત્રણ સેનેટરો માં વિદેશી બાબતો ની સમિતિ ના સભ્ય ટેડ કુઝ, તથા રોજટ માર્શલ અને ટોડ યંગ સામેલ છે. તેમણે સુધારા અંગે જણાવ્યું હતું કે ભારત ઉપર પ્રતિબંધો નો સીધો જ ફાયદો રશિયા ને જ થશે. કેમ કે ભારત રશિયા ની જૂની ડિફેન્સ અને રણનીતિક ભાગીદારી પણ છે. સેનેટર ક્રૂઝ એ કહ્યું હતું કે કાટસા હેઠળ પ્રતિબંધ મૂકવા અમેરિકા ના હિત માં નથી. આમ કરવા જતા આપણે ચીન ની આક્રમકતા નો મુકાબલો કરવા અને ભારત ને રશિયા ઉપર નિર્ભર થવા માટે મજબૂર કરશે. આમ આવુ કરવા થી આપણા સંયુક્ત સુરક્ષા લક્ષ્યો ને ઘટાડવા ઉપરાંત કંઈ પ્રાપ્ત નહીં થાય. ભારત ના પક્ષ માં સારી બાબત એ છે કે અમેરિકા ની ચીન ના ન માત્ર દક્ષિણ એશિયા પૂરતા પંરતુ સમગ્ર વિશ્વ ઉપર વધતા જતા પ્રભાવ ને ખાળવા અમેરિકી પ્રયાસ માં છેલ્લા બે વર્ષ થી ભારત મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.