ભારત ના પ્રથમ વડાપ્રધાન કોણ ?

ભારત દેશ આજે જ્યારે તેની લોકતંત્ર ના અમૃત વર્ષ ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દેશ ના જાગૃત નાગરિકો ના મન માં આવો સવાલ ઉઠે તે એક દેશ તરીકે કમનસીબી પણ છે અને કાળમીઢ રાત્રિ માં ઉજાસ નું એક કિરણ પણ છે.સૌ પ્રથમ કમનસીબી ની વાત કરીએ તો આજે ભારત દેશના મોટાભાગ ના લોકો દેશ ને આઝાદી હેરુ-ગાંધી એ અહિંસા, સત્યાગ્રહ અને અહિંસા ના માર્ગે મળી હોવાનું કહેવા ઉપરાંત મગજ માં દેશભક્તિ નો પવન ફૂંકાય તો નાનપણ થી સાંભળતા આવ્યા છીએ તે ગીત કાનો માં ગુંજવા લાગે છે. “દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ”. કારણ કે કોંગ્રેસીઓ અને તેમની ચાટુકારિતા કરતા ડાબેરી વિચારધારા ધરાવનાર લોકો એ ભારત નો ઈતિહાસ તોડી મરોડી ને આપણ ને કંઈક એવી રીતે ભણાવાયો છે કે અનેક સાચા દેશભક્તો નેહાંસિયામાં ધકેલી દેવાયા છે. જ્યારે લૂંટારા, ઘાતકી હત્યારા એવા દેશ પર ચઢાઈ કરનારા વિદેશી આક્રમણખોરો અને અંગ્રેજો ની નીતિ ના ગુણગાન કરાયા છે.

જો કે ૨૦૧૪ પછી બદલાયેલી સરકાર ના સમય માં નેતાજી ની ગોપનીય ફાઈલો જાહેર કરાયા થી માંડી ને વીર સાવરકરક ના સન્માન સહિત ના પગલા એ આજે હજારો નાગરિકો ને એ અહેસાસ કરાવી દીધો છે કે તેમને ખોટો ઈતિહાસ ભણાવાઈ ને મોટી છેતરપિંડી કરાઈ છે. શાસન કરવા લાલચી, લંપટ અને વહેંતિયા રાજકારણી ની ભવ્યતા દર્શાવવા ઘણા શૂરવીર નરબંકાઓ અને દેશ માટે જાનફેસાની કરનારા લોકો સાથે અન્યાય કરતા તેમને ગુમનામી ના અંધારા માં ધકેલી દેવાયા હતા. જો કે હવે સાડસિાત દાયકા બાદ આ બાબતે જાગૃત થઈ રહ્યો છે તે અંધકાર માં ઉજાસ ના કિરણ સમાન ભાસે છે.ભારત ની આઝાદી નું પ્રથમ રણશિંગુ ૧૮૫૭ માં મેરઠ થી ફૂંકાયું હતું. ભારત ના ઈતિહાસમાં ૧૮૫૭ના બળવા તરીકે સુવિખ્યાત આ અંગ્રેજો ને હાંકી કાઢવા ની લડાઈ માં ઉત્તર અને મધ્ય ભારત ના પ્રાંતો પણ સામેલ હતા. મેરઠ ના ગેરીસન ટાઉન ની બ્રિટીશ કાઉન વતી ભારત માં શાસન કરતી બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપની ની આર્મી થી શરુ થયેલો આ બળવો આ પ્રાંતો માં વાસ્તવ માં બ્રિટીશ શાસન સામે મોટા જોખમરૂપ બની રહ્યો.

૧૮ મે ૧૮૫૭ ના રોજ શરુ થયેલો આ બળવો લગભગ દોઢ વર્ષ ચાલ્યો. તે વખતે ચાર્લ્સ કેનિંગ બ્રિટીશ રાજ ના ગવર્નર જનરલ હતા. મંગલ પાંડે, ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, નાના સાહેબ જેવા વીર સપૂતો અને વિરાંગનાઓ એ મા ભારતી ની આઝાદી ના મુખ્ય નેતાઓ હતા. જો કે જે સંજોગો માં દેશ ગુલામ બન્યો હતો તેવા જ સંજોગો માં – આપસી લડાઈ, સંપ અને એકતા નો અભાવ અને પરસ્પર ના દ્વેષભાવ ના કારણે ઘણા પ્રાંતો ના શાસકો અંગ્રેજો ની પડખે પણ ઉભા રહ્યા અને આખરે દોઢ વર્ષ બાદ અંગ્રેજો આ બળવા ને કચડી નાંખવા માં સફળ રહ્યા. હવે થોડો દેશ ને આઝાદી મળી ત્યાર નો ઈતિહાસ જાણીએ. દેશ ને આઝાદી ગાંધીજી અને હેરુ એ અપાવી તેવી ગળથૂથી કે જુઠનું ચૂરણ આપણ ને વામપંથી અને હેરવાદી ઈતિહાસકારો એ દેશ ને જનતા ને પિરસ્યુ હતું.આજે થોડા તથ્યો ચ કા સાી ઓ . ભ ૨ તારી ય બંધારણ ના ઘડવૈયા અને સ્વાતંત્ર્ય સેનાની ડો. ભીમરાવ આંબેડકર એ બીબીસી ને ૧૯૫૫ માં આપેલા ઈન્ટર્વ્યૂ માં જણાવ્યું હતુ કે ભારત ને આઝાદી હેરુ-ગાંધી ના કારણે નહીં પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝ ના કારણે મળી હતી.

હાલ માં પણ યુ-ટ્યુબ ઉપર ઉપલબ્ધ આ રેડીયો ઈન્ટર્વ્યૂ માં તેમણે જણાવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ એ જે આઝાદ હિંદ ફોજ બનાવી હતી, તેના કારણે અંગ્રેજો એ ભારત ને આઝાદ કરવા નો નિર્ણય કર્યો. અંગ્રેજો એ ભરોસા થી ભારત ઉપર શાસન કરી રહ્યા હતા કે દેશ માં રાજનેતા કંઈ પણ કરે પરંતુ ભારતીય સૈનિકો ની અંગ્રેજ સરકાર તરફ ની વફાદારીક્યારેય નહીં બદલાય, પરંતુ સુભાષચંદ્ર બોઝ ના કારણે અંગ્રેજો નો આ ભરોસો તૂટી ને ચકનચૂર થઈ ગયો હતો. અંગ્રેજો ને એ સમજાઈ ગયું હતું કે તેમને તબાહ કરવા ભારતીય સૈનિકો ની એક પલ્ટન બનાવવા તેમને ઉશ્કેરી શકાય છે. આમ ડૉ. આંબેડકર ખૂબ સ્પષ્ટ રીતે માનતા હતા કે દેશ ને આઝાદી ગાંધી-હેરુ ના કારણે નહીં પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝ ના કારણે મળી હતી.

Leave a Reply

Your email address will not be published.