રિતિક – સાના રિલેશનશિપ માં

બોલિવુડ સ્ટાર રિત્વિક રોશન આજ કાલ ફરી ચર્ચામાં છે. જો કે આ વખતે કોઈ કોન્ટ્રાવર્સી ને કારણે નહીં પરંતુ પોતા ના થી ૧૬ વર્ષ નાની એસ્ટ્રેસ સબા આઝાદ સાથે ડિનર ડેટ બાદ રેસ્ટોરેન્ટ ની બહાર હાથ માં હાથ નાંખી ને નિકળતા ફોટોગ્રાફરે ઝડપી લેતા આ ફોટો સોશ્યિલ મિડીયા ઉપર વાયરલ થયો છે.હાલ માં એવી ચર્ચા ચાલી રહી છે કે રિત્વિકે છેલ્લા થોડા મહિના થી તેના સબા આઝાદ સાથે ના સંબધો છૂપાવી ને રાખ્યા હતા. ૪૮ વર્ષીય રિત્વિક એ વેબ પોર્ટલ ‘મિડ ડે’ ના જણાવ્યા પ્રમાણે થોડા સમય અગાઉ ૭૬ વર્ષીય એક્ટસ સબા આઝાદ સાથે ગોવા માં વેકેશન પણ મનાવ્યું હતું. આ બન્ને વચ્ચે ની મૈત્રી કંઈક ખાસ જ બનતી જાય છે. ગત માસે જ બન્ને એ ગોવા ના દરિયાકિનારે ક્વોલિટી ટાઈમ સાથે પસાર કર્યો હતો. રિત્વિક ની સાથે જોવા મળેલી સબા આઝાદ સિંગર, એક્ટર અને થિયેટર આર્ટીસ્ટ છે. તે ડિરેક્ટર અને પ્લોરાઈટર સફદર હાશ્મિ ની ભત્રીજી છે. ગુરુર તથા દિલ કબ્બડી ઉપરસંત વિવિધ ફિલ્મો માં અભિનય કર્યો હતો. આ ઉપરાંત ફિલ્મ નૌટંકી સાલાનું ગીત “ધક ધક પણ તેણે ગાયુ હતું. તે ઉપરાંત નેસ્કેફે, કિટકેટ,પોસ, મેગી, કેડબરી અને ટાટા સ્કાય જેવી વિવિધ બ્રાન્ડ ની એડ ફિલ્મ પણ તે કરી ચૂકી છે.

આ અગાઉ તે જાણિતા એક્ટર નસરુદ્દીન શાહ ના પુત્ર ઈમાહ શાહ સાથે લીવ ઈન માં રહેતી હતી. જ્યારે રિત્વિક એ ૨૦૦૦ ની સાલ માં એક્ટર/ડિરેક્ટર/પ્રોડ્યુસર સંજય ખાન ની પુત્રી સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ ૨૦૦૬ માં પુત્ર રેહાન અને ૨૦૦૮ માં પુત્ર રેધાન ના પિતા બન્યા બાદ ૩૧ ઓક્ટો. ૨૦૧૪ ના રોજ રિત્વિક અને સુઝેન અલગ પડી ગયા હતા. જો કે પુત્રો ના ખાસ પ્રસંગો એ ‘હજુ પણ રિત્વિક-સુઝેન સાથે જોવા મળે છે. જો કે ગત સપ્તાહો માં જ જાહેર થયેલા સમાચાર પ્રમાણે સુઝેન ખાન ટીવી એક્ટર અલી ગોની ના ભાઈ અર્સલન ગોની ને ડેટ કરી રહી છે. જો કે રિત્વિક નું આ અગાઉ પણ નામ સ્પેનીશ એક્સેસ એન્જલા, હોલિવુડ એડ્રેસ બાર્બરા મોરી, બોલિવુડ એક્સેસ કંગના રણોત, યામી ગૌતમ, કટરીના કેફ, પૂજા હેગડે સાથે જોડાઈ ચુક્યુ છે. આથી હવે રિત્વિક અને સબા આઝાદ ની રિલેશનશીપ આગામી સમય માં કેવો રંગ લાવે છે અને બન્ને લગ્નગ્રંથિ થી જોડાય છે કે નહીં તે તો આવનારા સમય માં જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published.