રોબોટ થી મનુષ્ય નું અસ્તિત્વ જોખમ માં ?

| વિશ્વ ના સુપ્રસિધ્ધ આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ એક્સપર્ટ ટુઅર્ટ રસેલ ના જણાવ્યા પ્રમાણે ઈન્ટેલિજન્સ મશીનો ને આપણે પોતાની ભલાઈ ના હિસબિ થી ડિઝાઈન નહીં કરીએ તો ભવિષ્ય માં આપણું જ અસ્તિત્વ ખતરા માં પડી શકે છે. ઈન્ટેલિજન્સ પાવર છે, પાવર એટલે કન્ટ્રોલ અને તે જ એનો અંત હશે.એઆઈ એક્સ! પર્ટ ટુઅર્ટ રસેલ એ પોતાની વાત સમજાવતા એઆઈ અને થિયોરિટિકલ કોમ્યુટર સાયન્સ ના જનક એલન ટ્યુરીંગ નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેઓ એ ૧૯૫૧ માં જ સુપર ઈન્ટ’લિજન્ટ મશીનો ને લઈ ને ભવિષ્યવાણી કરી દીધી હતી. સુરીંગ એ કહ્યું હતું કે એક વાર મશીનો વિચારવા નું શરુ કરી દેશે ત્યારે મનુષ્યો ની નબળી શક્તિઓ ને દૂર કરવા માં તેને સમય નહીં લાગે. રસેલ ના જણાવ્યા મુજબ સાયન્સ ફિક્શને આપણ ને અનેકવાર સાવચેત કર્યા છે કે જ્યારે મશીનો માં માનવ ચેતના વિકસીત કરાશે ત્યારે મશીનો માણસ ને પાછળ છોડી દેશે.

તેઓ પોતાના માહોલ અને પ્રેરણાઓ ની તાકાત ને સમજવા લાગ્યો ત્યારે તેઓ દુનિયા ને કન્ટ્રોલ કરવા નો પ્રયત્ન કરશે. મનુષ્ય નો અને એઆઈ મશીનો નો સંબંધ એવો જ હોવો જોઈએ જેઓ આજે આપણો અને ગોરિલાઓ નો છે. તેઓ આપણા પૂર્વજ સમાન છે પરંતુ જેવા ગોરિલા અને ચિમ્પાન્ઝી થી વધારે બુદ્ધિમાન મનુષ્યો આવ્યા ત્યાર બાદ આજે ગોરિલા અને ચિમ્પાન્ઝી ક્યાં તો ઝૂ માં અથવા સર્કસ માં અથવા જંગલો માં જ જોવા મળે છે. એઆઈ માં સૌથી મોટી સમસ્યા ઘાતક હથિયારો ની છે. જે હાલ માં પણ આપણી વચ્ચે છે. જેનો ઉપયોગ કુટીલ દેશ દુશમનો ના ખાત્મા માટે કરી શકે છે. ઉદાહરણ ‘સ્વરુપ ઈઝરાયેલ એ બનવેલા હારોપ માં ૧૦ ફૂટ ના પંખા છે. તેમાં ટાર્ગેટ ને શોધવા, ઓળખવા અને તેના ઉપર હુમલો કરવા ની ક્ષમતા છે.

આ જ ટેકનDલોજી તમે નિશ્ચિત લોકો ને શોધવા તેને ઓળખવા અને તેની ઉપર હુમલો કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો અને તેનો તે દુરુપયોગ પણ શરુ થઈ ગયો છે. હાલ ના કોમ્યુટર બધુ જુએ છે, જાણે છે, તમામ વાતચીત સાંભળે છે, તમામ હાવભાવ રેકર્ડ કરે છે. હવે જવાબદારી તમારી છે કે તમે બનાવેલા આ મશીનો ને ભયાનક ભૂલ કરવા થી અથવા તો તેને અપાયેલી આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ નો દુરુપયોગ થતો અટકાવવા ની. અન્યથા પરમાણુ શક્તિ નો ઉર્જા ના સ્રોત તરીકે શાંતિપૂર્ણ ઉપયોગ અને આ જ ટેકનોલોજી નો પરમાણુ બોંબ નો દુરુપયોગ આપણે સૌ નાગાસાકી અને હિરોશિમા ઉપર જોઈ જ ચૂક્યા છીએ.

Leave a Reply

Your email address will not be published.